ગુજરાતના ફિલ્મ કલાકારો

ફિલ્મ જગતમાં ઘણા બાધા એવા વિશ્વ પ્રસિદ્ધ કલાકારો છે. જે મૂળ ગુજરાતી છે. પરંતુ લોકો ને ખબર જ નથી કે તે ગુજરાતના છે. આજના આ લેખમાં આપણે તેવા જ ગુજરાતના ફિલ્મ કલાકારો વિશે માહિતી મેળવવાના છીએ.

ગુજરાતના ફિલ્મ કલાકારો

ગુજરાતનાં વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મ કલાકારો વિશેની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે.

ગુજરાતના ફિલ્મ કલાકારો

સોહરાબ મોદી

ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક સોહરાબ મોદીનો જન્મ વર્ષ 1997 માં મુંબઇમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના મોટાભાઈ નાટકોના દિગ્દર્શક અને અભિનેતા હતા. તેમની પોતાની એક નાટક મંડળી હતી. સોહરાબ મોદી મોટાભાઈ સાથે જોડાઈ ગયા.

– આ દરમિયાન 1931 માં ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ રજૂ થઈ. સોહરાબ મોદીને ફિલ્મના નવ ક્ષેત્રમાં પદાર્પણ કરવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેમણે વર્ષ 1935 માં મિનરવા મુવીટોન’ નામની કંપનીની સ્થાપના કરી. સોહરાબ મોદીએ વર્ષ 1935-36 માં બે ફિલ્મો બનાવી. ખૂનકા ખૂન’ અને ‘સઈદે હવસ’ તેમની ફિલ્મો તે સમયની સામાજિક સમસ્યાઓને વાચા આપતી હતી.

મોહરામ મોદીનો અવાજ અને સંવાદો બોલવાની છટા દર્શકોને ખૂબ આકર્ષતા હતાં. જહાંગીરના જીવન પરની ફિલ્મ પ્રકાર ને ખૂબ જ આવકાર મળ્યો. ત્યારબાદ ‘સિંકરદ’, ‘પૃથ્વિ વલ્લભ’, ‘નૌશેરવાન–એ–દિલ’ જેવી યાદગાર ફિલ્મો બનાવી બનાવી.

ભારતની સૌપ્રથમ ટેકનિકલ ફિલ્મ ઝાંસી કી રાની’ છે, જે સોહરાબ મોદીનું શ્રેષ્ઠ સર્જન હતું. આ ફિલ્મ માટે તેમણે હળવુડથી ખાસ ટેકનિશિયનોને બોલાવ્યા હતાં. વર્ષ 1951 માં બનેલી આ ફિલ્મ પાછળ છ લાખ જેટલો માતબર ખર્ચ કરેલો. જે કોઈન બળવાના વિષયવસ્તુઓ પર આધારિત છે. તેમણે મહાન ઉર્દૂ શાયર ‘મિરઝા ગાલિબ’ પર ખૂબ સુંદર ફિલ્મ બનાવી હતી. તે માટે રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

વર્ષ 190 માં સોહરાબ મોદીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેમનું મૃત્યુ વર્ષ 194 માં થયું.

મહેબૂબ ખાન

હિંદી ફિલ્મઉદ્યોગમાં ભવ્ય ફિલ્મોનું નિર્માણ–દિગ્દર્શન કરનાર મહેબૂબ ખાનનો જન્મ વર્ષ 1906 માં વલસાડ પાસેના બીલીમોરા ખાતે થયો હતો. વર્ષ 1927 માં બનેલી ફિલ્મ ‘અલીબાબા ચાલીસ ચોર માં નગારું વગાડનારનો રોલ કર્યો. ત્યાર બાદ સાગર મુવી ફિલ્મોમાં નાની મોટી ભૂમિકા ભજવી.

અદાકારીમાં રસ ન પડતાં વાર્તાલેખન શરૂ કર્યું. તેમની સાગર મુવી ટોને 1934 માં ‘જજમેન્ટ ઓફ અલ્લાહ ફિલ્મ બનાવી. વર્ષ 1935 માં ‘અલ હિલાલ’ ફિલ્મથી તેમને ખૂબ પ્રતિષ્ઠા મળી. વર્ષ 1940 માં નેશનલ સ્ટુડિયોના નેજા હેઠળ ‘ઔરત’ ફિલ્મનું નિર્માણ કરવા સાથે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે પ્રતિષ્ઠા પામ્યા. જયકિશન—જયશંકરના સંગીત સાથે તેમણે વર્ષ 1949 માં તેમની બનાવેલી ફિલ્મ ‘અંદાજ’ માં આવકાર મળ્યો. જેમની મહત્તમ સિદ્ધિ રંગીન ફિલ્મ મધર ઈન્ડિયા’ બનાવી હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ભારત સરકારે વર્ષ 1983 માં મહેબૂબ ખાનને ‘પદ્મશ્રી‘ નો ખિતાબ આપીને સન્માન કર્યું હતું.

સામાન્ય રોલથી ફિલ્મજગતમાં પદાર્પણ કરનાર મહેબૂબ ખાને ‘મહેબૂબ પ્રોડક્શન કંપની શરૂ કરી અને પોતાની શકિત અને સાહસથી યાદગાર ફિલ્મો આપી. તેમની અન્ય ફિલ્મો ‘અનમોલ ઘડી’, ‘નઝમા’, ‘તકદીર’, ‘અનોખી અદા નોંધપાત્ર છે. ફિલ્મ આન’ ના સર્જને તેમને ખૂબ પૈસા અને પ્રતિષ્ઠા અપાવ્યાં. વર્ષ 1950 માં મહેબૂબ ખાને પોતાનો સ્વતંત્ર સ્ટુડિયો શરૂ કર્યો. અલ્પશિક્ષિત હોવા છતાં આત્મવિશ્વાસ અને અપ્રતિમ કોઠાસુઝથી તેઓ ફિલ્મજગત પર છવાઈ ગયા હતા.

કલ્યાણ આણંદજી

1 હિન્દી ફિલ્મજગતમાં સંગીત દિગ્દર્શનના મહારથી જેવા બે ભાઈઓ કલ્યાણજી અને આણંદજી કચ્છના કુંદરોડી ગામના હતા. પિતાની મુંબઈમાં કરિયાણાની દુકાન હતી. તેઓ નવરાત્રિમાં અને ગણેશોત્સવ પર લેવાયોલિન વગાડતાં. તે વર્ષ 1954 માં બનેલી ‘નાગિન’ ફિલ્મમાં બીન રૂપે વગાડવામાં આવેલું. ચિત્રગુપ્તની ફિલ્મ ‘નાગપંચમી’ માં પણ તેમના સંગીતનો ઉપયોગ થયેલો હતો. વર્ષ 1958 માં સુભાષ દેસાઈની ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ માં સ્વતંત્ર રીતે સંગીત નિર્દેશન કર્યું. આ ફિલ્મનાં ગીતો ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં. પોસ્ટ બોકસ 999 ફિલ્મની સફળતામાં આ સંગીત-નિર્દેશક બેલડીનો મહત્તમ ફાળો રહ્યો હતો.

તેમના સંગીત સાથે લતા મંગેશકર, મુહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર, આશા ભોંસલે, મન્નાડે અને હેમંતકુમાર જેવા ખ્યાતનામ ગાયકોએ ગીતો ગાયા છે. તેમણે જેટલી ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. 6 આ સંગીત બેલડીને રાષ્ટ્રીય પુરસ્કાર, સિને મ્યુઝિક ડાયરેકટર્સ એસોસિએશન પુરસ્કાર તેમજ ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેઓ વર્ષ 1997 માં ભારત સરકાર તરફથી પદ્મ શ્રી એવોર્ડની સન્માનિત થયા છે.

ઉપેન્ટ ત્રિવેદી

સુપ્રસિદ્ધ અભિનેતા, નિર્માતા-દિગ્દર્શક અને રાજકારણી એવા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ વર્ષ 1997માં ઇન્દોરમાં થયો હતો. એમનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કુકડિયા ગામ. પિતાના અવસાન પછી મોટાભાઈ પાસે મુંબઈ જઈને ગુજરાતી રંગભૂમિનાં નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અભિનય સાથે મનુભાઈ પંચોળીની પ્રખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ઉપરથી પોતે નાટક લખ્યું, તે નાટકમાં ઉપરાંતમાં ‘મેજર ચંદ્રકાન્ત’, ‘અભિનયસમ્રાટ’, ‘નૌકાડૂબી’, ‘બાંધવા દિગ્દર્શન પણ કર્યું.

માડીજાયા’, ‘વેવિશાળ’ અને ‘પારિજાત’ નાટકો પણ ખૂબ જ સફળ રહ્યાં. ઉપેન્દ્ર ત્રિવેદીએ વર્ષ 1960 માં ‘કાદુ મકરાણી’ અને ‘મહેંદી રંગ લાગ્યો’ ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વાર ભૂમિકા અદા કરી. બાદમાં ‘હીરી સમ્રાટ’, ‘ વીર રામવાળો’, ‘જેસલ તોરલ’, ‘જોગીદાસ ખુમાણ’ અને ‘વનરાજ ચાવડો’ ફિલ્મમાં અભિનય કર્યો. આ ઉપરાંત તેમણે આકાશવાણીમાં પણ સેવા આપી હતી.

ઉપેન્દ્રભાઈએ પન્નાલાલ પટેલની વિખ્યાત નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી પણ ચલચિત્ર ઉતારીને ખેડૂતોની વંદનાને વાચા આપી હતી.

વર્ષ 1984 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય, ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ, ગુજરાત સરકારના સાંસ્કૃતિક બાબતો, માહિતી અને શહેરી વિકાસ ખાતાના મંત્રી તરીકે સેવા આપી. – વર્ષ 1989માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા. ગુજરાતની રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અભિનય આપનાર અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીને ગુજરાત હંમેશાં આદરથી યાદ રાખશે. તેમનું અવસાન 2015 માં થયું હતું.

અરવિંદ ત્રિવેદી

સુપ્રસિદ્ધ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના નાના ભાઈ અરવિંદ ત્રિવેદીનો જન્મ ઈ.સ. 1939 માં સાબરકાંઠાના કુકડિયા ગામમાં થયો હતો. પિતા ઉજજૈનમાં નોકરી કરતા હતા. તેથી અરવિંદ ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો. મુંબઈમાં ઈ.સ.1960 માં તેઓ ભારતીય વિદ્યાભવન હોલના મેનેજર તરીકે નોકરીમાં

જોડાયા. આ સમય દરમિયાન નાટકના ક્ષેત્રની ઘણી વિખ્યાત વ્યકિતઓના પરિચયમાં આવ્યા. મોટાભાઈ ઉપેન્દ્ર નાટકોમાં પગ જમાવી ચૂકયા હતા. તેથી અરવિંદભાઈને નાટકમાં ખેંચી ગયા. અરવિંદ ત્રિવેદીએ ‘વેવિશાળ’, “પારિજાત’, ‘મેજર ચંદ્રકાન્ત’, ‘તરસ્યો સંગમ’, ‘ગોરંભો’, ‘પરિવાર’, અને બીજાં ઘણાં નાટકોમાં ભૂમિકાઓ અદા કરી. નાટક ‘પારિજાત’ માં પડકારજનક ખલનાયકની ભૂમિકાને સફળતાપૂર્વક ભજવી. ભારતીય વિદ્યાભવનમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન મનહર રસકપૂર સાથે તેમનો પરિચય થયેલો. મનહર રસકપૂરે અરવિંદભાઈને તેમની ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’ માં મહત્વની ભૂમિકા આપી ત્યારબાદમાં પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ ‘લીલુડી ધરતી’ ફિલ્મમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી. અરવિંદભાઈ તેમના મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીના પગલે ગુજરાતી ચલચિત્રો પર છવાઈ ગયા. ખલનાયકથી લઈને વિવિધ ભૂમિકાઓ સફળતાથી ભજવીને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી.

‘રાજા ભરથરી’ માં તેમની બેવડી ભૂમિકા બદલ ગુજરાત સરકારે શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક એનાયત કર્યું હતું. ઉપરાંત ‘કુંવરબાઈનું મામેરું’ માં નરસિંહ મહેતાનો યાદગાર રોલ અદા કર્યો. ‘ગોરા કુંભાર’, ‘સંત દેવીદાસ’ અને ‘સૌરાષ્ટ્રનો સિં છેલભાઈ’માં પણ યાદગાર ભૂમિકા ભજવી. – અરવિંદ ત્રિવેદીની સર્વોચ્ચ સિદ્ધિ તો રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં ભજવેલ ‘રાવણ’ની ભૂમિકાની હતી. આ ભૂમિકા એટલી બધી અસરકારક રીતે ભજવી કે દેશભરમાં તેઓ ‘લંકેશ’ના નામથી ઓળખાવા લાગ્યા હતા ઈ.સ. 1990 પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા છે.

સંજીવકુમાર

હિંદી—ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર સંજીવકુમારનું વાસ્તવિક નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું. તેમનો જન્મ વર્ષ 1937 માં સુરત ખાતે થયો હતો. ફિલ્મ ‘નિશાન’ થી તેમણે ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમનો અભિનય એટલો બધો વાસ્તવિક હતો કે ગમે તેવું પાત્ર જીવંત બની જતું. યુવાન અને પ્રૌઢ વ્યક્તિનું અભિનય તેઓ ખૂબ જ બખૂબીથી અદા કરતાં. ફિલ્મ શોલે’, ‘ત્રિશુલ’, ‘ મોસમ’ અને ‘વિધાતા’ માં તેમણે અદ્ભુત અભિનય કરીને પ્રેક્ષકો પર અનેરી છાપ છોડી હતી. ફિલ્મ ‘દસ્તક’ અને ‘કોશિશ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક મળ્યું હતું. ઉપરાંત ‘આંધી’, અને ‘અર્જુન પંડિત’ માટે પણ શ્રેષ્ઠ અભિનેતાનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું.

વર્ષ 1975 માં બનેલી શોલે ફિલ્મમાં ‘ઠાકુર’નો કિરદાર આજ દિન સુધી બોલિવુડ ક્ષેત્રમાં જાણીતો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની યાદમાં સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ, સુરત ખાતે બનાવવામાં આવેલો છે.

દીના પાઠક

દીના પાઠકનો જન્મ વર્ષ 1923 ના રોજ અમરેલી ખાતે થયો હતો. અભ્યાસ દરમિયાન શાળા—કોલેજોનાં નાટકોમાં સક્રિય ભાગ લેતાં. વર્ષ 1941 માં તેઓ આઈ.પી.ટી.એ. (Indian People’s Theatre Association) નાં સ્થાપક બન્યાં. આઝાદીના પહેલાંના સમયમાં ‘ઘઉં કિસકા ખૂન હૈ’ અને ‘જાદુઈ ખુરશી’ જેવાં હિન્દી નાટકોમાં ખૂબ સારી ભૂમિકા ભજવી. મરાઠી રંગભૂમિમાં પણ અભિનય કર્યો. વર્ષ 1949માં લોકભવાઈ’ નામનું નાટક લખી, તેમાં નિદર્શન સાથે મુખ્ય ભૂમિકા ભજવી અને ખૂબ જ પ્રતિષ્ઠા મેળવી. છે. વર્ષ 1950માં અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાસભામાં નૃત્યશિક્ષિકા તરીકે જોડાયાં. વર્ષ 1952માં ‘નટમંડળ’ ની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. તેમણે વર્ષ 1957 માં મુંબઈમાં ‘નવનાટય’ ગ્રુપ’ ની સ્થાપના કરી. વર્ષ 1965 થી હિન્દી અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમણે બાસુ ભટ્ટાચાર્ય, હૃષિકેશ મુખરજી, ગુલઝાર, બિમલદા જેવા દિગ્દર્શકો સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે યુનિસેફના શૈક્ષણિક ટી.વી. કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. તેઓ ગુજરાત યુનિવર્સિટીના નાટક વિભાગના સલાહકાર બોર્ડનાં સભ્ય હતાં. આકાશવાણી અને દૂરદર્શન પર તેમની ઘણી મુલાકાતો પ્રગટ થઈ ચૂકી છે.

નીરૂપા રોય

ગુજરાતી અભિનેત્રી નિરૂપા રોયનું મૂળ નામ કોકિલા હતું. તેમનો જન્મ વર્ષ 1931 માં વલસાડ ખાતે થયો હતો. તેમણે સૌપ્રથમ વખત ‘રાણકદેવી’ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. વર્ષ 1946 માં ‘ગુણસુંદરી’ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કર્યું. આ ફિલ્મથી તેમનું નામ કોકિલામાંથી નિરૂપા રોય રાખવામાં આવ્યું. હિન્દી ફિલ્મોમાં તેમની સૌથી પહેલી ફિલ્મ ‘હમારી મંજિલ હતી. નિરૂપા રોયે 40 જેટલાં ધાર્મિક ચલચિત્રોમાં દેવીની ભૂમિકા ભજવીને લોકોમાં વિશેષ ચાહના મેળવી.

વર્ષ 1953માં બિમલ રોયની વિશ્વવિખ્યાત ફિલ્મ ‘દો બીઘા જમીન’ માં નાયિકાની ભૂમિકામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વર્ષ 1955 માં બનેલી ‘મુનમીજી’ ફિલ્મમાં હીરો દેવાનંદની માતાની ભૂમિકામાં અભિનય આપ્યો. આ ફિલ્મમાં તેમને સહાયક અભિનેત્રીનો ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યો હતો. ખાસ કરીને માતાની ભૂમિકાના પર્યાય જેવાં તેઓ બની ગયાં હતાં. માતાના શાનદાર અભિનય બદલ તેમને અનેક પુરસ્કારો મળ્યા.

સરિતા જોશી

અભિનેત્રી સરિતા જોશીનો જન્મ 1941 માં પૂર્ણમાં થયો હતો. સાત વર્ષની ઉંમરે વડોદરામાં ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

ભારતીય વિદ્યાભવન ખાતે વર્ષ 1962 માં તેમનું પ્રથમ નાટક “પેઢો રે પોપટ’ માં અભિનય કર્યો. વર્ષ 1966માં પ્રવીણ જોશીના ‘ચંદરવો’ નામના નાટકથી આઈ.એન.ટી. (Indian National Theatre) માં પ્રવેશ કર્યો. આ દરમિયાન પ્રવીણ જોશી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. વર્ષ 1983 માં ‘પ્રવીણ જોશી થિયેટર’ ની સ્થાપના કરી અને દિગ્દર્શન ક્ષેત્રે કાર્ય કર્યું.

‘રમત રમાડે રામ’, ‘સમય વર્તે સાવધાન’, ‘સંત શિરોમણિ’, ‘જનમટીપ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. આ ઉપરાંત ‘બીસ સાલ બાદ’ અને ‘કન્યાદાન’ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. મધુરાય કૃત ‘સંતુ રંગીલી(1973)’ નાટક પછી તેઓ સંતુ રંગીલી’ તરીકે જાણીતા થયા હતા. તેમને વર્ષ 1988માં કેન્દ્ર સરકારનો ‘સંગીત નાટક અકાદમી’ પુરસ્કાર વિજેતા બન્યાં. વર્ષ 2020માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પરેશ રાવલ

પરેશ રાવલનો જન્મ 1957ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું મૂળ વતન કલોલ પાસેનું પલિયડ ગામ, અભ્યાસ દરમિયાન કોલેજના નાટકોમાં ભાગ લેતા. પાર્લેના ઠક્કર હોલમાં જાણીતા અભિનેતાઓના અભિનયમાંથી પ્રેરણા લઈને અભિનયક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી.

અરવિંદ ઠકકરના ‘વેરી’ નામના નાટકમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ મહેન્દ્ર જોષીના ‘તોખાર’ નામના નાટકથી તેઓ જાણીતા થયાં.

વર્ષ 1984 માં દિગ્દર્શક કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મથી ફિલ્મક્ષેત્રે પ્રથમવાર અભિનય કર્યો. તેમણે હિન્દી ફિલ્મમાં શરૂઆતના તબક્કામાં ખલનાયક તરીકેની ભૂમિકા કરી. સરદાર પટેલના જીવન ઉપર આધારિત ફિલ્મોમાં તેમણે સરદાર પટેલની ભૂમિકા ભજવી હતી.

હેરાફેરી’, ‘હંગામા’ જેવી ફિલ્મમાં તેમને હાસ્ય કલાકાર તરીકેની ભૂમિકા કરી. તેઓ 16મી લોકસભામાં વર્ષ 2014 થી 2019 સુધી અમદાવાદ (પૂર્વ) લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય તરીકેની સેવા આપી.

અરુણા ઈરાની

અરુણા ઈરાનીનો જન્મ વર્ષ 1946 માં મુંબઈ ખાતે થયો હતો. તેમણે સૌપ્રથમ ‘ગંગાજમના’ ફિલ્મમાં બાળકલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. બાળકલાકાર તરીકે ‘તલાક’, ‘લાજવંતી’, ‘સરહદ’ અને અનપઢ’ જેવી ફિલ્મોમાં કાર્ય કર્યું હતું.

અરુણા ઈરાનીને સારી સફળતા જિતેન્દ્રની ફિલ્મ ‘ફર્ઝ’થી મળી. ત્યાર પછી અનેક ફિલ્મોમાં સફળતા મળી. મહેમૂદના કારણે બોમ્બે ટુ ગોવા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે રોલ કરવાનો મોકો મળ્યો.

વર્ષ 1971 માં રાજ કપૂરની ‘બોબી’ ફિલ્મમાં કામ કર્યું. વર્ષ 1976 માં ગુજરાતી ફિલ્મ ‘સંતુ રંગીલી’થી તેઓ જાણીતા થયા. આ ઉપરાંત મરાઠી, ભોજપુરી અને રાજસ્થાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો. ફિલ્મ અભિનય સાથે ટી.વી. દિગ્દર્શનના ક્ષેત્રે તેમનું વિશેષ પ્રદાન છે.

મહેશ કનોડિયા – નરેશ કનોડિયા

મહેશકુમારનો જન્મ વર્ષ 1931 માં કનોડ ગામમાં થયો હતો. મહેશકુમાર અને નરેશકુમાર આજના યુગમાં આ સંગીત બેલડી ભાઈઓ તરીકે જાણીતા છે. તેઓની મૂળ પરમાર છે, પરંતુ માતૃભૂમિનું કનોડનું ઋણ ઉતારવા ‘કનોડ’ ગામ પરથી ‘કનોડિયા’ અટક રાખવામાં આવી. મહેશકુમારનું વાસ્તવિક નામ મગનભાઈ હતું.

એચ.એમ.વી. કંપનીએ તેમની 12 વર્ષની ઉંમરે પ્રથમવાર તેમના નામનું રેકર્ડ બહાર પાડયું. ફૂટપાથથી લઈને લંડનના આલ્બર્ટ હોલ ઉપર સંગીતના કાર્યક્રમો આપ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘બૈજુ બાવરા’માં મહેશકુમારે બૈજુનો રોલ કર્યો હતો. તેઓ પાટણની લોકસભાની બેઠક પરથી સંસદ સભ્ય તરીકે પસંદ થયા હતાં.

નરેશકુમાર 100 થી વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આશરે 20 જેટલાં કાર્યક્રમો વિદેશમાં પણ આપ્યા છે. નરેશભાઈનો જન્મ પણ કનોડ ગામે થયો હતો. નરેશકુમાર અને મહેશકુમાર સગાભાઈઓ છે. તેઓ સંગીતના પણ સા જાણકાર છે.

નરેશભાઈ કરજણ બેઠક પરથી વિધાનસભાના સભ્ય તરીકે પસંદ થયા હતાં.

ક્રાન્તિલાલ રાઠોડ

ફિલ્મજગતમાં કલાત્મક ફિલ્મોના સર્જક કાન્તિલાલ રાઠોડનો જન્મ વર્ષ 1924 માં મધ્યપ્રદેશના રાયપુર ખાતે થયો હતો. તેમણે ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો. પછી અમેરિકા જઈને આર્ટ ઓફ શિકાગોમાં એનિમેશન ફિલ્મનો પણ અભ્યાસ કર્યો.

બાળકોના ચિત્રકામ વિશે ‘કલાઉન હોરાઈઝન નામની લઘુફિલ્મ બનાવી જેનું વિવરણ એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા’ એ કર્યું છે. કાન્તિલાલને ખરી સફળતા પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલ ફિલ્મ ‘કંકુ’ થી મળી.

કાન્તિલાલે ઈ.સ. 1974 માં ફિલ્મ ‘પરિચય’ નું દિગ્દર્શન કર્યું હતું. વર્ષ 1976 માં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ કર્યું.તેમણે એક બાળ ફિલ્મ ‘ઝંબો એન્ડ ધ ઝિંગબાર’ પણ બનાવી હતી.

આશા પારેખ

કલા, નૃત્ય અને અભિનયક્ષેત્રના અગ્રણી આશા પારેખનો જન્મ વર્ષ 1942 માં મહુવા ખાતે થયો હતો. ભારતનાટયમ્, કથ્થક અને કથકલી જેવા નૃત્યમાં તેઓ પ્રવીણ હતાં. સંગીત નૃત્ય નાટય અકાદમીએ તેમને ‘નૃત્ય શિરોમણિ’ ના ખિતાબથી નવાજ્યાં હતાં. આ ઉપરાંત તેમણે મુંબઈમાં ‘કલાભવન’ નામની નૃત્ય અકાદમીની સ્થાપના કરી.

જાણીતાં નૃત્યકાર ગોપીકૃષ્ણ સાથે વિદેશી સફર દરમિયાન ‘ચૌલાદેવી’ અને ‘અનારકલી’માં શ્રેષ્ઠ અભિનય કર્યો.

સમાજસેવાની ભાવના સાથે પોતાની કલાનો ઉપયોગ મુંબઈની શાંતાક્રૂઝ જનરલ હોસ્પિટલના વિકાસ માટે ફંડ ઊભું કરવા માટે કર્યો. જેમાં તેમણે મહુવા કેળવણી સમાજ, વિકટોરીયા મેમોરિયલ અંધશાળા, સંતરામપુર એજયુકેશનલ ઈન્સ્ટિટયૂટ અને રાજકોટ એજયુકેશનલ ઈન્સ્ટિટયૂટના ફંડ માટે પ્રોગ્રામો કર્યા.

હિન્દી ફિલ્મક્ષેત્રમાં ‘દિલ દે કે દેખો’ માં શમ્મી કપુર સાથે અભિનય કરીને પ્રવેશ કર્યો. તેમની જાણીતી ફિલ્મમાં ઉપકાર, સમાધિ, કટી પંતગ, ફિર વહી દિલ લાયા હું, આન મિલો સજના અને જિદ્દીનો સમાવેશ થાય છે.

ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા બદલ ગુજરાત સરકાર તરફ્થી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો હતો. તેમને વર્ષ 1991 નો ‘વિશ્વ ગુર્જરી’ એવોર્ડ પણ મળ્યો હતો. 1992 માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કર્યો

હતો. સિને આર્ટિસ્ટ એસોસિયેશનનાં કોષાધ્યક્ષ, ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ, મહારાષ્ટ્ર સરકારની ફિલ્મસીટીનાં ડિરેકટર, શાંતાક્રૂઝ હોસ્પિટલના પૂર્ણ સમયના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી.

તેમણે ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિડનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નૃત્યાંગના અને અભિનેત્રી હોવા સાથે દિગ્દર્શન ક્ષેત્રમાં પ્રવેશી જ્યોતિ’ નામની ફિલ્મ બનાવી હતી. ‘કોરા કાગઝ’ ટી.વી. સિરિયલનું નિર્માણ કર્યું.

ઇસ્માઈલ દરબાર

વાયોલિનાદનમાં તેમની હથોટી ગજબની હતી. એ સમયના ટોચના સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી, રાકેશ રોશન, બપ્પી લહેરી, જતીન—લિત, આનંદ–મિન્દિ, નદીમ—શ્રવણ અને એ. આર. રહેમાન જેવા સંગીતકારોના વાઘવૃંદમાં વાયોલિનવાદક તરીકે કામ કર્યું.

‘હમ દિલ ચૂકે સનમ’ ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું. આ ફિલ્મમાં ઉત્તમ રીતે રજૂ કરેલ યે આંખો કી યે ગુસ્તાખીયાં’ અને ‘ઢોલી તારો ઢોલ બાજે’ ગીતોએ દેશ ભરમાં ધૂમ મચાવી. ઈસ્માઈલ દરબારે આજ ફિલ્મમાં પરંપરાગત રાજસ્થાની લોકસંગીત સાથે શાસ્ત્રીય સંગીતનું સંમિશ્રણ કરીને અદ્દભૂત ટયુન્સ બનાવી હતી. રાગ આહીર ભૈરવ પર આધારિત ‘અલબેલા સજન આયોરી…..ની રચના કરી.

ઈસ્માઈલ દરબાર સંગીતક્ષેત્રે જાણીતા છે. ખામોશી : ધ મ્યુઝિકલ’ ફિલ્મમાં વાયોલિન વગાડેલું. ઈસ્માઈલે સંગીતકાર પ્યારેલાલના પિતા પંડિત રામપ્રસાદ શર્મા પાસે સંગીતની તાલીમ લીધી.

હમ દિલ દે ચૂકે સનમ’ દ્વારા ઇતિહાસ સર્જનાર સંજય-ઈસ્માઈલની જોડી ‘દેવદાસ’ ફિલ્મમાં સાથે કામ કર્યું. ફિલ્મના બેરી પિયા….. માર ડાલા…….. ડોલા ૨ે ડોલા……. ગીતો ખૂબ જ લોકપ્રિય થયા. ‘આ ફિલ્મ પણ સંગીતની દૃષ્ટિએ સફળ પુરવાર થઈ. 2003 નો વી. શાતાંરામ એવોર્ડ પણ ઈસ્માઈલ દરબારને મળ્યો.

તેમને ઝી ટીવી પરથી પ્રસારિત થયેલી સા રે ગા મા પા ચેલેન્જ અને સ્ટાર પ્લસની સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top