ગુજરાતના લોકનૃત્યો GPSC, ASI, PSI સ્પેશિયલ

ગુજરાતના લોકનૃત્યો સંબંધ વિવિધ પ્રદેશોમાં ત્યાંનાં ધાર્મિક, સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે નૃત્ય અને રાસલીલા સંકળાયેલી છે. ‘ઓખાહરણ’માં દંતકથા છે કે ઓખા એ ભગવાન શિવની પુત્રી હતા, જેમણે ભગવાન શિવ પાસેથી નૃત્ય શીખેલું, ભગવાન કૃષ્ણ ગોકુળમાં રચેલી રાસલીલાઓના સમન્વય સ્વરૂપે નૃત્ય અને રાસ જોવા મળે છે.

ગુજરાતમાં દરિયાકાંઠા અને આદિવાસી સંસ્કૃતિમાં વિશેષ પ્રકારે લોકનૃત્યો રજૂ કરવામાં આવે છે. દરિયાકાંઠાની સંસ્કૃતિમાં તેમના ધાર્મિક ઉત્સવો, નિત્ય પ્રક્રિયાઓ, દરિયાદેવ વગેરે સાથે સંકળાયેલ લોકનૃત્યો વિશેષ છે. જ્યારે આદિવાસી સંસ્કૃતિમાં હોળીના તહેવારની આજુબાજુ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને લોકનૃત્ય ઉજવાય છે.

ગુજરાતના લોકનૃત્યો

ગુજરાતના વિવિધ લોક નૃત્ય વિશેની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે.

ગુજરાતના લોકનૃત્યો

પઢાર નૃત્ય

નળકાંઠા વિસ્તારના પઢાર લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે.

તેથી આ નૃત્ય ‘હલેસા નૃત્ય’ તરીકે પણ ઓળખાય છે. તેઓ આ નૃત્ય દરમિયાન વાઘ તરીકે એકતારો, તબલાં, બગલિયું, મોટા મંજીરા વગાડતા હોય છે. તેથી તેને ‘પઢારોનું મંજીરા નૃત્ય’ પણ કહેવાય છે. આ નૃત્ય ફકત પુરૂષો દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં કયારેક યુવકો પોતાના હાથમાં, કોણી પાસે કે પગનાં ઢીચણ પાસે મંજીરા બાંધી દરિયા ખેડનો અભિનય કરે છે. રાજસ્થાનમાં આ નૃત્ય પ્રકાર ‘તેહર તાલ’ તરીકે જાણીતો છે.

રૂમાલ નૃત્ય

મહેસાણા જિલ્લાના ઠાકોરના લોકો તથા પછાત કોમના ભાઈઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. પુરુષો હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ ઘોડા કે અન્ય પશુઓનું મહોરું પહેરે છે.

તલવાર નૃત્ય 

ઓખામંડળના વાઘેરો દ્વારા આ કરવામાં આવે છે

ટિપ્પણી નૃત્ય

ટિપ્પણી નૃત્ય એ એક શ્રમ હારી નૃત્ય છે. સૌરાષ્ટ્રના ચોરવાડ વિસ્તાર તથા વેરાવળની ખારવણ બહેનો દ્વારા તેને રજૂ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં ઓરડા, મંદિર કે અગાસી ભોંય પર માટીથી લીંપણ કરવા માટે તેને પગ વડે ખુંદવામાં આવતી. આ નૃત્ય ઉત્સવ પર્વ કે ધર્મ સાથે સંબંધિત ન હોવાથી તેને સમપ્રધાન નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

દૈનિક શ્રમ જીવનની વાસ્તવિકતાને રજુ કરતું આ લોકનૃત્ય છે. જેમાં મનુષ્યએ પોતાની આજીવિકા મેળવવા માટે કરવા પડતા શ્રમનું વર્ણન જોવા મળે છે. શ્રમમાંથી આનંદ કેવી રીતે મેળવવો કે કઈ રીતે થાક દૂર થાય તે નૃત્યનો મુખ્ય હેતુ છે.

ટિપ્પણી એટલે લાકડી વડે ગોળ કે ચોરસ ત્ર ચાર ઈંચના લંબચોરસ લાકડાના ટુકડા બનાવવામાં આવતા. ભોંય એકસરખી ટીંપાય તે માટે ગોળાકાર અને સામસામે બહેનો ઉંભી રહી ધાબો ટીપતા.

લાંબા સમય સુધી ચાલતું આ કાર્ય કંટાળા જનક ન લાગે, તે માટે વચ્ચે વચ્ચે ગીતો ગાતા સાથે સંગીતમય વાજિંત્રોનો ઉપયોગ કરતા.

સૌરાષ્ટ્રમાં ચોરવાડની કોળી બહેન ઉપરાંત રાજકોટની મીલ બહેનોની ટિપ્પણી પત્ર વિશેષ છે. ગોહિલવાડના કંઠાળ્ય પ્રદેશની ખારવણ બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને કરુણતા જોવા મળે છે.

જામનગરની સીદી બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને ઉમંગ જોવા મળે છે, જયારે કડિયા, કુંભાર અને ઉબડ જાતિની સ્ત્રીઓ ટિપ્પણીમાં ઘીર ગંભીર ગીતોનો સમાવેશ થાય છે.

ગોઠ ગૂંથણ નૃત્ય

ગોગૂંથન–સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ મનમોહક રાસ છે. આ નૃત્યમાં વળેલી સુંદર મજાની દોરીઓનો ગુચ્છ અહર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એકેક છેડો રાસપારીઓના હાથમાં અપાય છે.

← પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ જામે છે. રાસની સાથે બેઠક, ફૂદડી ને ટપ્પા લેતાં રાસ પણ રમે છે. તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર

ગૂંથણી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળાં ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણીને ઉકેલવામાં આવે છે. આ રાસમાં કોળીઓની છટા, તરલતા અને વીજળી વેગ આપણું મન હરી લે છે.

ગરબો

‘ગરબો’ એ ગુજરાતનું વિશિષ્ટ લોકનૃત્ય છે. ‘ગરબો’ શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે.

આ નૃત્યમાં કાણાવાળી નાની માટલીમાં દીવો પ્રગટાવીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ-ગોળ ઘૂમવામાં આવે છે. આમાં કાણાવાળી માટલી ‘શરીર’ નું અને દીવો ‘આત્મા’ નું પ્રતીક છે.

આ નૃત્ય શકિત પૂજા માટે કરવામાં આવે છે. તે નવરાત્રિ, હોળી, શરદપૂર્ણિમા અને માંગલિક પ્રસંગોએ કરવામાં આવે છે. માટીના ગરબામા વચ્ચે છિદ્રો કરીએ છીએ તેને ‘ગરબો કોરાવવો’ કહે છે.

આ ઉપરાંત ગુજરાતમાં દાંડિયા–રાસ અને તાળી–રાસ પણ રમાય છે.

ગરબાના પિતા વલ્લભ અને ધોળાને ગણવામાં આવે છે. વલ્લભ અને ધોળાએ ‘શણગારનો ગરબો’, ‘કજોડાનો ગરબો ‘કળીકાળનો ગરબો’, ‘આનંદનો ગરબો’ આપેલા છે.

રાસ અને રાસડા : રાસ એ પુરૂષ પ્રધાન અને નૃત્ય પર કેન્દ્રિત છે જ્યારે ‘રાસડા’ એ સ્ત્રી પ્રધાન અને સંગીત પર કેન્દ્રિત છે.

ગરબી 

ગરબો અને ગરબી બંને નૃત્ય નવરાત્રી સાથે સંકળાયેલ ગેય નૃત્ય છે. ગરબો અને ગરબી બંને સંઘ નૃત્યોના જ પ્રકારો છે. ગરબા મોટે ભાગે સ્ત્રીઓ જ ગાઈ છે પરંતુ પુરુષો પણ એમાં જોડાય છે, જ્યારે ગરબી એ પુરુષો ગાઈ છે. ગરબો એટલે છિદ્રવાળો ઘડો અને ગરબી એટલે લાકડાની માંડવડી.
ગરબીમાં દાંડિયા, ઢોલ, નરધાં ને મંજીરાનો ઉપયોગ થાય છે.
ગરબી નવરાત્રી ઉપરાંત જન્માષ્ટમી, જળઝીલણી અગિયારસ જેવા ઉત્સવોના પ્રસંગે રમતો રાસનો એક પ્રકાર છે.

દયારામની ગરબી મુખ્યત્વે કૃષ્ણભકિત સાથે સંકળાયેલી છે. આથી તેને ‘ગરબીના પિતા’ ગણવામાં આવે છે. દેયારામની ‘રસિક વલ્લભ’ કૃતિ ગરબી પદ રચના માટે જાણીતી છે.

રાસ 

રાસ એ સૌરાષ્ટ્રનું આગવું લોકનૃત્ય છે. જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે.

સૂર, તાલ અને લયની સાથે ઓછા, મધ્યમ અને ગતિમય અવસ્થામાં હબ્લિસકરાસ, મંડળરાસ, તાલરાસ, દંડરાસ વગેરે લેવામાં આવે છે.

મહાભારતમાં રાસનૃત્યને દંડરાસ તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ અને ગોપીની રાસલીલા જાણીતી છે.

ગીતને અનુરૂપ પગની ઠેસની સાથે રમનાર વિવિધ આકૃતિની રચના કરીને એકબીજા સાથે દાંડિયા અથડાવીને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેનું દ્રશ્ય જોવા લાયક હોય છે.

ગુજરાતમાં રાસ મુખ્યત્વે નવરાત્રિ, કૃષ્ણજન્મ, રાંદલના લોટા કે વિવિધ ધાર્મિક પ્રસંગે લેવામાં આવે છે. રાસની જેમ ‘રાસડા’ પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. રાસડામાં પગની ઠેસ અને હાથની તાળીઓ મુખ્ય સ્થાને હોય છે. જે ખાસ કરીને ધાર્મિક પ્રસંગોએ સમૂહમાં રજૂ થાય છે.

રાસડા

રાસડા એ તાલરાસકનો પ્રકાર છે. રાસમાં નૃત્યનું મહત્વ છે, જ્યારે રાસડામાં સંગીતનું મહત્વ છે. આજે સ્ત્રીઓમાં એક થી વધુ તાળીના રાસડા લેવાય છે. રાસડા એ ગરબાની જેવો જ પ્રકાર છે. રાસ અને ગરબી પુરુષપ્રધાન છે, જ્યારે રાસડા સ્ત્રીપ્રધાન છે. રાસડામાં નારીહૃદયના ભાવો અભિવ્યક્ત થાય છે. રાસડાના ગીતમાં સામાજિક, શોર્ય, ત્યાગ બલિદાન, ટેક કે વીરતાનું ભરેલો હોય છે. રાધા કૃષ્ણનાં પ્રણય ગીતો પણ રાસડામાં ખૂબ ગવાય છે.

વ્રતોત્સવ પ્રસંગે, મેળાઓમાં, જન્માષ્ટમી, શરદપૂનમ પ્રસંગે સ્ત્રીઓ રાસડા લે છે.

કોળી સમાજ અને ભરવાડ સમાજના રાસડામાં સ્ત્રીપુરુષો સાથે જોડાય અને રાસ કરે છે. સ્ત્રીઓ તાલીઓના તાલે કે ચપટી વગાડતો ઢોલ સાથે રાસડા લે છે. એક સ્ત્રી ગવડાવે છે અને બીજી સ્ત્રીઓ ફરતી ફરતી ઝીલે છે.

સનેડો

મૂળ શબ્દ ‘સ્નેહડો’ પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ પ્રેમ અથવા સ્નેહ થાય છે. ગુજરાતના લોક નાટય, ભવાઈ સાથે તેની સામ્યતા છે. સનેડો મૂળ પાટણ જિલ્લાના ગ્રામ્યક્ષેત્રમાંથી ઉદ્ભવેલું લોકપ્રિય નૃત્ય છે. લગ્ન પ્રસંગોમાં, નવરાત્રિ જેવાં લોકપ્રિય તહેવારોમાં જાણીતો છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટ અને મણિરાજ બારોટ ભાઈઓએ સનેડાને ગુજરાતી પ્રજામાં લોકપ્રિય બનાવ્યો.

મણિયારો

મેર જ્ઞાતિના પરંપરાગત દાંડિયા રાસ તરીકે જાણીતા મહેર રાસને ‘મણિયારા’ રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગ્ન પ્રસંગ તેમજ નવરાત્રિના તહેવારોમાં મેર જ્ઞાતિના (ખાસ કરીને) પુરુષો દ્વારા મળિયારો રાસ લેવામાં આવે છે. મણિયારા રાસમાં દાંડિયા તરીકે જાણીતી નાની લાકડી હાથમાં લઈ પરંપરાગત ઢોલ અને શરણાઈના લઘુ અને તાના સમન્વયે જુદાજુદા પગલાઓ (સ્ટેપ) લેવાય છે. પગની ગતિ તાલબદ્ધ છતાં તરલતા ઓછી હોય છે. મણિયારો રાસ લેતાં પુરુષો એકથી દોઢ મીટર ઊંચા ઊછળીને વીર તથા રૌદ્ર રસની ગંભીર છટા પ્રદર્શિત કરે છે.

મેર નૃત્ય (ચાલખી નૃત્ય)

ખાસ પોરબંદરના ખમીરવંતી જાતિ મેરનું મેર નૃત્ય જાણીતું છે. લાંબી ભુજાવાળા, મુછાળા અને થોભાળા, પડછંદ શરીરવાળા, કેડીયાપર કસકસાવીને બાંધેલી ભેટ, કપાળપર છાજલુ કરતી પેચવાળી પાઘડી પહેરીને જુવાનિયાઓ રાસના મેદાનમાં ઉતરે ત્યારે વીર રસને સ્વરૂપે નૃત્ય ખડુ કરે છે.

મેરાયો નૃત્ય

સમયે રજપુતના દીકરાને તલવારે લડતા કે રમતા જોવા એ લહાવો છે.’સાંઢણી’, ‘કાનૂડો’ આ બે લોક નૃત્ય અહીંયા પ્રસિદ્ધ છે.

મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું નૃત્ય છે. સરખડ અથવા ઝુંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝૂમખાં ગૂંથીને મેરાયો બનાવવામાં આવે છે જેને ‘નાગલી’ કરે છે. આવા અનેક ઝૂમખાંને એક લાકડીની આસપાસ ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે. તેના ઉપર મોર અને પોપટ બેસાડવામાં આવે છે. બધા ઝૂમખાની વચ્ચે દીવડા પ્રગટાવવામાં આવે છે. એક માણસ કમરે નાળિયેરની કાચલી બાંધી તેમા મેરાયાને રાખવામાં આવે છે. આ રીતે મેરાયાને ટોળકી મેળામાં ફરે છે અને ઢોલ વગાડવામાં આવે છે અને ‘હડીલા નામનું શોર્ય ગીત ગાવામાં આવે છે. આ સમયે રાજપૂતના દીકરાને તલવારે લડતા કે રમતા જોવા એ લહાવો છે. ‘સંઢણી’, ‘કાનુડો’ આ બે લોક નૃત્ય અહિયાં પ્રસિદ્ધ છે.

ઢોલ અને શરણાઈના તાલ સાથે શૌર્યને બિરદાવતા હોય તે રીતે પગની ગતિ તાલ બહુ જોવા મળે છે.

અશ્વ નૃત્ય

અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળી સમાજમાં પ્રચલિત છે.

ખાસ કરીને આ નૃત્ય કારતક પૂનમના દિવસે પુરુષો ઘોડા પર બેસીને હાથમાં તલવાર લઈ ભેગા થાય છે અને ઘોડાની દોડ રાખવામાં આવે છે. આ સમયે શૌર્ય રસનું વાતાવરણ ઊભું કરી દે તેવું ઘોડા પર ઊભા રહીને હાથમાં તલવાર રાખીને જાણે કે દુશ્મનના દળને કાપતાં હોય તેવું દ્રશ્ય ઊભું થાય છે.

જાગ નૃત્ય

જાગ નૃત્યને માંડવી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ‘જાગ’ એટલે કેટલીક જ્ઞાતિમાં લગ્ન, જનોઈ કે સીમંતના પ્રસંગે માતાજીનો ઉત્સવ કરવામાં આવે છે. ત્યારે માતાનો જાગ તેડવામાં આવે છે. માતાજીની સ્થાપના કર્યા બાદ પાંચમા કે સાતમા દિવસે માતાજીને વળાવતી વખતે બાજોઠના ચાર ખૂણે લાકડુ બાંધી દેવામાં આવે છે. જેના ઘરે આ ઉત્સવ હોય તે સ્ત્રી આ જાગ માથે મૂકી ગામના ચોકમાં ઢોલના તાલે–તાલે માતાજીના ગરબા ગાય છે અને માથે જાગ મૂકેલી સ્ત્રી ગરબાની વચ્ચે પગના તાલ સાથે નૃત્ય કરે તેને ‘જાગ નૃત્ય’ કહે છે.

શરૂઆતમાં અમદાવાદના ઠાકોર જ્ઞાતિની સ્ત્રીઓ નવરાત્રિના પ્રસંગે માથે જાગ મૂકીને માતાજીની સ્તુતિ કરે છે. આ ઉપરાંત પાટણના રાધનપુરમાં પણ કોળી સમાજની બહેનો જાગ નૃત્ય કરે છે.

હીંચ નૃત્ય

આ નૃત્ય ભાલપ્રદેશ અને કાઠીયાવાડમાં જોવા મળે છે. ૬ શ્રીમંત, લગ્ન કે જનોઈ જેવા શુભ પ્રસંગોએ રાંદલ માતાને તેડવા માટે આ નૃત્ય કરાય છે. આ નૃત્યમાં રાંદલ માતા ફરતે

સ્ત્રીઓ રાંદલમાની સ્તુતિ કરતાં હીંચ લે છે કે હમચી ખૂંદે છે. આ નૃત્ય ‘હમચી નૃત્ય’ પણ કહેવાય છે. ભાલ પ્રદેશમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલના તાલે હીંચ નૃત્ય કરવામાં આવે છે. આ ઉપરાંત હાથમાં થાળી ? માટીનો ઘડો લઈને હીચ નૃત્ય કરવામાં આવે છે.

ઢોલારાણો નૃત્ય

ઢોલારાણોએ ગોહિલવાડ પંથકના કોળીઓનું નૃત્ય છે. ચોમાસાની ઋતુમાં ખળામાં ખેડૂતના હૈયા હરખાઈ ઉઠે છે. ખાસ કરીને આ કાપણી પ્રસંગનું નૃત્ય છે. આ નૃત્યને ભાવનગરની ઘોઘાસર્કલ મંડળી સરસ રીતે ભજવે છે.

ઠાગાનૃત્ય

ઠાગાનૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોકનૃત્ય છે. સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શૂરાઓના તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે છે તે ઠાકોરોના ઠાગા નૃત્યમાં જોવા મળે છે.

“વાર તહેવારે આ વિસ્તારના ઠાકોર ભાઈઓ ઊંચી એડીના અણીવાળા બૂટ, ગળે હાંસડી, પગમાં દોરો અને કાનમાં મોટા કોયડા પહેરી હાથમાં ઉઘાડી તલવારો લઈને ઠાગા લેવા નીકળે છે ત્યારે જીવન–મોતના યુદ્ધ જેવું દ્રશ્ય સર્જાય છે.

ભરવાડોના ડોકા અને હૂડારાસ

સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકારાસ અને હૂડારાસમાં ખીલે છે ત્યારે ગોપ સંસ્કૃતિના સાચા ખમીરનાં દર્શન થાય છે. ભરવાડોના રાસમાં કાન ગોપીનાં ગીતો મુખ્ય હોવા છતાં ડોકારાસમાં ગીતને ઝાઝું સ્થાન નથી.

ઢોલના અને શરનાઇ તાલે, લાંબા આખા પરોણા કે પરોણિયું લઈને દાંડિયા રાસ રમતા હોય છે. આ વખતે પગના તાલ, શરીરનું હલનચલન અને અંગની આગવી છટા ઊડીને આંખે વળગે છે.

જ્યારે હોડારાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસે રમે છે. આ રાસ ગીત વગર પણ ઢોલના તાલે સરસ ઉપડે છે. ભરવાડ અને ભરવાડણોના ભાતીગળ પોષાકને કારણે રાસનું દ્રશ્ય હૃદયગમ્ય બની રહે છે.

મટકી નૃત્ય

સૌરાષ્ટ્રમાં આ ‘મટકી નૃત્ય’ હાથમાં ખાલી ઘડો ઝુલાવીને નૃત્ય કરવામાં આવે છે. ગોહિલવાડ વિસ્તારમાં કોળી સમાજ દાંડિયાની સાથે મટકીથી રમે છે.

મટકી નૃત્યમાં બંને હાથમાં કડા પહેરેલા હોય પિત્તળના ઘડાને હીંચ સાથે ઘડાને ઝુલાવતા જાય છે અને નીચે ઉપર સરકાવીને તાલબદ્ધ રીતે નૃત્ય કરતા હોય છે.

માલધારી સમાજની બહેનો મટકી રાસમાં પગના ઠેકા સાથે કમરની લચક લઈને મટકીમાં કાકરા નાંખી રમે છે. આ નૃત્યમાં ગીત હોતું નથી. ફકત ઢોલ કે મટકીના તાલે હીંચ લેવામાં આવે છે.

મરચી નૃત્ય

તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર હાથની અંગચેષ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે. ખાસ કરીને આ નૃત્ય લગ્નપ્ર કરવામાં આવે છે.

શિકારી નૃત્ય

આ નૃત્ય ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીર-કામઠું અને ભાલા સાથે કરે છે, ત્યારે કરવા જતાં હોય તેવું દ્રશ્ય ઉભું થાય છે. આ નૃત્યમાં વીરરસ પ્રાધાન્ય છે.

તલવાર રાસ

પ્રાણીને બચાવવા, સીમાઓ સાચવવા, ધર્મોયુદ્ધો કે યુદ્ધ સમયે શહાદતની વીરની ખાંભી કે પાળિયા મુતિ વખતે વિજય સ્વરૂપે રાસ રમાતો. કચ્છ વિસ્તારમાં ક્ષત્રિય કોમનું વીરરસ પ્રધાન નૃત્ય છે.

પ્રભુ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા ત્યારે તેના સ્વાગતમાં અયોધ્યાવાસી । આ રાસ રમ્યો હોવાની દંતકથા છે. ઢોલ, શરણાઈ, નગારા, મંજીરા તેમના મુખ્ય વાદ્યો છે. ક્ષત્રિયવંશી રાસના ખેલૈયાઓ એક હાથમા લાકડી અને । હાથમાં તલવાર લઈને રાસ રમે છે. ઢોલ વચ્ચે ઉભો રહીને –

રાસને અનુરૂપ તાલ વગાડે છે. આ એક વૃંદ નૃત્ય છે મુખ્યત્વે વીર પ્રશસ્તિના ગીતો ગવાય છે. કયારેક માતાજીની સ્મૃતિ તથા જીવનને બોધ પાઠ આપતા ગીતો ગવાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top