ગાંધીયુગના આંદોલનો અને સત્યાગ્રહો વિશેની ઊંડાણપૂર્વક માહિતી

મિત્રો આજના આ લેખ માં આપણે ગાંધીયુગના આંદોલનો અને સત્યાગ્રહો વિશે માહિતી મવળવીશું. જેમ કે ખેડા સત્યાગ્રહ, બોરસલ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ , અસહકારનું આંદોલન, ધ્રોલ સત્યાગ્રહ વગેરે વિશે ઊંડાણ પૂર્વક માહિતી મેળવીશું.

ગાંધીયુગના આંદોલનો અને સત્યાગ્રહો

ગાંધીયુગના આંદોલનો અને સત્યાગ્રહો

ખીલાફત આંદોલન

પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય મુસ્લિમોએ એટલા માટે સરકારને મદદ કરી હતી કે યુદ્ધની સમાપ્તિ પછી તુરકી સામ્રાજ્યને અંગ્રેજો વતી હેરાનગતિ કે નુકસાન કરવામાં નહીં આવે.

તે વખતે ઇસ્લામના ખાલીફા તરીકે તુર્કીના સુલતાન કહેવાતા હતા..

પરિણામે ભારતીય મુસલમાનો નિરાશ થયા અને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન કરવા તત્પર થયા . હકીમ
અજમલ ખાન, ડોક્ટર અહમદ અંસારી, મોલાના અલ હસન, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, અલીબંધુ વગેરે તુર્કના સમર્થકો હતા.

17 ઓક્ટોબર 1919 ના રોજ સમગ્ર દેશમાં ખેલાફત દિવસ ઉજવાયો હતો .
24 નવેમ્બર 1919 ના રોજ અખિલ ભારતીય ખીલાફત કમિટીએ દિલ્હીમાં સંમેલન યોજ્યું જેમાં ગાંધીજીને મુખ્ય મહેમાન તરીકે પસંદ કરવામાં આવ્યા.નવ જૂન 1920 ના રોજ ઇલ્હાબાદમાં અખિલ ભારતીય ખિલાફત કમિટીએ ગાંધીજીની અહિંસક અસરકારક આંદોલન કરવાની સલાહ સ્વીકારી લીધી અને ગાંધીજીને તે જ દિવસથી આંદોલનનું નેતૃત્વ સોંપી દીધું.

10 ઓગસ્ટ 1920 ના રોજ અંગ્રેજોએ સિવર્સેનિ સંધિ દ્વારા તુર્કીનું વિભાજન કરી દીધું. પરિણામે મુસ્લિમો ઘણા નિરાશ થયા અને સ્વતંત્રતા આંદોલનમાં સમર્થન આપવા લાગ્યા આમ ખિલાફત આંદોલનને વેગ મળી ગયો અને હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા સ્થપાય.

અસહકાર આંદોલન (1 ઓગસ્ટ 1920)

ઈસ. 1920 ના નાગપુર અધિવેશનમાં અસહકારની લડત માટેના ઠરાવ પસાર થઈ ગયા આ નાગપુર અધિવેશનમાં અન્ય બે મહત્વના નિર્ણયો લેવાયા એક સ્વરાજ મેળવવાનો નિર્ણય અને બીજો ગાંધીજીના રચનાત્મક કાર્ય કરવાનો નિર્ણય.31 માર્ચ 1921 ના રોજ વિજયવાડા ના કોંગ્રેસ અધિવેશનમાં તિલકના સ્મારક માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનું નક્કી કરવામાં આવ્યું .

વિજયવાડા અધિવેશનથી જ ગાંધીજીએ ઓછા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો જે આજીવનપાળી બતાવ્યો. પશ્ચિમ ભારત બંગાળ તથા ઉત્તર ભારતમાં અસહકાર આંદોલન જોરશોરમાં પ્રસર્યું હતું.

આશરે 90,000 જેટલા વિદ્યાર્થીઓએ સ્કૂલ તથા કોલેજો છોડીને આંદોલનમાં જોડાયા. 800 જેટલા રાષ્ટ્રીય સ્કૂલોની સ્થાપના કરવામાં આવી ગાંધીજીની અસર ગુજરાતના દરબારી કે ઠાકોર વર્ગ ઉપર પણ થઈ હતી. ઢસા કે રાયસાકણીના દરબાર ગોપાલદાસે ગાદીત્યાગ કરીને પોતાનું સર્વોચ્ચ દેશ અર્પણ કરી દીધું સાદૂ જીવન અપનાવી સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા.

અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ “કેસરે હિન્દ” તથા અન્ય ચંદ્રકો પાછા આપી દીધા હતા.

કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન (1921)

ડિસેમ્બર 1921માં અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 37 મો અધિવેશન ભરાયું. આ અધિવેશનના અધ્યક્ષ તરીકે સીઆર દાસની નિમણૂક કરવામાં આવી પરંતુ તે સમયે તેઓ જેલમાં હતા તેથી કાર્યકારી અધ્યક્ષ તરીકે હકીમ અજમલ ખા રહ્યા હતા.

અમદાવાદ અધિવેશનમાં સવિનય કાનૂનભંગ ની લડત ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અસહકારની ચળવળ થી દેશની બધી જેલો ભરાઈ ગઈ હતી અને અંગ્રેજો હવે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

1 ફેબ્રુઆરી 1922 ના રોજ ગાંધીજીએ બારડોલી થી સવિનય કાનૂનભંગની લડતની જાણ કરી હતી અને સાત દિવસની અંદર સમગ્ર રાજકેદીઓને છોડી મૂકવાની મહોલત આપતા ધમકી આપી હતી. 5 ફેબ્રુઆરી 1922 ના રોજ ઉત્તર પ્રદેશમાં ચોરી ચોરામાં શાંતિપૂર્ણ રેલી પર હેરાન કરતી પોલીસને ઉશ્કેરાયેલા લોકો એ 22 પોલીસ કર્મીઓને પોલીસ થાણામાં જીવતા સળગાવી દીધા.

ચોરી ચોરા હત્યાકાંડને લીધે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ રાખ્યો અને રચનાત્મક કાર્યક્રમો કરવાની હાકલ કરી.

12 ફેબ્રુઆરી 1922 ના રોજ બારડોલી ખાતે કોંગ્રેસની બેઠક મળી તેમાં અસહકારની ચળવળ પાછા ખેંચવાનો નિર્ણય ગાંધીજીએ લઈ લીધો. આંદોલન હવે ચરમબિંદુએ હતું ત્યારે જ ગાંધીજીએ તેને સમિતિ લીધું તેથી સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નેહરુ, મોતીલાલ નેહરૂ, સી.આર રાજગોપાલાચારી, સી.આર દાસ, અલીબધુ વગેરે નિરાશ થઈ ગયા અને ગાંધીજીની ટીકા કરવા લાગ્યા.

આવી સ્થિતિનો લાભ લઈને અંગ્રેજ સરકારે 10 માર્ચ 1922 ના રોજ ગાંધીજીની ધરપકડ કરી લીધી અને યેરવાડા જેલમાં પૂર્યા આ ગાંધીજીનો પ્રથમ જેલવાસ હતો.

ન્યાયાધીશ બ્રોમફિલ્ડે ગાંધીજીને લોકોને ભડકાવવાના અપરાધમાં 6 વર્ષની સજા કરી.

સરદાર સત્યાગ્રહ (1921)

મુંબઈના ગવર્નર રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે સરદાર ગામ ખાતે બતકોના શિકારનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.

મનસુખભાઈ મહેતા ના નેતૃત્વમાં લોકોએ આનો સખત વિરોધ કર્યો અને રાજકોટના દિવાન શ્રોફને પણ ફરિયાદ કરી પરંતુ મહેતાને હળદૂત કરી કાઢી મૂક્યા.

તેથી 2,000 થી વધારે માણસોએ સરઘસ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું મનસુખભાઈ મહેતા અને મણીભાઈ કોઠારીની ધરપકડ કરી તેઓને જેલમાં પૂર્યા.

લોકોએ ફરી વિરોધનો દેખાવ કર્યો પરિણામે ફેબ્રુઆરી 1922 માં તેઓને જેલમાં છોડી મૂક્યા અને શિકારનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો.

સ્વરાજ પાર્ટીની રચના 1922

ડિસેમ્બર 1922માં ગયા અધિવેશનમાં પરિવર્તન વાદી નેતા મોતીલાલ નેહરુ અને સિ.આર.દાસે રાજીનામું આપી દીધું.

માર્ચ 1923 માં મોતીલાલ નહેરુ અને શિયાળ દાસે ઇલ્હાબાદ કોંગ્રેસ ખેલાપત સ્વરાજ પાર્ટીની રચના કરી છે સ્વરાજ પાર્ટી તરીકે ઓળખાવા લાગી.

સપ્ટેમ્બર 1923 માં દિલ્હી અધિવેશનમાં સ્વરાજ પાર્ટીને ફરીથી કોંગ્રેસમાં સમાવવામાં આવી. ઈસ 1925 માં વિઠ્ઠલભાઈ પટેલને સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વિઠ્ઠલભાઈ પટેલ અત્યારે અમદાવાદના મેયર હતા.

નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923

આ સત્યાગ્રહની શરૂઆત જમનાલાલ બજાજે કરી હતી તેની ધરપકડ થતા મહારાષ્ટ્રના નાગપુરના ઝંડા સત્યાગ્રહમાં સરદાર પટેલની આગેવાની નીચે ગુજરાતી સત્યાગ્રહી ઓએ લડત આપી ઝંડો ફરકાવવાની સરકારે મનાઈ કરી હતી ત્યાં સત્યાગ્રહના પ્રભાવથી ફરી પાછો ઝંડો ફરકાવાની પરવાનગી આપવામાં આવી. અને સ્વયંસેવકોને છોડી મૂક્યા.

બોરસદ સત્યાગ્રહ 1923

બોરસદ તાલુકાના બાબરા દેવ અને કેટલાક બહારવટિયા નો ત્રાસ ફેલાયો હતો તેથી સરકારે બહારવટું રોકવા માટે વધારે પોલીસ ખર્ચ થાય છે એવા બહાને હેડીયાવેરો દાખલ કર્યો.

આ માથાદીઠ કે વ્યક્તિ દીઠ લેવા તો વેરો હતો. દરેક વ્યક્તિ પર બે રૂપિયા અને સાત આના લેવામાં આવતા હતા. આમ વેરાની સમગ્ર રકમ ₹2 લાખ 74 હજાર રૂપિયા થતી હતી. એક બાજુ બહારવટિયા અને બીજી બાજુ સરકારનો ત્રાસ વધ્યો હતો. આ સત્યાગ્રહનું નેતૃત્વ રવિશંકર મહારાજે કર્યું હતું.

ગુજરાત પ્રાંતિક સમિતિ આ વેરાન ભરવાની સલાહ આપી લોકોએ જપ્તી દંડ વગેરે સજા વહોરીને સત્યાગ્રહ કર્યો.

ગામેગામ સભાઓ યોજાઈ સ્વયંસેવકો નગારા દ્વારા લોકોની ચેતવી દેતા હતા નગારાનો અવાજ સાંભળીને લોકો પોતાના ઘરમાં તાળા મારી દેતા હતા, તેથી અમલદારો ઉઘરાણી વિના જ પાછા જતા.

સરદાર પટેલે નવા ગવર્નર લેસ્લી વિલ્સનને ખાસ અમલદાર મોકલી તપાસ કરવાની ફરજ પાડી આખરે સરકાર ઝૂકી અને 900 રૂપિયાની દંડની રકમ પરત કરી દીધી આમ પ્રજાનો વિજય થયો.

બારડોલી સત્યાગ્રહ 1928

ઈસ. 1926 માં બારડોલી તાલુકામાં જમીન મહેસુલની ફેર આકારણી કલેકટર જયકર અને સેટલમેન્ટ કમિશનરે ખોટી આકારણી કરીને તાલુકા નું 30% મહેસુલ વધારી દીધું હતું.

સાત વર્ષના ગણોતને એક વર્ષનું ગણાવી મોટી ભૂલ કરી હતી માત્ર 15% ના બદલે 50% જમીન ગણોત તરીકે અપાય છે એમ તેમને ધાર્યું હતું.

બારડોલી તાલુકામાં યોજાયેલી ખેડૂતોની પરિષદે મહેસુલ વધારાનો વિરોધ કરી વધારાનો મહેસૂલ ન ભરવાનો ઠરાવ કર્યો.
ખેડૂતો સરકાર સામે લડત ચલાવવા તૈયાર હતા આ ઉત્સાહ જોઈને કુંવરજીભાઈએ ‘ના કર’ ની લડતની આગેવાની વલ્લભભાઈ પટેલને સોંપી.

સરદાર પટેલે લોકોને મહેસુલ ન ભરવાની સલાહ આપી અને જુગતરામ દવેએ ‘સત્યાગ્રહ પત્રિકા’ઓ લોકોમાં વહેંચી. આશરે 5000 જેટલી પત્રિકાઓ લોકોમાં વહેંચાણી.નવજીવન અને યંગ ઇન્ડિયા માં ના કર ની લડતના સમાચારો પ્રગટ થયા.

સમગ્ર ગુજરાતમાં ‘બારડોલી દિન’ તરીકે ઉજવણી કરી અબાસ સાહેબ, ઇમામ સાહેબ, કલ્યાણજીભાઈ, તથા કુંવરજીભાઈ ની હાજરી તથા ફુલચંદભાઈના યુદ્ધ ગીતોએ લોકોમાં જોશ અને ઉત્સાહ ભર્યો.

આ લડતમાં બહેનોએ વધારે ઉત્સાહથી કામ કર્યું હતું બારડોલી સત્યાગ્રહની બહેનોએ જ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ આપ્યું . સરકારે રવિશંકર મહારાજ, શિવાનંદ સ્વામી, ફુલચંદભાઈ, અમરતભાઈ, સન્મુખલાલ વગેરે અને 11 ખેડૂતોને જેલમાં પુર્યા આ બાબતે 16 જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા.

આ લડતમાં 151 કાર્યકરોએ રાત દિવસ કાર્ય કર્યું હતું. 1500 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા અંતે સરકારે ખેડૂતો સાથે સમાધાન કરી નિષ્પક્ષ તપાસપંચ નિમવાનું નક્કી કર્યું બારડોલી લડતની સફળતાના કારણે ખેડા જિલ્લામાં માતર તાલુકાની જમીન મહેસૂલમાં 25% ઘટાડો થયો. જમીન મહેસુલ વધારાના વિરોધમાં લેન્ડલિંગની સ્થાપના થઈ જેનાથી લોકોમાં જાગૃતિ ફેલાય. બારડોલી સત્યાગ્રહ લડત દરમિયાન સુરત જિલ્લામાં દારૂબંધીની ચળવળ ચાલી હતી ઈસ. 1929 ના એપ્રિલમાં ઉનાઈમાં રાનીપરજ પરિષદ ભરાય જેમાં વડોદરા તથા વાંસદા રાજ્યની દારૂ અંગેની નીતિની સખત શબ્દોમાં ટીકા કે ઝાટકણી કાઢી હતી.

બ્રિટિશ સરકારે ઝૂકીને જપ્ત કરેલી જમીન પાછી આપી દીધી. કેદિઓને મુક્ત કર્યા હતા, છુટા કરાયેલા કર્મચારીઓને પાછા કામમાં લગાવી દીધા. આ ‘ના કર’ ની લડતનો વિજય થતા 12 ઓગસ્ટ 1928 ના રોજ બારડોલીમાં ગાંધીજી તથા સરદાર પટેલે જાહેર સભા યોજી સમગ્ર ગુજરાતમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા.

ખાખરેચી સત્યાગ્રહ 1929

રાજકોટ જિલ્લાના ખાખરેચી ગામ પર માળીયા રાજ્યોનો રાજા ત્રાસ ગુજરાતતો હતો અનેક વેરાઓ આ ગામ પર નાખ્યા હતા સમગ્ર માળીયા રાજ્યની મહેસુલી આવક 2 લાખની હતી તેમાંથી અડધા ભાગ અર્થાત એક લાખ માત્ર 15000 ની વસ્તી ધરાવતા ખાખરેચી ગામમાંથી ઉઘરાવવામાં આવતો હતો. છેલ્લા દસ વર્ષથી વેઠ પ્રથા અને ભારે કરવેરાથી લોકો ત્રાસી ગયા હતા આથી મગનલાલ પ્રેમચંદ ની આગેવાની હેઠળ આ રાજ્ય સામે સત્યાગ્રહ શરૂ થયો .

વઢવાણના ફુલચંદભાઈ શાહે પણ તેમાં ઘણી મદદ કરી. તેમણે 20 નવેમ્બર 1929 ના રોજ ખાખરેચીમાં તેમણે સભા કરી. માળિયા રાજ્યના રાજાએ લોકોમાં ભાગલા પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, મગદલાલ સહિતના કેટલાક નેતાઓને જેલમાં પુર્યા આખરે વર્તમાનપત્રોમાં વિગતો છપાતા રાજાએ નમતું જોખવું પડ્યું , અને લોકોની બધી શરતો મંજૂર કરવી પડી . સૌરાષ્ટ્ર સાપ્તાહી કે આ સત્યાગ્રહોને ‘કાઠીયાવાડનું બારડોલી’ કહીને બિરદાવ્યું હતું.

ધ્રોળ સત્યાગ્રહ 1931

પુરુષોત્તમ ઉદેશીએ ધ્રોલમાં સભા કરી હતી. અને સત્યાગ્રહની માહિતી લોકોને આપી હતી આ પ્રસંગે ફરકાવેલા રાષ્ટ્રધ્વજ પોલીસે જપ્ત કરી લીધો હતો .તેથી 26મે 1931 ના રોજ પાંચ બહેનો સહિત 55 લોકોએ ધ્વજ પાછો મેળવવા માટે સભા કરી પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો અને સખત વરસાદ હોવા છતાં પણ લોકોનો ઉત્સાહ અકબંધ રહ્યો, રાજકોટના કેટલાક વકીલો રાજા અને દીવાનને મળ્યા અને ધ્વજ પાછો આપવાની વિનંતી કરી. પરંતુ રાજાએ તેનો ઇનકાર કરી દીધો ફરીથી લોકોએ સત્યાગ્રહ ચાલુ રાખ્યું આખરે રાજા ને ફાટેલો ધ્વજ પણ પાછો આપવો પડ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top