ગુજરાતની નાટ્યકળા : સાંસ્કૃતિક વારસો

ગુજરાતની નાટ્યકળા

આપણો ભારત દેશ વિવિધ કલાઓથી ભરેલો છે. ત્યારે આપણે આજના આ લેખમાં ગુજરાતની નાટ્યકળા વિશેની ઊંડાણપૂર્વક માહિતી મેળવવાના છીએ. કલાના ઘણા બધા પ્રકારો હોય છે. જેમકે, સંગીતકળા, ચિત્રકળા, ભરત ગૂંથણ કળા, આમાંનીજ એક કળા એટલે કે નાટ્યકળા વિશે આજે આપણે અભ્યાસ કરીશું.

ગુજરાતની નાટ્યકળા

તખ્તાનાં તેજવાયો

ગુજરાતી નાટક

ઈ.સ. 1853 માં પારસી નાટક મંડળી દ્વારા સૌપ્રથમ ‘રૂસ્તમ ઝાબુલી અને સોહરાબ’ નામક નાટકથી જગન્નાથ શંકરશેઠની માલિકીના રોયલ થિયેટર ગ્રાન્ડ રોડ, મુંબઈ ખાતેથી આધુનિક ગુજરાતી રંગભૂમિ અને નાટકની શરૂઆત થઈ. નાટકની પ્રસ્તુતિમાં લેખક, કથાનક અને ભજવનારા કલાકારો પારસી હતા. તેની ભાષા પારસી (ગુજરાતી) હતી. ઈ.સ.1857માં આ મંડળી દ્વારા શેકસપિયરના નાટકો ગુજરાતીમાં રજૂ કરવામાં આવતા અને એલ્ફિન્સ્ટન નાટક મંડળી શરૂ કરી.

પારસી રંગભૂમિ દ્વારા ઉર્દૂગીત-નાટકોનો પ્રારંભ થયો હતો. પારસી નાટયકારોએ અંગ્રેજી નાટકોના રૂપાંતર ઉપરાંત ઈરાનની તવારીખ, ભારતની પૌરાણિક ઐતિહાસિક ભૂમિકા પર આધારિત નાટકો પણ આપ્યા હતા. પારસી રંગભૂમિના પ્રભાવે ગુજરાતી એકાંકીઓનું પ્રદર્શન બદલાયું છે. ચો

1870માં નાટય એક વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી. 1868 થી 1876નો સમયગાળો ગુજરાતી રંગભૂમિ માટે મહત્વનો હતો. તે સમયે કેખુશરૂ કાબરા નામના પારસી દ્રષ્ટિમંત નાટયલેખક અને રંગમંચના કુશળ વ્યવસ્થાપક સાબિત થયા. તેમણે પોતે ‘શાહનામા’માંનું કથાનક ‘બેજન મનીજેહ’ પર રચેલું નાટક પ્રથમ છપાવ્યું પછી ભજવ્યું હતું. આ નાટકના હજારથી વધુ પ્રયોગો થયા. કેખુશરૂ કાબરાજીએ પોતાની ‘નાટક ઉત્તેજક મંડળી’માં રણછોડભાઈ ઉદયરાયનું નાટક ‘હરિશ્ચંદ્ર’ દાખલ કર્યું. રણછોડભાઈ ઉદયરાયની મદદથી તેમણે સાંસારિક, હિન્દુ પૌરાણિક નાટકોને રંગમંચ પર ભજવવાની પહેલ કરી.

મહેતાજી નાટય મંડળી’ ના માધ્યમથી રણછોડભાઈએ ‘લલિતાદુઃખદર્શક’ નાટકનું દિગ્દર્શન સાથે ગુજરાતી રંગભૂમિમાં બિનપારસી ઉચ્ચારણ અને શબ્દોવાળી રંગભૂમિના પ્રથમ તબક્કાની શરૂઆત અહીંથી કરી હતી. આથી રણછોડભાઈને ગુજરાતી ‘નાટકના પિતા’ કહે છે.

ઈ.સ. 1875 થી 1890 સુધીનો સમયગાળો ગુજરાતી રંગભૂમિના ઈતિહાસનું સમૃદ્ધ પ્રકરણ છે. આ સમયગાળામાં ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા રણછોડભાઈ અને બરાજીથી શરૂ થઈને ડાયાભાઈ-મુલાણી સુધી પહોંચી. મુંબઈમાં અને મુંબઈ બાર પણ અનેક નાટક મંડળીઓ અસ્તિત્વમાં આવી.

આ સમયગાળામાં મુંબઈમાં ‘ગુજરાતી નાટક કંપની’ અને ‘દેશી નાટક સમાજ સ્થપાયા. આ બંને નાટય કંપનીઓનો ઇતિહાસ ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિના સુવર્ણકાળનો ઈતિહાસ બને છે. જયશંકર સર્વેશ્વર, નરોત્તમભાઈ શંકર અને શિવ શંકર કરશનજીએ ગુજરાતી નાટક કંપનીની સ્થાપના કરી હતી. જે મેહતાજીઓની નાટક કંપની તરીકે પણ જાણીતી છે. બાપુલાલ અને જયશંકર(સુંદરી)ને પ્રાણસુખ ડાહ્યાભાઈ ધોળશાજી અને મૂળશંકર મૂલાણી, ‘સૌભાગ્યસુંદરી’ અને

‘વીણાવેલી’ની નોંધ વગર ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ અધૂરો જ ગણી શકાય. મૂળશંકર મૂલાણી અને બાપુલાલ નાયકે મુંબઈની ‘ગુજરાતી નાટક મંડળી’માં નાટયલેખકોનો સહકાર મેળવી, જાતે નાટક લખી, જયશંકર ‘સુંદરી’ જેવા ઉત્તમ અદાકારો પાસે અદાકારી કરાવી તખ્તા પર પોતાનું નામ ઉજાળ્યું. વીસમી સદીમાં ગુજરાતી રંગભૂમિ અનેક કંપનીઓ દ્વારા જીવંત રહી. કયારેક ભાંગીને નવા સ્વરૂપે પ્રગટી. મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટ કાલબાદેવી રોડ નાટકોનું કેન્દ્ર હતું. ભાંગવાડી થિયેટરના પ્રવેશદ્વારના બે હાથીઓ મુંબઈમાં સીમાચિહ્ન બન્યા.

દેશી નાટક સમાજ

(1889 થી 1980) 1889માં કેશવલાલ શિવરામે જૈન કથાસાહિત્યમાંથી હૃદયસ્પર્શી ગતિશીલ કથાને ગીતોમાં આલેખી ‘સંગીત લીલાવતી’ નામે નાટક આપ્યું. ડાહ્યાભાઈ ઝવેરી, કેશવ લાલ અને શિવરામ અધ્યાપક એ અમદાવાદમાં ‘શ્રી દેશી નાટક સમાજ’ની સ્થાપના કરી. ડાહ્યાભાઈ પોતે નાટયકાર, દિગ્દર્શક અને સંગીતકાર હતા. તેમણે ‘સતી સંયુકતા’ (1892), ‘વીર વિક્રમાદિત્ય, ‘અશ્રુમતી’, ‘વીણાવેલી’ વગેરે નાટકો ભજવી લોકપ્રિયતા મેળવી. તેમણે વ્યવસાથી રંગભૂમિને અનુરૂપ નાટય નિયોજન સાથે હાસ્યરસ જોડવો. કંપનીએ મુંબઈમાં એમ્પાયર થિયેટરની બાજુમાં ‘દેશી નાટકશાળા’ નામનું નાટયઘર પણ બાંધ્યું. સમાજસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યમાં મદદગાર આ સંસ્થાએ પોતાનાં નટનટીઓ, દિગ્દર્શકો, નાટયકારોનું જીવનનિર્વાહ ચલાવ્યું. 1961માં સંસ્થાના દિગ્દર્શક કાસમભાઈને દિગ્દર્શન માટે રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રક મળ્યો. ગુજરાતી નાટક અને રંગભૂમિને રચનાત્મક વેગ આપનાર આ કંપની સૌથી લાંબુ આયુષ્ય ભોગવી 1980માં વેચાઈ ગઈ.

અર્વાચીન રંગભૂમિ

ન્હાનાલાલનાં નાટકોમાં તખ્તો અપ્રસ્તુત હતા. ૨. વ. દેસાઈએ ‘સંયુકતા’, ‘શકિત હૃદય’ તથા કે. મા. મુનશીએ ‘કાકાની શશી’ માં વ્યાવસાયિક રંગભૂમિના આ ખ્યાલને બદલ્યા વગરે નાટકને શિષ્ટ રૂપ આપવાનો પ્રયત્ન કર્યો.

ગુજરાતી રંગભૂમિના નાટકોને મઠારવાનો પ્રયત્ન ૨. વ. દેસાઈ – મુનશીથી શરૂ થાય છે. વાસ્તવલક્ષી રંગભૂમિ અને નાટકને સ્થાપવાનું કામ ચંદ્રવદન મહેતાએ કર્યું. ‘આગગાડી’ ગુજરાતી રંગભૂમિના વિકાસનું સીમાચિહ્ન છે. નાટયલેખક, દિગ્દર્શક, અભિનેતા, અભિનેવેશી નાટયપ્રેમી અને પ્રસારક તરીકે ચંદ્રવદનનું યોગદાન અસાધારણ છે.

ગુજરાતમાં સાંપ્રત યુગને અનુરૂપ, અનુકૂળ અનેકવિધ નાટ્યપ્રયોગો તેમણે કર્યા. ધંધાદારી જૂની ગુજરાતી રંગભૂમિના ભપકા, અભિનયની કૃત્રિમતા, ‘કુંવરી – પાઠ’ ભજવતા નટોનો ઘૃણાજનક દેખાવ, કથાનકોમાં હૃદયપરિવર્તનની પરંપરા, નાટકની ગૂંથણીની ત્રુટિઓનો રંગભૂમિના કોઈ સીધા સંબંધની ગેરહાજરી પર આકરા પ્રહારો કર્યા. સંસ્થાએ ‘નાટયરંગ’ નામે સામયિકની શરૂઆત કરી,

સુરત મહાનગરપાસિકા દ્વારા પ્રતિવર્ષ ત્રીઅંકીસ્પર્ધાઓ યોજાય છે તેમાં દસેક નાટકો રજૂ થાય છે. ગુજરાતમાં ભારત નાટયપીઠ દ્વારા તથા અવથા અનેક રૂપે રંગભૂમિને વિકસાવનાર જશવંત ઠાકરનું પ્રકને કાચ ચોળાય પછી તરત જ મૂકી શકાય એટલું છે.

નાટકની કળાનું સંવર્ધન અને તેમાં ગુજરાતી અસ્મિતાની ખોજ, સંસ્કૃતિ, સમાજનું પ્રતિરૂપ તેમના માટે કહ્યું નથી, વ્યવસાય અપાવે તેવી મનોરંજકતા જ વ છે, પરંતુ રંગભૂમિ પણ વ્યવસાયી બની પ્રેક્ષકોમાં સ્થાન બનાવતી થઈ. ગુજરાતી રંગભૂમિનું દુઃખ રહ્યું છે કે તે ગુજરાતમાં કદી વિસી નથી. મુંબઈમાં રીલેષ દવે, સુરેશ રાજડા, ધોબી વાડિયા, સિદ્ધાર્થ શંદેરિયા, અરવિંદ જોષી, સરિતા જોષી જેવા નાટયકારો પાછલા બે દાયકાથી સક્રિય રહ્યો છે. સરિતા જોષીને પદ્મશ્રી પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. તરકોલેજ નાટ્યસ્પર્ધાઓમાંથી નવા યુવા કલાકારોનું જૂથ આગળ આવી રહ્યું છે.

1974થી 77 સુધીમાં પરેશ રાવલ, શફી ઈનામદાર, ડેઈઝી ઈરાની, મહેન્દ્ર જોશી, સમીર ખખ્ખર, યશા ભર્યાં વગેરેએ વ્યવસાયી રંગભૂમિની શિથિલતા સામે વિદ્રોહ પ્રગટ કર્યો હતો. મહેન્દ્ર જોશી તેના બળવાન નેતા હતા અને રંગભૂમિને નવી તાજગી અને નવી હવાથી ભરી દીધી હતી. સિમાંશુની સ્ક્રીપ્ટ પરથી ‘તોખાર’ રજૂ થાય છે. પાંખ વિનાનાં પતંગિયાં’, ‘કૈસર ભીના’, ‘અશ્વત્થામા’ થી માંડી ‘મોજીલા મણિલાલ’ સુધીનાં નાટકો રજૂ કરી આ જૂથે વ્યવસાયી રંગભૂમિના માળખામાં બદલાવ કર્યો. મહેન્દ્ર જોષી, રાજેશ જોષી અને તુષાર જોષી તેમજ લેખક તરીકે પ્રકાશ કાપડિયા અને મિહિર ભૂતા અને દિગ્દર્શનમાં વિપુલ શાહ અને લેખનમાં આતિશ કાપડિયા તથા ઉત્તમ ગડા ઉમેરો થયો. જોષી અને ભુતાના ‘ચાણકય’ નાટકે લોકપ્રિયતા મેળવી હતી.

અમૃત કેશવ નાયક (1877)

અમૃત કેશવ જન્મજાત કલાકાર હતા. અમૃત કેશવ નાયકે નાની વયે એક ઉચ્ચકોટિના નાટયકલાકાર તરીકે સ્થાન મેળવી લીધુ હતું. નાનપણમાં જ રંગભૂમિમાં પ્રવેશી સહાયક દિગ્દર્શકનું સ્થાન મેળવ્યું હતું. તેમણે શેકસપિયરના હેમ્લેટ, રોમિયો જુલિયટ જેવા નાટકોમાં નાની વયે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ખટાઉ આલ્ફેડ કંપનીને અપનાવીને અમૃત કેશવે શેક્સપિયરનાં ‘હેમ્લેટ’, ‘રોમિયો જુલિયેટ’, મેઝર હોય બેઝર્વસિષ્કાઈનનાં ઉર્દૂ રૂપાંતરોમાં, સંગીતપ્રધાન નાટકોમાં માપૂર્ણ ભૂમિકા ભજવી. હાસ્યનટની અદાકારીથી લઈ અભિનયના શિખરે પહોંચ્યા. સંગીતનું ઊંડું જ્ઞાન, લખનીના કથન નર્તક કાલિકાપ્રસાદ અને રસાભિવ્યકિતની તાલીમ લીધી. ઉર્દૂ અને વ્રજ ભાષાના મીઠા લહેકા પરનો કાબુ, જાતે જ ગીતો રચવાની અને બંદિશોની આવડત અને સૂઝથી તેમનો અભિનય વિકસ્યો. અમૃત કેશવ દેશભકિતના રંગે રંગાયેલા હતા. તેમનાં ગીતો તરજો લખની–કલકત્તાના જલસાઓમાં અને શેરીઓમાં ફરત ગાયકોને કંઠે ગવાતા. મુંબઈ અને અમદાવાદના જાહેરમાર્ગો સાથે તેમનું નામ જોડી પ્રજાએ આ કલાકારના કાર્યની સ્મૃતિ સાચવી તેમનું ગૌરવ વધાર્યું.

કવિ-ચિત્રકાર, ફુલચંદ માસ્ટર (1979)

ચિત્રશિક્ષકની નોકરી કરતાં કરતાં તેઓ સાહિત્ય તરહ વળેલા. એક દાયકા સુધી તેમણે નાટયલેખન કર્યું. વ્યવસાયે તેનો શિક્ષક હતા તેથી માસ્તર તરીકે જાણીતા થયા. પૌરાણિક વિષય-પસંદગીની પરંપરા તેમણે જાળવી. 1907માં મોરબી આર્યસુબોધ નાટક મંડળીને એમણે મહાસતી અનસૂધા’ નાટક લખી આપ્યું. સંસ્કૃત નાટકોને એમણે રંગભૂમિને અનુરૂપ ઢાળ્યાં હતાં. સિનેમાની ફલેશબેકની ટેકનિકને નાટકમાં પ્રયોજી હતી. કંપની માલિકો તેમ જ નટવગે તેમને દૂભવ્યા જેથી એમણે રંગભૂમિ પરથી સન્યાસ લઈ લીધો.

જયશંકર ‘સુંદરી’ (1880)

જયરાંકરભાઈનો જન્મ વીસનગર પાસે ઊંઢાઈ ગામમાં થયો. બાર વર્ષની ઉંમરે સૌપ્રથમ કરી. મૂળ અટક ‘ભોજક’ ને બદલે તે ‘સુંદરી’ નામે ઓળખાયા. બાળપણમાં ત્રણ વર્ષ કલકત્તામાં નાટકમાં કામ કર્યું અને 1901થી મુંબઈમાં ‘ગેઈટી થિયેટર્સ’ માં જોડાયા. તેમણે 32 વર્ષ સુધી અનેક નાટકોમાં સ્ત્રીની ભૂમિકા કરી. તેમણે બે નાટકમાં પુરુષની ભૂમિકા કરી. પ્રો ‘સુંદરી’ની આત્મકથા ‘થોડાં આંસુ : થોડાં ફૂલ’ નામે પ્રગટ થઈ હતી. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીએ An Actors Prepares’ નાટક ભારતમાં ઘણા શહેરોમાં દર્શાવ્યું. આ સંસ્થાએ ‘ઘોડાં આંસુ : થોડાં ફૂલ’ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ પ્રગટ કર્યો. 1948માં તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને ગુજરાતની નાટયપ્રવૃત્તિને સજીવન કરવા તેમણે જહેમત ઉઠાવી. તેમના પ્રયાસથી ‘નાટય વિદ્યામંદિર’ અને ‘નટમંડળ’ની સ્થાપના થઈ.

1952માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક, 1957માં રાષ્ટ્રપતિ દ્વારા રંગમંચ માટે શ્રેષ્ઠ ચંદ્રક, 1964માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલાવિભાગના પ્રમુખ બન્યા હતા. ઓને 1971માં પદ્મભૂષણનો ખિતાબ મળ્યો હતો.

હસમુખ બારાડી (1938)

ગુજરાતી નાટયકાર, દિગ્દર્શક અને નાટયવિવેચક હસમુખ બારાડી રાજકોટના વતની હતા. 1961માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી ડિપ્લોમા થયા બાદ 1964માં બી.એ. થઈ 1972માં મોસ્કોની યુનિવર્સિટીમાંથી થિયેટર વિષય સાથે એમ.એ. થયા. ‘નાટક સરીખો નારદ હુન્નર’ તેમના નાટક અને રંગભૂમિને લગતો સંગ્રહ છે. 1959થી 1964 દરમ્યાન આકાશવાણીમાં સેવાઓ આપી. આ ઉપરાંત 1973થી 1993 સુધી ‘ઈસરો’માં કાર્યક્રમ – નિર્માતા હતા. બારાડી નાટયપ્રવૃત્તિને સમર્પિત લેખક – કલાકાર છે. તેમણે ડઝન જેટલાં નાટકો આપ્યાં છે અને લોકકેન્દ્રી થિયેટરના શેરી—નાટકો લખ્યાં અને ભજવ્યા.

તેમણે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી તૈયાર કર્યો, યુનિવર્સિટી ગ્રંથિનાં બોર્ડ માટે ટીવી પ્રોડક્શન’ પર પાઠયપુસ્તક પણ તૈયાર કર્યું હતું. ભારતમાં તેમ જ વિદેશમાં નાટક અને રંગભૂમિને લગતી અનેક તાલીશિબિરોનું સંચાલન કરતા હતા, બટુભાઈ ઉંમરવાડિયાની સ્મૃતિમાં સ્થપાયેલી નાટય શિક્ષણ સંશોધન સંસ્થા ના કાર્યવાહક રહ્યા હતા. ‘નાટક’ ત્રૈમાસિકના તંત્રી તરીકે સેવા આપી હતી. તેઓને નાટયલેખન માટે નર્મદચંદ્રક અર્પન્ન થયો હતો.

રણછોડભાઈ ઉદયરામ (1873)

ગુર્જર રંગભૂમિના પિતા રણછોડભાઈનો જન્મ મહુધામાં થયો. તેમણે મહુધા, નડિયાદ અને અમદાવાદમાં શિક્ષણ લીધું. ભવાઈની બેઢંગી રજૂઆતથી અકળાઈને તેમણે શેક્સપિયરનાં નાટકો અને સંસ્કૃત નાટક શૈલીમાં નવાં નાટકોનું નિર્માણ કર્યું હતું. તેઓએ ‘મુંબઈ–ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી હતી. તેમનું ‘લલીતા દુઃખદર્શક નાટક જાણીતું છે. ‘રત્નાવલી નાટિકા‘, ‘રસમાળાઃ ભાગ- અને 21, ‘રણપિંગળ’ જેવા ગ્રંથોથી તેમની પ્રતિભાનો પરિચય મળે છે.

કેખુશરૂ કાબરાજી (1842)

ગુજરાતી રંગભૂમિના વિકાસમાં કેખુશરૂ કાબરાજીનો ફાળો મુખ્ય છે. કાબરાજી નીડર, પ્રામાણિક, ઉત્સાહી, પુરુષાર્થી અને તેમનું જીવન સમાજલક્ષી પ્રવૃત્તિઓથી ભરપૂર હતું. કાબરાજીએ અર્વાચીન ગુજરાતી રંગભૂમિના વર્ષોમાં અનેક નાટકો લખ્યા હતા. તેમાં ‘નળદમયંતી’, ‘હરિચંદ્ર’, ‘નંદબત્રીસી’ અને ‘લવકુશ’ મુખ્ય છે. તેમણે ‘રાસ્તે ગોફતાર’ ‘સત્યપ્રકાશ’ અને ‘સ્ત્રીબોધ’ જેવાં સામયિકોમાં લખાણો લખીને સમાજ-પરિવર્તન વેગ આપ્યો.

જશવંત ઠાકર (1915)

જશવંત ઠાકરનો જન્મ ઈ.સ. 1915માં ખેડા જિલ્લામાં થયો હતો. જશવંત ઠાકર નાટયશાસ્ત્રના ઊંડા અભ્યાસી તેમજ નાટય પરંપરાના જાણકાર, ઉત્તમ નટ, દિગ્દર્શક અને નિર્માતા હતા. તેમના અવાજની રેન્જ અદાકારીએ તેમને અર્વાચીનોમાં ઉત્તમ સ્થાને સ્થાપ્યા છે. તેઓએ શેકસપિયરના અનેક નાટકો ગુજરાતીમાં ઉતાર્યા હતા. તેઓ સંગીત નાટક અકાદમીનો નેશનલ એવોર્ડ, ગુજરાત સંગીત નાટક અકાદમીનો એવોર્ડ, રણજિતરામ ચંદ્રક, શાંતિચંદ્રક, જેવા એવોર્ડથી સન્માનીત થયા હતા. જશવંત ઠાકરે ભરત નાટયપીઠ મંડળીની શરૂઆત કરી હતી.

ભરત નાટયપીઠ

1948માં જશવંત ઠાકરે આ નાટક મંડળી શરૂ કરી. તેમણે દિગ્દર્શક કેન્દ્રીત નાટયપ્રવૃતિ શરૂ કરી. તેમણે મેકિસમ ગોર્કીના નાટકનો ‘ઊંડા અંધારેથી’ નામે અનુવાદ કર્યો. તેમણે શેકસપિયરના હેમ્લેટ નાટકના 30 પ્રયોગો કર્યા.

તેમની કારકિર્દીનું સૌથી સફળ નાટક મુદ્રા રાક્ષસ, દુઃખનો બેલી અને રવિન્દ્રનાથ ટાગોરનું

અચલાયતનનો અનુવાદ – રજૂઆત કર્યો. નાટ્ય તાલીમના નાટયશિક્ષણના મૂળતત્વો ‘નાટયપ્રયોગશિલ્પ, ‘લોકનાટય અને ગામડું’ જેવા અનેક પુસ્તકો લખ્યા.

ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી)

ઈન્ડિયન નેશનલ થિયેટર ગુજરાતની જાણીતી નાટયસંસ્થા છે. તેની સ્થાપના 14માં થઈ હતી. 1942ના કંદ છોડો આંદોલન વખતે સમાજવાદી વિચારધારાનો રંગમંચના માધ્યમથી લોકશિક્ષણમાં તેનો ઉપયોગ કરવા આ સંસ્થા સ્થાપવાનો તેમણે વિચાર કર્યો. અવિનારા વ્યાસની નૃત્યનાટિકાઓ ‘કાળભૈરવ’ તથા ‘ભૂખ’ રૂપે આ થિયેટરમાં રજૂ થઈ હતી. જવાહરલાલ નેહરૂનું ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ અને ‘નરસૈંયો’, ‘મીરાં’ અને ‘આમ્રપાલી’ રજૂ થયા.

1940 માં આગાર્થે અત્રેના ભાષાતર ‘લગ્નની બેડીથી આ મંડળે ગુજરાતી નાટક ભજવવાનો આરંભ કર્યો ત્યારથી ગુજરાતી નાટકમાં ટિકિટ લેવાની પ્રથા શરૂ થઈ. સરિતા જોશીની નાટયપ્રતિમા આઈ.એન.ટી. (ઈન્ડિયન નેશનલ થિયેટર) માં પૂર્ણતઃ વિકસી. ‘જેસલ તોરલ જેવા સવાસો જેટલા ગુજરાતી નાટકો આઈ.એન.ટી. (ઈન્ડિયન નેશનલ થિયેટર)માં ભજવાયા હતા.

ભવાઈ 

ભવાઈની શરૂઆત 13મી સદીમાં સિદ્ધપુરના યજુર્વેદી બ્રાહ્મણ અસાઈત ઠાકર અલાઉદ્દીન ખીલજીના સરદારો ઉલુઘખાન અને નુસરતખાને જ્યારે પાટણ પર ચઢાઈ કરી, તે સમયે અસાઈત ઠાકરના ઘરે બાજુના ગામની પાટીદાર હેમાળા પટેલની દીકરી રહેવા આવી હતી. અલાઉદ્દીન ખીલજીના સરદારો દ્વારા આ સમયે બહેન–દીકરીઓની લાજ લૂંટાતી હતી. SOCIOL કરવામાં આવી હતી.

પોતાના ઘરે આવેલ પાટીદાર દીકરીની લાજ બચાવવા અસાઈત ઠાકરે અલાઉદ્દીન ખીલજીના સરદારો સામે પોતાના સંગીતની બંદગી પેશ કરી. જેથી સરદારોએ ખુશ થઈ તેને કંઈક માંગવા કહ્યું. ત્યારે અસાઈત ઠાકરે તેના ઘરે આવેલ પાટીદાર દીકરીની ધરપકડ ન કરવાની માંગણી કરી અને તેને પોતાની જ દીકરી ગણાવી. ત્યારે દરબારના કોઈક વ્યકિતએ અસાઈત ઠાકરની કોઈ દીકરી ન હોવાની જાણ કરી અને જો તે દીકરી અસાઈત ઠાકરની જ હોય તો તેને એક ભાણામાં જમવા કહ્યું. જો અસાઈત ઠાકર પાટીદાર દીકરી સાથે એક જ ભાણામાં જમે તો તેનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય, તેનો તેને ખ્યાલ હતો. છતાં તે પાટીદાર દીકરીની આબરૂ બચાવવા તેની સાથે એક ભાણામાં જમે છે. અને આ રીતે તેનો ધર્મ ભ્રષ્ટ થાય છે અને તેને નાતની બહાર કાઢવામાં આવે છે.

ધર્મ ભ્રષ્ટ થતાં જીવન નિર્વાહ માટે અસાઈત ઠાકરે પોતાના ત્રણ સંતાનો સાથે મળીને ભવાઈ મંડળીની શરૂઆત કરી. અસાઈત ઠાકરના ત્રણ સંતાનો સમય જતાં ‘તરગાળા’ તરીકે ઓળખાયા. ભવાઈનો અર્થ થાય છે જિંદગીની કથા’. અસાઈત ઠાકરે લોકોનું મનોરંજન થાય અને એકનો એક વેશ વારંવાર ન કરવો પડે તે માટે 360 જેટલાં વેશોની રચના કરી. જેમાં સૌથી જૂનો વેશ ‘રામદેવ પીરનો વેશ છે.

પરંપરાગત વેશોને તેમની કેન્દ્રીય થીમ અનુસાર ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે, (1) ઐતિહાસિક ઘટનાઓને અનુરૂપ વેશો ઃ સ્થાનિક ઈતિહાસને અનુરૂપ વેશોમાં ઝુડા ઝૂલ, જુલ, જસમા ઓડણ વગેરેનો સમાવેશ થાય છે. જે પૈકી ઝંડા ઝૂલણનો વેશ એ સાંપ્રદાયિક સૌહાદનો સંદેશો આપે છે. (2) ધાર્મિક વેશો : ગણપતિ, કાન—ગોપી, રાવલ, રામદેવપીરનો અર્ધનારીશ્વરનો વેશ (3) સામાજીક મુદ્દાઓને અનુસાર વેશો : આ વેશોમાં પ્રાથમિક તત્વ તરીકે વ્યંગ અને સામાજિક ટિપ્પણી હોય છે. પુરિબો, સારણિયો, વણઝારા, મિયાંબીબીનો વેશ, કજોડાનો વેશ વગેરે (4) કૌશલ્યો ઘરાવતા વેશો : આ વેશોમાં હાથની મુદ્રા અને શારીરિક કુશળતાઓનો સમાવેશ થાય છે. આ વેશ વ્યક્તિગત કૌશલ્ય પર આધાર રાખે છે. આ રીતે અસાઈત ઠાકરને ભવાઈની શરૂઆત કરવા બદલ ‘ભવાઈના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. – ભવાઈ કરનાર ટોળકીને પેડ’ કહેવામાં આવે છે. જેના પરથી પ્રખ્યાત કહેવત ‘પેડ આવે મશાલ પેટે પ્રચલિત છે.

 • ગુજરાતના લોકનૃત્યો GPSC, ASI, PSI સ્પેશિયલ

  આ ભવાઈની શરૂઆત ‘ભૂંગળ’ નામનું વાજિંત્ર વગાડીને કરવામાં આવે છે અને ભૂંગળ વગાડનારને ભૂંગળિયો’ કહેવામાં આવે છે. જે ગુજરાતમાં એકમાત્ર વિસનગરના કંસારા પરિવાર ભુંગળ બનાવવાનું કામ કરે છે. ભવાઈની શરૂઆતમાં સૌપ્રથમ ‘ગણપતિ’નો વેશ ભજવવો અનિવાર્ય છે. ભવાઈ મુખ્યત્વે દેવી ઉપાસનાના એક ભાગ તરીકે ભજવાય છે જે ભવાની પૂજનની વિધિ સાથે સંકળાયેલ છે. જેથી નવરાત્રિમાં પણ ભજવવામાં આવે છે. ભવાઈ કોઈ ચોક્કસ માળખામાં ઢળાયેલી ન રહેતા મુકત રીતે ભજવાય છે તેથી તેની ભજવણીમાં તાજગી જોવા મળે છે. ભવાઈમાં જુદાજુદા દેશી રાગો વાપરવામાં આવે છે, જેમ કે, રામગરી , પણ એમાં વપરાયેલ જોવા મળે છે.

  ભવાઈ મંડળીના મુખ્ય પાત્રને ‘નાયક’ કહેવામાં આવે છે. – ભવાઈનો વેશ શીખવનાર ‘વૈશગોર’ તરીકે ઓળખાય છે. ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરૂષ દ્વારા ભજવવામાં આવે છે તેને ‘કાંચળિયો’ કહેવામાં આવે છે. ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને ‘સુખાજી’ કે ‘મશંકરો’ કે ‘રંગલો’ તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ વેશમાં થતો નાચ ‘કેરબો’ તરીકે ઓળખાય છે. માટે લોટા કે બેડા મૂકી નાચ કરનારને ‘કેરબો’ કહેવાય છે. ભવાઈ વેશ કરનાર માટે વસ્તુઓ લાવનાર કે લઈ જનાર ‘કોટવાલ’ તરીકે ઓળખાય.

  ભવાઈમાં વપરાતી બોલી ઉત્તર ગુજરાતી બોલી એટલે કે ‘પદ્મલી’ બોલી છે.

  ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ દલપતરામની ‘ભૂંગળ વિનાની ભવાઈ’ છે. આ ઉપરાંત ચંદ્રવદન ચીમનલાલ મહેતાની કૃતિ ‘હોલિકા’ માં પણ ભવાઈના બીજ જોવા મળે છે. ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ ‘બહુરૂપી’ હતી. – અસાઈત ઠાકરે ભવાઈ ઉપરાંત ‘હંસાઉલી‘ નામની પદ્યવાર્તાની પણ રચના કરી.

  નોંધઃ
  ગુજરાતમાં ‘ભવાઈ’ એક લોકનાટક છે. જ્યારે રાજસ્થાનમાં ‘ભવાઈ’ નામનું એક લોકનૃત્ય છે. ‘ભવાઈ’ જેવું લોકનાટક મહારાષ્ટ્રમાં ‘તમાશા’ તેમજ ઉત્તરપ્રદેશમાં ‘નૌટંકી’ નામે ઓળખાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top