અંગ્રેજ શાસન સમયનું શિક્ષણ અને સમાજવ્યવસ્થા

વિધ્યાર્થી મિત્રો આજના આઅ લેખમાં આપડે અંગ્રેજ શાસન સમયનું શિક્ષણ અને સમાજવ્યવસ્થા તેમજ સમાજ સુધારકો વિશેની માહિતી મેળવવાના છીએ.તો ચાલો વધારે ટાઇમ ન બગાડતાં આપણે અંગ્રેજ શાસન સમયનું શિક્ષણ અને સમાજવ્યવસ્થા વિશેનીમાહિતી મેળવીએ.

અંગ્રેજ શાસન સમયનું શિક્ષણ અને સમાજવ્યવસ્થા

પ્રાચીન ભારતમાં નાલંદા, વલભી અને વિક્રમશિલા જેવી આદરણીય સંસ્થાઓ કે જે એક સમયે જ્ઞાન પ્રસારની ટોચ હતી, તેમની પ્રતિષ્ઠામાં ધીમે ધીમે ઘટાડો થયો. તે મુઘલ સમયગાળા દરમિયાન, ખાસ કરીને અકબરના પ્રબુદ્ધ શાસન હેઠળ, શિક્ષણનો નોંધપાત્ર વિસ્તરણ થયો, જેમાં ફારસી, ઉર્દૂ અને સ્થાનિક સ્થાનિક ભાષાઓ સહિતની ભાષાઓનો વિસ્તાર થયો.મુઘલકાળના પતન પછી હિંદુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદમાં આવેલી મદરેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું. જોકે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું. તે પ્રાથમિક ક્લાનું શિક્ષણ આપતી તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહિ, ભારતમાં ઈ.સ.1757 બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ઈ.સ. 1765 પછી  પ્રસ્થાપિત થઈ. અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહિ

અંગ્રેજ શાસન સમયનું શિક્ષણ અને સમાજવ્યવસ્થા

ભારતમાં શિક્ષણની સ્થિતિ

અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી માળાઓ, પંડયાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. ગામનાં જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાયડામાં શાળાને બેસાડવામાં આવતી. નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી.

બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા. મૌખિક શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી અને પછી કો- ધરોનું શિક્ષણ આપવામાં આવતું. ત્યાર બાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા. મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો. વિદ્યાર્થીઓને અલગ-અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી. બાળકને કર્યું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું.

પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા

ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી તેમ કહી શકાય. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં ઈ.સ. 1789માં કરી. આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. સિરામપુરમાં જ તેના સાથીદાર માર્શમેન અને તેમનાં પત્નીએ કન્યાશાળાની સ્થાપના કરી. આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ-વ્યવસ્થા શરૂ કરી.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

ઈ.સ. 1813ના સનદીધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિવર્ષ | લાખ રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો હતો. જોકે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિંદી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી રહી.

ભારતના કેટલાક અગ્રિમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા, તો કેટલાક હિંદુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદરેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. જોકે ઈસ્ટ ઈન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં ઈ.સ. 1833ના સનદીધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. પરિણામે ઈ.સ. 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશનીતિ સ્પષ્ટ થઈ. 1854માં વુડના નીતિપત્ર (ખરીતો) દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ-પ્રણાલી અપનાવવા જણાવ્યું.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. ઈ.સ. 1835 પછી ભારતના કલકત્તા (બંગાળ), મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓ અને કસબાઓમાં જૂની ઢબની શિક્ષણ- વ્યવસ્થા ટકી રહી હતી. જોકે નોકરીમાં અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્ત્વ મળતાં ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રારા (ચેન્નઈ)માં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો, ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષાનું પ્રકાશ ખાસ્સું વધ્યું.

ઈ.સ. 1882ના હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો જેનાથી શિક્ષણનો વ્યાપ વધે, એટલું જ નહિ આ કમિશને પ્રાંતિક આવકનાં નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. માધ્યમિક શિક્ષણક્ષેત્રે પણ સરકારે બિનસરકારી સંસ્થાઓને અગ્રેસર કરી, નિયમો ઉદાર બનાવી, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી. માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો.

વિલિયમ બેન્ટિક

ઈ.સ. 1917માં નિમાયેલા સેંડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. ઈ.સ. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. ઈ.સ. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું, પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો. ઈ.સ. 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો. આ દૃષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષા મળે તેટલા પૂરતો પ્રયત્ન કર્યો, પરંતુ વિજ્ઞાન ટેક્નોલૉજી અને કૌશલ્યવર્ધન શિક્ષણની કોઈ મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહિ. આમ, ભારત શિક્ષણક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહ્યું.

ઈ.સ. 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી. ઈ.સ. 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16,6 % હતો. એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિંદને શિક્ષણક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો નહિ. તેમની નીતિ બેજવાબદારીપૂર્ણ રહી. બ્રિટિશ તાબાના ભારત કરતાં ભારતનાં દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધારે હતો. જેમકે વડોદરામાં 28 %, મૈસૂર અને કોચીનમાં 35 % અને ત્રાવણકોરમાં 47.8 %.

ઉચ્ચ અને ટૅકનિકલ શિક્ષણ

ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ. સૌપ્રથમ વેલેસ્લીએ ઈ.સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી. ઈ.સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થપાઈ, જેમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગષ્ઠિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયો શરૂ કરવામાં આવ્યા. ઈ.સ. 1855માં તે પ્રેસિડન્સી કૉલેજ તરીકે ઓળખાઈ. જોકે આ પહેલાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વોરન હેસ્ટિંગ્સે ઈ.સ. 1780માં કોલકાતા મદરેસા (મુસ્લિમ કૉલેજ) અને જોનાથન ડંકને ઈ.સ. 1791માં બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી હતી, એમહર્સે ઈ.સ. 1853માં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિંદના શિક્ષણ માટેનો ‘મેગ્નાકાર્ટા’ કહી શકાય તેવો શિક્ષણસુધારો ઈ.સ. 1854માં ‘વુડના ખરીતા’થી થયો. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણખાતાની રચના કરવા, સરકારી કૉલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષત્રનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણ કરી. તેની સાથે-સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી.

ઈ.સ. 1954ના વુડના ખરીતાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષાખાતું શરૂ થયું, કોલકાતા, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ)માં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતમાં આ પછી ઈ.સ. 1882માં પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. મુંબઈમાં ઈ.સ. 1844માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ.

આ રીતે ભારતના વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતી ગઈ, કર્ઝને ઈ.સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો અને તેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યોને સેનેટમાં સ્થાન આપ્યું. 20મી સદીમાં પણ ભારતમાં ઈ.સ. 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી, ઈ.સ. 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈ.સ. 1922માં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી જેવી અગત્યની ઉચ્ચ શિક્ષણનો સંસ્થાઓની સ્થાપના થઈ. ઈ.સ. 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી. જોકે તે અપૂરતી હતી તે નોંધવું રહ્યું. કારણ કે વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ ધરાવતા રાષ્ટ્રમાં માત્ર 16 જ યુનિવર્સિટીની સંખ્યાથી ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર-પ્રસાર વિપુલ પ્રમાણમાં થઈ શક્યો નહિ.

વ્યાવસાયિક શિક્ષણ

ઈ.સ. 1854ના વુડના ખરીતામાં વ્યાવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી. જોકે ભારતમાં વિજ્ઞાન ટેક્નોલૉજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી. જેમાં બેંગ્લોર(બેંગલૂરુ)ની ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’, કલકત્તાનું ‘બોઝ સંશોધન કેન્દ્ર’ (આંતર વિદ્યાકીય), દહેરાદૂનનું જંગલખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્લીનું ‘ખેતીવાડી કેન્દ્ર’, રૂડકીમાં ‘ઇજનેરીવિદ્યા’ને લગતું કેન્દ્ર અને પૂના (પૂર્ણ)માં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ મુખ્ય ગણાવી શકાય.

સ્ત્રી-શિક્ષણ

સિરામપુરથી સ્ત્રી-શિક્ષણની શરૂઆત થઈ હતી. ઈ.સ. 1813થી ઈ.સ. 1851 સુધીના સમયમાં બંગાળ, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાંક અમીર કુટુંબોએ કન્યાશિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી હતી. રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી-શિક્ષણની મોટે ભાગે ઉપેક્ષા કરી હતી.

ઈ.સ. 1849-50ના અરસામાં બંગાળના અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મોસમાજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ.સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી તેમણે ભારતમાં સ્ત્રી-શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈ.સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યાશાળાઓ હતી. આ સમયે માત્ર 4.89 % કન્યાઓ શાળામાં જતી એટલે સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટે ભાગે નિમ્નકક્ષાની રહી એમ કહી શકાય. અગ્રગણ્ય શિક્ષણ-સુધારકો

અગ્રગણ્ય શિક્ષણ સુધારકો

19મી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો. તેમાંના કેટલાક ખૂબ અગ્રગણ્ય શિક્ષા- સુધારકો રહ્યા હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહિ થાય ત્યાં સુધી તેનો સર્વાંગી વિકાસ થઈ શકશે નહિ. એટલે આવા અગ્રગણ્ય શિક્ષણ-સુધારકોએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે કે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી જેમાં અગ્રગણ્ય હતા. રાજા રામમોહનરાય. તેમણે ઈ.સ. 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી, તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અગ્રેજી કેળવલીનો પ્રારંભ વા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થશે, તો બ્રહ્મોસમાજના એવા જ અગ્રિમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈ.સ. 1849.50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નિહ, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા-કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ ક્વેસ ઈ.સ. 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, આજે આ યુનિવર્સિટી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. અમદાવાદમાં ઈ.સ. 1850માં હરકુંવર શેઠાણીએ ‘છોડીઓની નિશાળ’ નામે કન્યાશાળાની સ્થાપના કરી હતી.

દયાનંદ સરસ્વતી

મહાન સમાજસુધારક દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. જયારે તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે ઈ.સ. 1902માં કાંગડી ગુડળની શરૂઆત કરી. સર સૈયદ અહેમદખાંએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ઈ.સ. 1864માં ગાઝીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી તેમજ ઈ.સ. 1875માં અલીગઢ ખાતે એંગ્લો-મોહમેડન ઓરિએન્ટલ કૉલેજની સ્થાપના કરી.

કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણક્ષેત્રે નમૂનારૂપ કહી શકાય તેવું કાર્ય કર્યું. (વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ.સ. 1901માં મક્ત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી.  તેમનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો. તે જ રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કરી.કન્યાઓ માટે મરજિયાત શિક્ષણની જોગવાઇ કરી.

મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો

મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું. તેમની શિક્ષણ યોજના ઈ.સ. 1936માં વર્ષા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. ડૉ. ઝાકીર હુસેનના વડપણ હેઠળ તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી હતી. તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઇ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ષા શિક્ષણ યોજના, પાયાની કેળવણી (બેઝિક ઍજ્યુકેશન), ઉદ્યોગશિક્ષણ જેવા શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકી ભારતીય શિક્ષણ-પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા.

ગાંધીજીનું માનવું હતું કે, પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી અપાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. તેઓ પાયાના શિક્ષણને સ્વાથી અને વ્યવસાયથી ખોપ આપવાના મતના હતા. તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને કમમાં એક હુન્નર શીખવવી જોઇએ. પ્રાથમિક શિક્ષા માતૃભાષામાં આપવાના તેઓ હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીન હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વાટકામ અને કાંતવ્ર ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા.

ઈ.સ. 1937માં હિંદના મોટા ભાગના પ્રાણોમાં તેમની પોજના પ્રમાણેની શાળાઓ અસ્તિત્વમાં આવી. સ્વાતંત્ર્યસંગ્રામની સાથે-સાથે મહાત્મા ગાંધીએ ઈ.સ. 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્લી અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી. ગાંધીજના પાયાના અનેક કાર્યકરોને વિભિન્ન આશ્રમો સ્થાપિત કરી  વિદ્યાર્થીઓને શિક્ષા આપવા ઝુંબેશ ચલાવી. જેમાં ક્કરબાપા, જુગતરામ દવે, પૂર્ણિમાબહેન પકવાસા વગેરે મુખ્ય છે, જાણવું ગમા ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને મનુષ્યનાં શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ.’ માત્મા ગાંધીજીના કેળવણીવિષયક વિચારો આપણને તેમની આત્મકથા “સત્યના પ્રયોગો”, “મારા સ્વપ્નનું ભારત” અને તેમનાં ગાંધીજીનો અક્ષરદેહ વગેરે પુસ્તકોમાંથી સુપેરે જાણવા મળે છે.

રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો

કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. (તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્ત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. પ્રકૃતિના અનિષ્ઠ સાનિમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે શાંતિનિકેતન

તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિ વિક્સે તેવી શિક્ષણ-વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિક્તા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા.

તેમણે ઈ.સ. 1901માં ‘શાંતિનિકેતન‘ સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ-વ્યવસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે. આ સંસ્થા આગળ જતાં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી મળ્યો હતો. તરીકે વિખ્યાત થઈ.)

કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના કવિતાસંગ્રહ ‘ગીતાંજલિ” માટે ઈ.સ. 1913માં નોબેલ પુરસ્કાર અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા ભારતમાં અંગ્રેજી શાસન સ્થપાયું તે સમયે કેટલાંક સામાજિક અનિષ્ટો કે દૂધણી પ્રવર્તતા હતાં. તે માનવતાના વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા. આ સામાજિક દૂષણોમાં મુખ્યત્વે બાળલગ્ન, અસ્પૃશ્યતા, બાળકીને દ | દૂધ પીતી કરવી, ગુલામીપ્રથા, રાતીપ્રથા, શાતિભેદ, વિધવા પુનર્વિવાહની મનાઈ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધાને ગણાવી શકાય.

19મી સદીમાં કેટલાક મહાન સુધારકોને ભારતનાં સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગતરૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને દૂર કરવા ઝુંબેશ ઉપાડી, 19મી સદીના ભારતને સામાજિક-ધાર્મિક સુધારાને ક્ષેત્રે નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુધારકોએ સમાજમાં રહેલી અપશ્રદ્ધા અને વિચિત્ર કહી શકાય તેવાં દૂષણો દૂર કરી ભારતીય સમાજને પરિવર્તિત કરવાનું મહાન કાર્ય કર્યું.

સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારા

19મી સદીમાં સ્થપાયેલી સંસ્થાઓએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી. જેમાં અગ્રસ્થાને રાજા રામમોહનરાય દ્વારા સ્થાપિત ઈ.સ. 1828ની બ્રહ્મોસમાજને ગણાવી શકાય. રાજા રામમોહનરાયે ઈ.સ. 1815માં ‘આત્મીય સભા” સ્થાપી અને ઈ.સ. 1821માં ‘સવાદ કૌમુદી’ નામની પત્રિકા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી તેમની સંસ્થા બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ.સ. 1820માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું.

એ જ રીતે બ્રહ્મોસમાજના પ્રયત્નોથી જ ઈ.સ. 1839માં ‘નરબલિ પ્રથા’ અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. રાજા રામમોહનરાય બાદ વિખ્યાત બ્રહ્મોસમાજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક “સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્યસમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેમના પ્રયત્નોથી ઈ.સ. 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાનાં લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું.

ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. તેમણે પોતાનાં રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિના ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ સ્થાન આપ્યું હતું. ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોક-ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ડૉ. ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો મળે તે માટે આજીવન સંઘર્ષ કર્યો. અનુસૂચિત જાતિના લોકોને મંદિરપ્રવેશ અને અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા. મામાસાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિનાં બાળકો માટે શાળા સ્થાપી હતી. એ જ રીતે પરીક્ષિતલાલ મજુમદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળા-છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસ માટેનાં દ્વાર ખોલ્યાં. ઠક્કરબાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા. તેઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી અને એ રીતે તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા.

આમ, સુધારણાની પ્રક્રિયા ધીમી પણ યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહી હતી, જેનું સુંદર ચિત્ર આપણને હલ જોવા મળે છે.

બાળલગ્ન :

અંગ્રેજોના ભારતમાં આગમન સમયે બાળલગ્નોની કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી. બાળલગ્નોના પરિણામે કજોડાના સંજોગોમાં મોટા ભાગે મહિલાઓ શોષણનો ભોગ બનતી. મહિલાઓ તેમજ કેટલેક અંશે પુરુષો પ બાળલગ્નના પરિણામે વિકાસથી વંચિત રહી જતા હતા.

કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મોસમાજી નેતાએ ઈ.સ. 1870માં બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી. તેમના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને તો રુપે જ છે, પરંતુ તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ બને છે. તેમના પ્રયત્નોથી ઈ.સ. 1872માં લગ્નવય સંમતિધારો’ પસાર થયો. આ ધારાથી 12 વર્ષથી નીચેની વયનાં છોકરા કે છોકરીનાં લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યાં.

મહિલાઓની દુર્દશા માટે બાળલગ્નની શાપિત પ્રથા હતી. કેશવચંદ્ર સૈનના પ્રયત્નોથી નવેમ્બર, ઈ.સ. 1870માં ‘ઇન્ડિયન રિફોર્મ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ, ઈ.સ. 1972માં બ્રહ્મ વિવાહ નિયમ બન્યા. ઈ.સ. 1846માં વિવાહની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ નિયત હતી. જે સંમતિ વર્ષ એપિનિષમ (19 માર્ચ, 1891) અન્વયે કન્યાનાં લગ્નની ઉંમર 10થી વધારીને 12 વર્ષની કરવામાં આવી. ઈ.સ. 1930માં શારદા અધિનિયમ દ્વારા કન્યાની ઉંમર 14 વર્ષની કરવામાં આવી, આઝાદી પછી ઈ.સ. 1949 અને ઈ.સ. 1978માં આ ઉંમર ક્રમશઃ 15 વર્ષ અને 18 વર્ષની કરવામાં આવી. આ કાયદાઓનો ધીમે-ધીમે સ્વીકાર થયો. પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ, સંયુક્ત પરિવારનું વિઘટન અને શિક્ષણના પ્રસારથી બાળલગ્નની કુપ્રથા કાનૂની રીતે બંધ થઈ છે.

કન્યા-કેળવણી :

મહિલાઓને શિક્ષશથી દૂર રાખવાનાં માઠાં પરિણાનો ભારતમાં જોવા મળ્યાં હતાં, સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહે એ સમાજ માટે પણ ધાતક પૂરવાર થાય. ઉપરાંત બાળકોના પડતરમાં સ્ત્રીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. જો તેઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને એ માટે કન્યા-કેળવણીની જરૂરિયાત છે.

વુડના ખરીતામાં ભારતીય પ્રજામાં સ્ત્રીશિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવાં પગલાં ભરવાનું ગવર્નર જનરલને સૂચન કર્યું. ખરીતામાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો. ભારતમાં એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉસીનું સ્ત્રી-કેળવણી પ્રત્યેનું હકારાત્મક વલણ હતું. કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં તેમણે જાહેર કર્યું હતું કે ઈ.સ. 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.’ વુડના ખરીતાથી સ્ત્રી-કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનો અનુરોધ કર્યો, પરિબ્રા નવી કન્યાશાળાઓ શરૂ થઈ..

વિધવાવિવાહ :

મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું, આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી.

પ્રાચીન ભારતમાં વિધવાવિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ. વિધવાઓનાં પુનઃલગ્ન માટે સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા.મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી.

ગુજરાતમાં ઈ.સ. 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મસભાની સ્થાપના કરી લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું, તો ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળલગ્ન અને વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યાં. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે. બી. ગ્રાન્ટે રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ, 1856 તરીકે ઓળખાય છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયાં. શ્રીચંદ્ર વિદ્યારત્ન સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આપ્રમાં કુન્દકુરિ વીરલિંગમ, પશ્ચિમ ભારતમા મહાદેવ ગોવિંદ રાનડે, ડી, કે. કર્વે, આર. જી. ભાડારકર, મી. એમ. માલાબારીએ પ્રસંશનીય કાર્ય કર્યું.

રામ મિશન અને સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળનો નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન કોલકાતાના યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા. (તેમનો જન્મ 12મી જાન્યુઆરી, 1863માં થયેલ, પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું), સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના (ઈ.સ.1897માં) કરી.

તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં (ઈ.સ. 1893મા) ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો. વિશ્વધર્મપરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો (Brothers and Sisters) શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા. પછી તેઓએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો.

સ્વામી વિવેકાનંદ

ઉપદેશ:

(તેમણે તે સમયના પ્રચલત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજસેવા અને સમાજ-સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નિહ અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ “માનવસેવા એ જ પ્રભુ સેવા છે.” તેઓ યુવાનોને કહેતા કે તિત, ગાગ્રત, પ્રાપ્ય વાનિોપત) ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્રોત બન્યા.)

અંગ્રેજોએ શિક્ષણ-વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો, પરિણામે ભારતમા શિક્ષણને વેગ મળી શક્યો નહિ. તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દૃઢ થયેલાં દૂષણોને દૂર કરવા માટે પણ સમાજસુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાનિયાં, પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજસુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા. સમય જતા સમાજે તે ૪ માંથી) સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યાં.

Scroll to Top