જાણો પૃથ્વીની આંતરિક રચના વિશે | interior of the earth

લેસરયુગમાં પ્રવેશી ગયેલો માનવીએ માનવીના હૃદય સુધી પહોંચી શક્યો છે, પરંતુ પૃથ્વીના હાર્દ સુધી પહોંચી શક્યો નથી. એટલે કે પૃથ્વીની આંતરિક રચના સમજી શક્યો નાથી.  વિશ્વમાં ઊંડામાં ઊંડી ખાણ 3.2 કિ.મી. ઊંડી છે. યાંત્રિક સાધનો વડે પણ માનવી 12 કિ.મી. ઊંડાઈએ પહોંચી શક્યો છે જ્યારે ભૂ-સપાટીથી પૃથ્વીનું આંતરિક કેન્દ્ર 6378 કિ.મી. જેટલું દૂર છે. જેમાંથી મનુષ્ય પૃથ્વીના આંતરિક ભાગોમાં માંડ 10 કિ.મી. જેટલુ સીમિત જ્ઞાન ધરાવે છે.

♦ પૃથ્વીની આંતરિક રચના

પૃથ્વીની આંતરિક રચના

1. અકુદરતી સાધન

a. ઘનત્વ (Density) :-

→ પૃથ્વીની સરેરાશ ધનતા 5.5 ગ્રામ પ્રતિ ધન સે.મી. છે. જ્યારે પૃથ્વીના બાહ્ય સ્તરની ઘનતા લગભગ 3.0, મધ્યસ્તરની ઘનતા 5.0, આંતરિક સ્તરની ઘનતા 11 થી 13.5 ગ્રામ પ્રતિ ઘન સે.મી. છે.

→ આમ, જેમ જેમ પૃથ્વીના આંતરિક ભાગ તરફ જઈએ તેમ ઘનતા વધતી જાય છે એવું અનુમાન છે. આ ઉપરાંત પૃથ્વીનો આંતરિક ભાગ ‘Core’ એ લોખંડનો બનેલો માનવામાં આવે છે.

b. દબાણ (Pressure) :-

એક નિયમ છે કે કોઈપણ પદાર્થને ગરમ કરતા જઈએ અને → વિજ્ઞાનનો સાથે સાથે તેના ઉપર દબાણ વધારતા જઈએ તેમ તેમ તેનું ઉત્કલન બિંદુ વધતુ જાય છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં પણ આવું જ બને છે.

→ પૃથ્વીમાં 1.5 કિ.મી.ની ઊંડાઈએ 1 ચોરસ મીટર જેટલા વિસ્તાર પર 5000 ટન દબાણ થાય છે. આમ, ભૂગર્ભમાં ઊંચું તાપમાન હોવા છતાં તેના પર દબાણ એટલું બધું છે કે તે લચીલા ઘન સ્વરૂપમાં છે અને ઘનતા વધુ છે.

c . તાપમાન (Temperature) :-

→ 4.5 અબજ વર્ષ પૂર્વે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે અતિ તપ્ત વાયુનો ગોળો હતી. સમય જતાં તેનું ભૂ-કવચ ઠરીને ઘન સ્વરૂપમાં રૂપાંતરિત

આમ છતાં, કેટલાક અપ્રત્યક્ષ સાધનો દ્વારા તો કેટલીક કુદરતી ઘટનાઓ દ્વારા પૃથ્વીની આંતરિક સંરચના કેવી હશે તે અંગે શોધખોળ થઈ છે અને હજુ પણ ચાલુ છે. પૃથ્વીની આંતરિક સંરચના બાબતે જાણકારી આપતા સાધનોને મુખ્યત્વે નીચેના ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે.

થઈ ગયું પણ તેનો અંદરનો ભાગ આજે પણ અત્યંત ગરમ હોવાનો અનુમાન છે. જ્વાળામુખી પ્રફોટન સમયે નીકળતો લાવા અને ભૂ- સપાટી પર કેટલીક જગ્યાએ નીકળતા ઝરા અને ફુવારાનું પાણી ગરમ હોય છે.

→ પૃથ્વીની ભૂ-સપાટીથી કેન્દ્ર તરફ જઈએ તેમ તેમ દર 32 મીટરની ઊંડાઈએ 10° સે. તાપમાન વધે છે. અર્થાત્ કહી શકાય કે દર એક કિ.મી.ની ઊંડાઈએ 30° સે. તાપમાન વધે છે. આ દ૨ મુજબ પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10000° સે.થી પણ વધુ હોવાનો અંદાજ છે.

→ આમ, પૃથ્વીનું ભૂગર્ભ ગરમ છે જે નીચેની બાબતોથી પણ સાબિત

થાય છે. 1. પૃથ્વીમાં જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ દર એક કિ.મી.ની ઊંડાઈએ 30° સે. તાપમાનના દરે વધારો થાય છે.

2. જ્વાળામુખી પ્રસ્ફોટન દરમ્યાન પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો ગરમ લાવા પૃથ્વીની સપાટી પર આવે છે.

૩. પૃથ્વીની સપાટી પર અનેક સ્થાનોએ પૃથ્વીના આંતરિક ભાગમાંથી આવતા ગરમ પાણીના ઝરા આવેલા છે.

→ જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન નીકળતા વાયુ અને પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો એ સૂચવે છે કે ભૂગર્ભમાં પ્રવાહી તથા વાયુ સ્વરૂપે ખડકો રહેલા છે. આમછતાં પૃથ્વીનો આંતરિક ભાગ ધન સ્વરૂપે હોવાની અનેક સાબિતીઓ મળી છે જે નીચે મુજબ છે.

પૃથ્વીનો આંતરિક ભાગ ઘનસ્વરૂપે હોવાની સાબિતીઓ :- 1. પૃથ્વીના પેટાળમાંથી ધરતીકંપના મોજા (લહેરો) એ રીતે પસાર થાય

છે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થતાં હોય. 2. સૂર્ય અને ચંદ્રના આકર્ષણબળના કારણે પૃથ્વી પરના સમુદ્રો, મહાસાગરો વગેરેમાં ભરતી આવે છે. જો પૃથ્વીનું ભૂગર્ભ પ્રવાહી સ્વરૂપમાં હોત તો તેમાં પણ ભરતી પ્રક્રિયાથી જે હલચલો થાત તેના પરિણામે પૃથ્વી

સપાટી પર ઉથલપાથલ ચાલ્યા જ કરતી હોત પણ તેમ થતું નથી. જો પૃથ્વીના ભૂગર્ભનો વિસ્તાર વાયુ સ્વરૂપે હોત તો વરાળના ભારે દબાણથી ક્યારેક પૃથ્વી ફાટી જાત પરંતુ સમગ્ર પૃથ્વી ઘન દડો હોય – એક એકમ હોય એવું વર્તન કરે છે. 3.

આમ, પૃથ્વીનું ભૂગર્ભ વાયુ સ્વરૂપમાં પણ નથી કે પ્રવાહી સ્વરૂપમાં પણ નથી. પૃથ્વીનો ભૂગર્ભ ‘પ્લાસ્ટિક સ્વરૂપે’ :- (અર્ધઘન / અર્ધપ્રવાહી સ્વરૂપ)(સુઘટ્ય અવસ્થા)

→ પૃથ્વીનું ભૂગર્ભ ઊંચા તાપમાને પણ ઘન સ્વરૂપમાં કેમ હોઈ શકે ? તો વિજ્ઞાનના નિયમ મુજબ કોઈપણ પદાર્થને ગરમ કરતાં જઈએ અને સાથે સાથે તેના ઉ૫૨ દબાણ વધારતા જઈએ તેમ તેમ તેનું ઉત્કલનબિંદુ વધતું જશે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં આજ નિયમ લાગુ પડે છે. આથી જ જ્યારે પૃથ્વીના નબળા ભાગનો પૃષ્ઠ ભાગ તૂટે છે ત્યારે જ મેગ્મા ઉ૫૨થી દબાણ ઓછું થતાં ત્યાંના ઊંચા ઉષ્ણતામાનના લીધે અને પદાર્થનું ઉત્કલનબિંદુ ઓછું થતું હોવાથી તે પ્રવાહી સ્વરૂપે બહાર આવે છે. આમ, જ્વાળામુખીના ઉદ્ગાર સમયે પ્રવાહી મેગ્મા બહાર આવે છે. પરંતુ કેટલાક વિદ્વાનોના મત મુજબ પૃથ્વીના ભૂ-કવચ અને ભૂગર્ભ વચ્ચેના ભાગમાં જે દબાણ અને ગરમી છે તથા ભૂકંપના મોજા જે રીતે પસાર થાય છે તે એમ નિર્દેશ કરે છે કે વચ્ચેનો તે ભાગ ‘પ્લાસ્ટિક સ્વરૂપે’ છે.

2. પૃથ્વીની ઉત્પત્તિથી સંબંધિત સિદ્ધાંત :-

→ ચેમ્બરલિનની ગ્રહાણું કલ્પના મુજબ પૃથ્વીની ઉત્પત્તિ ધન ગ્રંહાણુથી થયેલ છે. આથી તેનો આંતરિક ભાગ ઘન હોવી જોઈએ. → લાપ્લાસના નિહારિકા સિદ્ધાંત અનુસાર પૃથ્વીનો આંતરિક ભાગ વાયુ અવસ્થામાં હોવો જોઈએ.

→ જેમ્સ અને જેફરીઝના જ્વારીય સિદ્ધાંત મુજબ પૃથ્વીની ઉત્પત્તિ સૂર્ય દ્વારા આકર્ષિત તારાના લેહરીય પદાર્થોમાંથી થઈ છે. આથી પથ્વીનોઆંતરિક ભાગ દ્રવ (પ્રવાહી) અવસ્થામાં હોવો જોઈએ.

૩. કુદરતી સાધન :-

a. જ્વાળામુખી ક્રિયા (Volcanic Eruptions) :-

→ જ્વાળામુખી ક્રિયાના કારણે પ્રવાહી મેગ્મા પૃથ્વીની સપાટી પર બહાર આવે છે. જે દર્શાવે છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ક્યાંકને ક્યાંક એવું સ્તર છે જે પ્રવાહી અથવા અર્ધપ્રવાહી અવસ્થામાં છે. પરંતુ આ જ્વાળામુખી ક્રિયા દ્વારા પૃથ્વીની આંતરિક રચના વિશે સચોટ માહિતી પ્રાપ્ત થતી નથી.

b. ભૂકંપ (Earth Quake) :-

ભૂકંપની વ્યાખ્યા :- ધરતીકંપ એ પૃથ્વીના આંતરીક ભાગની અંતઃસ્રાવીય થર્મલ પરિસ્થિતીના કારણે વિવૃતનીક બળોની શક્તિનું મુખ્ય પ્રદર્શન છે.  દર વર્ષે પૃથ્વી ઉપર 30,000 જેટલા ભૂકંપ આવે છે. જેમાંથી માત્ર 75 જેટલા ભૂકંપો અનુભવાય છે. → ભૂકંપની આગાહી 10 સેકન્ડ પહેલા કરી શકાય છે.

ફોલ્ટ લાઈન (સ્તરભંગ રેખા) :- → પૃથ્વીના ભૂ-સ્તરના નબળા ભાગો જ્યાં તિરાડ જેવું સ્તરભંગ થયું હોય અથવા પ્લેટ (ભૂતક્તિ)ના આંતરિક ખેંચાણના કારણે જે તિરાડ અથવા સ્તરભંગ ઉદ્ભવે તેને ‘ફોલ્ટ લાઈન’ કહે છે.

અકુદરતી / નકલી ધરતીકંપ (Artificial Earthquake) :- → જ્યારે માનવી દ્વારા થતાં અણુ ધડાકા દ્વારા ભૂ-સપાટી પર કંપન ઉત્પન્ન થાય તેને ‘અકુદરતી અથવા નકલી ધરતીકંપ’ કહે છે.

♦ પૃથ્વીના વિભિન્ન સ્તર અને બંધારણ :-

1. રાસાયણિક સંરચનાના આધારે પૃથ્વીના વિભિન્ન સ્તર અથવા એડવર્ડ સ્વેસના મત મુજબ પૃથ્વીના સ્તર ઃ-

→ એડવર્ડ સ્પેસ નામના ભૂ-વૈજ્ઞાનિકના મત મુજબ પૃથ્વીની ઉપરની સપાટીએ ભૂ-કવચમાં હલકા તત્વો રહેલા છે અને કેન્દ્ર તરફ જતાં ભારે તત્વો રહેલો છે. ઉપરની સપાટી પર ઓછી ઘનતા ધરાવતા પાતળું પ્રસ્તર ખડકોનું બનેલું સ્તર છે જેમાં ફેલ્સપાર અને અબરખ જેવા ખનીજો મુખ્ય છે.

→ એડવર્ડસ્વેસના મત મુજબ સમગ્ર પૃથ્વીની સંરચનાને રાસાયણિક સંરચનાના આધારે મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે. (1) સિયાલ (Sial) (2) સિમા (Sima) (3) નિફે (Nife)

♦ એડવર્ડ સ્પેસ મુજબ પૃથ્વીના સ્તર ઃ-

(1) સિયાલ (Sial) :-

પ્રસ્તર ખડકોની નીચે ગ્રેનાઈટ ખડકોનું બનેલું સિયાલ (Sial) સ્તર આવેલું છે. આ સ્તરની રચના સિલિકોન (Si) અને એલ્યુમિનિયમ (A) થી થયેલ હોવાથી સિયાલ (Si+AI)ના નામે ઓળખાય છે. તેમાં એસિડ પદાર્થોનું પ્રમાણ વધુ છે.

→ સિયાલની સરેરાશ ઘનતા 2.9 ગ્રામ પ્રતિ ઘન સે.મી. છે તથા જાડાઈ 50 થી 300 કિ.મી. જેટલી છે.

→ લોરેશિયા, બાલ્ટિક, અંગારાલેન્ડ જેવા પ્રાચીન જમનીખંડો એ સિયાલના ગ્રેનાઈટ ખડકોના જ બનેલ છે.

(2) સિમા (sima) :-

→ સિયાલ (Sial) સ્તરની નીચેનું સ્તર સિમા (Sima) છે. આ સ્તરની રચના સિલિકોન (Si) અને મેગ્નેશિયમ (Ma) થી થયેલ હોવાથી તેને સિમા (Si + Ma) ના નામથી ઓળખાવામાં આવે છે.

→ આસ્તરની ઘનતા 2.9 થી 4.7 જેટલી છે. તથા જાડાઈ 1000 કિ.મી.થી 2000 કિ.મી. જેટલી છે.

→ આ સ્તર બેસાલ્ટના ખડકોનું બનેલ છે. → જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે સિમાના સ્તરમાંથી જ ગરમ મેગ્મા- લાવા બહાર નીકળીને ફેલાય છે.

(3) નિફે (Nife) :-

| → સિમા (Sima) સ્તરની નીચે પૃથ્વીનો ત્રીજો અને અંતિમ સ્તર તથાભૂગર્ભનો કેન્દ્ર ભાગે આવેલો છે. જેમાં મુખ્યત્વે નિકલ (N) અને કેરિયમ (Fe) જેવી ધાતુઓ રહેલી છે. આથી તેને નિર્ક (Nife) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ સ્તર કઠોર ધાતુઓનું બનેલ હોવાથી તેની સરેરાશ ઘનતા વધુ છે. તેની સરેરાશ ઘનતા 11 છે. અર્થાત તે પાણીથી 11 ગણ ભારે છે. → આ કેન્દ્રીય ધાતુપિંડનો વ્યાસ લગભગ 6000 કિ.મી. જેટલો છે. પૃથ્વીના
ચુંબકત્વનો ગુણ આ ધાતુના નક્કર ગોળાને આભારી છે.

2. ભૂકંપના મોજાના આધારે પૃથ્વીના વિભિન્ન સ્તર ઃ-

– ભૂકંપના મોજાના આધારે પૃથ્વીને મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચી શકાય
છે. (1) મૃદાવરણ (Lithosphere) (2) મિશ્રાવણર (Pyrosphere) (૩) બેરીસ્ફિયર (Barysphere)

(1) મૃદાવરણ/સ્થલમંડલ (Lithosphere) :-

→ તેની જાડાઈ 100 થી 200 કિ.મી. જેટલી છે. જેમાં ગ્રેનાઈટ ખડકો ઉપરાંત સિલિકા અને એલ્યુમિનિયમ આવેલા છે. તેની થનતા 3.5 છે. તે ભૂ-પર્પટી અને મેન્ટલના ઉપરના ભાગથી મળીને બનેલ છે.

(2) પાયરોસ્ફીયર (મિશ્રાવરણ) :-

→ મૃદાવરણની નીચેનું આ સ્તર 100 કિ.મી.થી 2780 કિ.મી.ની જાડાઈનું અને મુખ્યત્વે બેસાલ્ટના ખડકોનું બનેલું છે. જેની ધનતા 5.6 g/cm છે.

(૩) બેરીસ્ફિયર (ધાતુપિંડ)

→ તેની ઊંડાઈ લગભગ 2800 કિ.મી. છે. તે લોખંડ અને નિકલનું બનેલ છે. તેની ઘનતા 8 થી 11 g/cm જેટલી છે. ૩. હોમ્સના મત મુજબ ઃ-

→ હોમ્સના મત મુજબ પૃથ્વીના ત્રણ વિભિન્ન સ્તર છે. જેમાં,

(1) ભૂ-પોપડો (Crust) જેમાં સિયાલ અને સિમાના ઉપરનો ભાગ. (2) અધઃસ્તર (Substratum) જે સિમાના બાકીના સ્તરથી રચાયેલ છે.(3) નિફે (Nife)ને}

4. જેફરીસના મત મુજબ :-

→ જેફરીસે ધરતીકંપના મોજાના આધારે પૃથ્વીના ચાર વિભિન્ન સ્તર માન્યા છે.

(1) બાહ્યસ્તર (Outer Layer) પ્રસ્તર ખડકોનું બનેલ.

(2) ગ્રેનાઈટ સ્તર (Granite Layer) (3) મધ્યસ્થ સ્તર (Intermediate Layer) થેચી લાઈટ અને ડાયોરાઈટ ખડકોનું બનેલ.

(4) આંતરિક સ્તર (Inner Layer) ચુનાઈટ, પેરિડોટાઈટ, ઈકલોજાઈટખડકોનું બનેલ.
આંતરિક સ્તર

5. વાનડેરગ્રાટ અને ગુટેનબર્ગના મત મુજબ :- → વાનડેરગ્રાટ અને ગુટેનબાર્ગના મત મુજબ પૃથ્વીના આંતરિક ભાગને ચાર સ્તરમાં વહેંચી શકાય છે.
→ આ સ્તરની સામાન્ય સરેરાશ જાડાઈ 60 કિ.મી. છે. પરંતુ પેસિફિક મહાસાગરમાં આ સ્તરનો અભાવ જોવા મળે છે.

(2) આતંરિક સિલિકેટ સ્તર (Inner Silicate Layer) :- → સિમાનો થોડોક ભાગ પણ જાડાઈ 60 કિ.મી.થી 1150 કિ.મી. ધરાવે છે. (3) ધાતુઓ અને સિલિકેટનું મિશ્રિત સ્તર અથવા પેલેસાઈટ (z0re ofMixed metals and silicates or Pallasite) :-

→ પેલેસાઈટ સ્તર એ લોખંડ અને નિકલનું સંયોજન છે. તેની જાડાઈ 1150 કિ.મી.થી 2900 કિ.મી. સુધીની છે.

(4) ધાતુપિંડ (Metallic Nucleus):-

→ આ ધાતુપિંડ નિકલ અને લોખંડનું બનેલ છે. જેની ઊંડાઈ 2900 કિ.મી.થી 6370 કિ.મી. સુધીની છે.
‘આંતરરાષ્ટ્રીય ભૂમિતિ અને ભૂ ભૌતિક સંઘ’ (International Union of Geodesy and Geo-Physics)ની શોધ મુજબ ભૂકંપીય લહેરોની ભિન્નતા પ્રમાણે પૃથ્વીના આંતરિક ભાગને મુખ્યત્વે ત્રણ મોટા ભાગોમાં વહેંચવામાં આવે છે.

(1) ભૂ-પર્પટી (Crust) (2) મેન્ટલ (Mantle) (3) ક્રોડ (Core) 1. ભૂ-પર્પટી (ધનાવરણ) (crust) : —

→ પૃથ્વીના આ સ્તરની જાડાઈ 30 થી 33 કિ.મી. માનવામાં આવે છે આની સરખામણી સફરજનની છાલ સાથે કરી શકાય છે. → પર્વતીય વિસ્તારોમાં તેની જાડાઈ આશરે 35 થી 50 કિ.મી. છે. જ્યારે સમુદ્રો અને મહાસાગરોના તળિયે તેની જાડાઈ આશરે 5 થી 10 કિ.મી. છે. → ભૂ-પર્પટી (Crust)ને પણ મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે. (1) ઉપરી ક્રસ્ટ (2) નીચલી ક્રસ્ટ.

→ ઉપરી ક્રસ્ટની ઘનતા 2.8 અને નીચલી ક્રસ્ટની ઘનતા 3.0છે. ઘનતામાં આ તફાવત માટે દબાણ જવાબદાર છે.

→ ઉપરી ક્રસ્ટ અને નીચલી ક્રસ્ટ વચ્ચે ઘનતા સંબંધી આ સંબદ્ધતા ‘કોનરોડ અસંબદ્ધતા’ કહેવામાં આવે છે.

ભૂ-પર્પટીમાં સિલિકોન અને એલ્યુમિનિયમની પ્રચુરતા હોવાથી તેને સિયાલ (Sial) પણ કહે છે.
મેન્ટલ (મિશ્રાવરણ)(Mantle) :- → ક્રસ્ટના નીચેના ભાગોમાં ભૂકંપીય લહેરોમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. જેમાં P-wavesની ઝડપ પણ વધી જાય છે. જે ખડકોની ઘનતામાં થતો પરિવર્તન દર્શાવે છે.

→ નીચલી ક્રસ્ટ અને ઉપરી મેન્ટલ વચ્ચે ઘનતા સંબંધી આ અસંબદ્ધતા ‘મોહો-અસંબદ્ધતા’ (Moho discontinuity) કહેવાય છે. મોહો અસંબદ્ધતાથી લગભગ 2900 કિ.મી.ની ઊંડાઈ સુધી મેન્ટલનો વિસ્તાર આવેલો છે. જે પૃથ્વીના કુલ કદનો 83% કદ અને પૃથ્વીના કુલ વજનનો 68% વજન રોકે છે.

→ મેન્ટલને ભૂકંપીય લહેરો મુજબ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. (1) મોહો અસંબદ્ધતાથી 200 કિ.મી. ઊંડાઈ સુધી (નિમ્ન ગતિ મંડળ)

(2) 200 કિ.મી.થી 700 કિ.મી. (ઉપરી મેન્ટલ)

(3) 700 કિ.મી.થી 2900 કિ.મી. (નીચલું મેન્ટલ)

→ ઉપરી મેન્ટલના 100 થી 200 કિ.મી. ઊંડાઈના ભાગમાં ભૂકંપીય લહેરો મંદ પડી જાય છે. જેને ‘નિમ્ન ગતિ મંડલ’ (Zone of Low Velocity) કહે છે.→ ઉપરી મેન્ટલ અને નીચલી મેન્ટલ વચ્ચે ઘનતા સંબંધી અસંબદ્ધતાને ‘રેપેટી અસંબદ્ધતા’ કહે છે

 ♦ એસ્થેનોસ્ફિયર .

→ મેન્ટલનો શરૂઆતનો 700 કિ.મી. સુધીનો વિસ્તાર એસ્થેનોસ્ફિયર કહેવાય છે. જ્વાળામુખી ક્રિયા દરમ્યાન બહાર આવતા મૈગ્માનો મુખ્ય સ્રોત આ જ ભાગ છે. એસ્થેનોસ્ફિયરની ઘનતા લગભગ 3.5 ગ્રામ પ્રતિ ઘન સે.મી. જેટલી છે.

→ મેન્ટલ મોટે ભાગે સિલિકોન અને મેગ્નેશિયમનું બનેલ છે. આથી તેને સિમા (Sima) પણ કહેવામાં આવે છે.

૩. ક્રોડ (ભૂગર્ભ / Nife)(Core) :-

→ નીચલી મેન્ટલ પછીના સ્તરમાં P-wavesની ઝડપ અચાનક જ વધી જાયછે. જે તે સ્તરની ઘનતામાં વધારો દર્શાવે છે.
→ નીચલી મેન્ટલ અને બાહ્ય ક્રોડ વચ્ચે ઘનતામાં જોવા મળતી અસંબદ્ધતાને ‘ગુટેન બર્ગ –વિસાર્ટ અસંબદ્ધતા’ કહે છે. ખા

→ ગુટેનબર્ગ અસંબદ્ધતાથી 6370 કિ.મી. ઊંડાઈના ભાગને કોડ તરીકે

ઓળખવામાં આવે છે. જેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. (1) બાહ્ય ક્રોડ (Outer Core) – 2900 કિ.મી.થી 5150 કિ.મી. (2) આંતરિક ક્રોડ (Inner Core) – 5150 કિ.મી. થી 6370 કિ.મી.

→ બાહ્ય ક્રોડની ઘનતા 10 છે જ્યારે આંતરિક કોડની ઘનતા 13 થી 13.6 છે. બાહ્ય કોડ અને આંતરિક કોડ વચ્ચે રહેલી ઘનતા સંબંધી આ અસંબદ્ધતાને ‘લેહમેન અસંબદ્ધતા’ કહેવામાં આવે છે. → બાહ્ય ક્રોડ એ અર્ધપ્રવાહી અથવા પ્લાસ્ટિક અવસ્થામાં છે જ્યારે આંતરિક ક્રોડ એ સંપૂર્ણ ઘન સ્વરૂપમાં છે.
→ ક્રોડ સમગ્ર પૃથ્વીના કદનો 16% અને પૃથ્વીના કુલ વજનનો 32%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top