વૈદિકધર્મ અને સંસ્કૃતિ

વૈદિકધર્મ અને સંસ્કૃતિ: ભારતમાં હડપ્પીય નગરી સભ્યતા ઈ.સ. પૂર્વે 1750ની આસપાસ પતન તરફ જઈ રહી હતી. ત્યારે આ સભ્યતા ગ્રામીણ સભ્યતામાં રૂપાંતરિત થઈ રહેલી હતી, તેમ જણાય છે. ઈ.સ. પૂર્વે 1500ની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો, જે આર્ય હતા. તેમણે ભારતના ઇતિહાસમાં શું ભાગ ભજવ્યો ? તેમની લાક્ષણિકતાઓ અને અનેકવિધ સંસ્કૃતિની આપણે ચર્ચા કરીએ.

વૈદિકધર્મ અને સંસ્કૃતિ:

વૈદિકધર્મ અને સંસ્કૃતિ

ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય

વેદ એટલે શું? તેવો વિચાર આપણને સ્વાભાવિક રીતે થાય. ‘વૈદ’ શબ્દ વિધ્ ધાતુ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જાણવું. વૈદિક કાળ માં ઋગ્વેદ અને તેમાં દર્શાવવામાં આવેલી સામાજિક, સાંસ્કૃતિક ઉપરાંત રાજકીય, ધાર્મિક અને આર્થિક બાબતોનો સમાવેશ થાય છે. વૈદિક સાહિત્યમાં કુલ બે પ્રકારના ગ્રંથનો સમાવેશ થાય છે : (1) મંત્ર અને (2) બ્રાહ્મણ. વેદ ચાર છે, પરંતુ આપણા સમયગાળા પ્રમાણે અહીં માત્ર ઋગ્વેદ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. વૈદિક ઇતિહાસને જાણવા માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ સ્રોત ઋગ્વેદ છે.તે કુલ 10 પ્રકરણો કે મંડલોમાં વહેંચાયેલો છે. તેમાં 1028 જેટલાં સૂક્તો આવેલાં છે. પદ્યમાં રચાયેલ ઋગ્વેદમાં વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિનું ચિત્રણ કારાયેલું છે. ઋગ્વેદની રચના ઈ.સ. પૂર્વે 1200ની આસપાસના સમયમાં થઈ હોવાનું મનાય છે.

વૈદિક યુગ સાથે સંકળાયેલ આર્યો કોણ હતા? 19મી સદી સુધીમાં આર્યોને એક વંશ અથવા તો જાતિ તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ 20મી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં અનેક સંશોધનોએ તે સાબિત કર્યું કે આર્ય એ કોઈ જાતિ- વિષયક શબ્દ નથી, તે એક ભાષિક પદ છે. એટલે કે, એવો લોકસમુદાય કે જે ઇન્ડો-યુરોપિયન ભાષા બોલતો હોય.તેમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. આ બધી ભાષાઓમાં ઘણું સામ્ય જોવા મળે છે, એટલે તેમનો ધ્વનિ અને અર્થ લગભગ સમાન છે.

આર્યોનું સ્થળાંતર

આર્ય મૂળભૂત રીતે ઈ.સ.પૂર્વે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપીઝનાં મેદાનોમાં વસતા હતા, તેવાં પુરાતત્ત્વીય પ્રમાણો પ્રાપ્ત થયાં છે. પશુપાલન સાથે સંકળાયેલ આ પ્રજા ઘાસચારાની તંગીને કારણે સ્થળાંતરિત થઈ તે પછી તે મધ્ય એશિયામાં જુદી જુદી ટોળીઓમાં આવી. ઈ.સ. પૂર્વે 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો. તેઓ ઘોડા અને ગાય પાળતા, ઘોડા અને ગાય તેમનાં મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતાં. સાથે સાથે માટીનાં વાસણો પણ તેમની એક આગવી ઓળખ હતી. મધ્ય એશિયાથી દક્ષિણ એશિયા તરફ તેમનું સ્થળાંતર માટીનાં વાસણોને કારણે સ્પષ્ટ થયું હતું. આર્યો કોણ હતા? તેના વિશે પ્રચલિત અનેકવિધ વિચારધારાઓમાં લોકમાન્ય તિલક અને સ્વામી દયાનંદ સરસ્વતીની માન્યતા તેમને ઉત્તરધ્રુવ અને તિબેટથી ઊતરી આવ્યા હોવાનું જણાવે છે.મેક્સમૂલર આર્યોનું મૂળ સ્થાન મધ્ય એશિયા હોવાનું મનાય છે.

ભારતમાં આવનાર આ પ્રજા અનેક વર્ષોના સ્થળાંતર બાદ જુદા-જુદા સમૂહોમાં પ્રવેશતાં અન્ય લોકો સાથે તેમના સંપર્કો થયા. પરિણામે આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની, જેનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ વૈદિક સાહિત્ય છે. વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર

ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલ વૈદિક આર્ય સપ્તસિંધુ નામના પ્રદેશમાં રહેતો હતો. સપ્તસિંધુનો અર્થ થાય છે સાત નદીઓ પરાવતું ક્ષેત્ર. આ સાત નદીઓમાં સિંધું, બિયાસ, જેલમ, રાવી, ચિનાબ, સતલુજ અને સરસ્વતી, તેની સાથે સાથે તેઓ નાનિસ્તાનની કુંભા નદીથી પણ પરિચિત હતા, આ ક્ષેત્રમાં ઋગ્વેદ-કાળના લોકોએ નિવાસ કર્યા. નાનો-મોટો પુટ્ટો કર્યાં અને પાસચારાની શોધમાં સ્થળાંતર કર્યું. તે પીરે- ધીરે પૂર્વ તરફ વધતા રહ્યા અને વૈદકાળ પૂરો થતો, એટલે ? ઈ.સ.પૂર્વે 1000ની આસપાસ ઉત્તરપ્રદેશ અને બિહરની આસપાસ પહોંચ્યા.

વેદકાલીન રીત-રિવાજો

ઋગ્વેદમાં આર્યસમાજની મૂળભૂત એકમ પરિવાર હતો. તેઓની સમાજરચના પિતૃષાન હતી, પરંતુ તેમાં સ્ત્રીઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ હતું. એક પત્નીવ્રતનો ધર્મ હતો. નાં લગ્ન પરિપક્વ ઉંમરે થતાં, પરિવાર એક વિશાળ જનસમૂહનો ભાગ હતો, જેને વીશ અથવા તો વંશ કહેવામાં આવતો. જન સૌથી મોટો સામાજિક એકમ હતો. એક જ વંશના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા રહેતા. વર્ણવ્યવસ્થા કે જાતિવ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી. સમાજ સમતાદર્શી હતો. વ્યવસાય જન્મ પર આધારિત ન હતો. પરિવારમાં રહેતા જુદા-જુદા સદસ્યો જુદો-જુદો વ્યવસાય કરી શકતા.આર્યો ગોરા વર્ણના તથા કદમાં ઊંચા અને શરીરે ખડતલ હતા. રાજ્યનું સ્વરૂપ કબીલાઈ પ્રકારનું હતું. ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને ‘રાજન્ય’ કહેવામાં આવતો. મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સન્માનજનક હતું. તેઓ રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતી. તેમને વિદ્યાભ્યાસ કરવાનો અધિકાર હતો. તેઓ સ્વતંત્રતાપૂર્વક પોતાનો મત આપતી. અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓ રચવામાં પદ્મ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો.

વેદકાલીન રાજ્યવ્યવસ્થા (રાજકીય સંગઠનો)

વૈદિકયુગમાં કબીલાઈ પ્રકારની રાજવ્યવસ્થા જોવા મળે છે. પશુપાલન સાથે સંકળાયેલ હોવાને કારણે ભટકતી સમાજવ્યવસ્થાની જેમ રાજકીય વ્યવસ્થા પણ હતી. જોકે, ગણ અને વિદય જેવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા વૈદિક- યુગમાં જોવા મળે છે. આના સિવાય સભા અને ‘સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી એમ મનાય છે. સભામાં મોટે ભાગે (વર્તમાન રાજ્યસભાની માફક) વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા, જયારે સમિતિમાં (વર્તમાન લોકસભાની માફક) સમગ્ર લોકસમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. તેમાં ખાસ કરીને રાજાની ચૂંટણી કરવામાં આવતી. સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા-વિચારણા થતી. મહિલાઓ પણ આ રાજકીય સંસ્થાઓમાં જોડાતી અને રાજતંત્રમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતી હતી. રાજાનું પદ વંશપરંપરાગત ન હતું , પરંતુ સમિતિમાં તેની ચૂંટણી થતી. રાજાને ‘રાજન્ય કહેવામાં આવતો. પુરોહિતનું સ્થાન રાજાને સલાહ-સૂચનો આપવાનું હતું. રાજાને રોજ-બરોજનાં કાર્યોમા મદદ કરવા માટે સેનાની (સેનાપતિ), કુલપ (કુટુંબનો વડો) અને ગ્રામણી (ગામનો મુખી) જેવા આગેવાનો રહેતા. આ બધા વિશે ઋગ્વેદમાંથી આપણને માહિતી મળે છે. રથ બનાવનારનું સામાજિક સ્થાન બહુ મહત્ત્વપૂર્ણ હતું. કારણ કે, યુદ્ધ તેમનું મહત્ત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું અને તેમાં રથનો ઉપયોગ થતો. લોકો રાજાને કર સ્વરૂપે ભેટ-સોગાદો આપતા, જેણે ઋગ્વેદમાં ‘બલિ’ કહેવામાં આવ્યો છે, તે સ્વૈચ્છિક ફાળા જેવો હતો. આમ, પ્રારંભિક કે વેદકાલીન રાજય વ્યવસ્થા અત્યંત સરળ હતી, જેમાં સ્ત્રીઓને સ્થાન હતું અને લોકભાગીદારીનો ખ્યાલ રાજ્યતંત્ર સાથે જોડાયેલો હતો.

વૈદિયુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ

ઋગ્વેદમાં વૈદિકયુગના ધાર્મિકજીવન પર ખાસ ચર્ચા કરવામાં આવે છે. સમાજનું સ્વરૂપ જનજાતીય અને પિતૃપ્રધાન હતું. આજ કારણે ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. તેને બદલે પ્રાકૃતિક કે પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવતાઓ જોવા મળે છે. ઋગ્વેદમાં દેવતાઓના વિશે ઘણી બધી પ્રાર્થનાઓ અને સ્તુતિ જોવા મળે છે. આ દેવતાઓમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાસત્ય, પુશન, ધમ અને સોમનો સમાવેશ થાય છે, તો ઉષા અને અદિતિ જેવી દેવીઓનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે.

ઇન્દ્ર તેમના મુખ્ય દેવ હતા. ઇન્દ્રને વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાવામાં આવતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્રનો સૌથી વધારે વખત ઉલ્લેખ થયેલો છે. પવન ઇન્દ્રની સાથે સંકળાયેલા દેવ હતા. વરસાદ અને પવન તેમના જીવનનાં મહત્ત્વપૂર્ણ પાસા હતાં. તેમના એક અન્ય મહત્ત્વપૂર્ણ દેવ અગ્નિ હતા. અગ્નિને તેઓ ઈશ્વર અને માનવને જોડતી એક કડી માનવામાં આવતી. એટલા માટે થશે તેમની સાથે સંકળાયેલું ખાસ સાંસ્કૃતિક લક્ષણ છે. તેઓ એમ માનતા કે, પજ્ઞ કરવાથી ઇન્દ્ર ખુશ થાય છે અને વરસાદ વરસાવે છે. ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ અગ્નિ છે. વર્ણને બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવતા હતા. તેઓ ઋત તરીકે ઓળખાતા. પુશનનામના દેવતા પશુપાલકોના આરાધ્યદેવ હતા. વિચરતા લોકોના જીવનમાં તેમનું અનેરું સ્થાન હતું. સોમરસનું પાન કરવું એ સાંસ્કૃતિક લક્ષણ હતું. ઋગ્વેદમાં તમામ દેવતાઓનું આવાહન કરવાનાં સૂક્કો આપવામાં આવ્યાં છે. પક્ષમાં બિલ, પૂજાવિધિ અને પશનું કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું. મોટેભાગે તેઓ પ્રજોત્પત્તિ, પશુપનમાં વૃદ્ધિ અને લાંબા આયુષનું દાન-દક્ષિણા તરીકે ભેટ-સોગાદો આપતા. એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, વૈદિક યુગ દરમિયાન મૂર્તિપૂજા અને મંદિરનો અભાવ જણાય છે.

વેદકાલીન અર્થવ્યવસ્થા

ઋગ્વેદકાલીન આર્ય પશુપાલક હતા. દૂધ, માંસ અને ચામડું મેળવવા તેઓ ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અને ઘોડા પાળતા. ગાય અને ઘોડા તેમના માટે સૌથી મહત્ત્વપૂર્ણ પશુઓ હતાં. ગો શબ્દમાંથી અનેક શબ્દોનો ઉદ્દભવ થયો છે. ધનવાન વ્યક્તિને ‘ગોમત’ કહેવામાં આવતી. પુત્રીને દુહિતા કહેવામાં આવતી. તેનો અર્થ થાય છે, જે ગાયનું દૂધ દોવે છે તે. યુદ્ધ માટે ‘ગવેષણા’ શબ્દનો પ્રયોગ થતો. જેનો અર્થ થાય છે. ગાયોની શોધ કરવી. મોટાભાગનાં યુદ્ધો પશુઓ માટે જ લડવામાં આવતા. ગાયને તમામ ઇચ્છાઓ પૂરી કરવાવાળી ‘કામદા’ કહેવામાં આવતી. પશુઓની સંખ્યામાં વૃદ્ધિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવી છે. આ બધી બાબતો ઋગ્વેદકાલીન આર્યોનો પશુપાલન સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે.

વેદકાલીન આર્યો પશુપાલન સાથે સંકળાયેલ હતા. અને ભટકતું જીવન જીવતા હતા. આ લોકો માટે કૃષિપ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય ગણાતી હતી. ખેતીનાં પુરાતત્ત્વીય પ્રમાણો ખૂબ ઓછા જોવા મળે છે. જોકે, થોડા ઘણા સંદર્ભોમાંથી આપણને તેઓ કૃષિ જાણતા હતાં તેની માહિતી મળે છે. તેમના ભોજન સંદર્ભે મળેલા અવશેષો દર્શાવે છે કે, તેઓ જવનો ખોરાકમાં ઉપયોગ કરતા, અને તેની ખેતીથી જાણતા હતા.

કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાનો મોટેભાગે અભાવ જણાય છે. પશુપાલન તેમનું મુખ્ય કાર્ય દેખાય છે. તેમ છતાં શિકાર, સુથારીકામ, વણાટકામ અને ધાતુઓને ગાળવાનું કામ જેવાં કાર્યોથી તેઓ જાણીતા હતા. તેની અદલા-બદલી કરી એટલે કે વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ તેમણે ઊભું કર્યું હશે. તેમ છતાં ગાય વસ્તુવિનિમયમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. રાજા, બ્રાહ્મણ અને પુરોહિતોને ગાય અને ઘોડા ભેટમાં આપતા તેવા ઉલ્લેખો જોવા મળે છે. આ ભેટ વિશિષ્ટ અનુષ્ઠાનો દરમિયાન આપવામાં આવતી.

ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદ પર આ નવા લોકોનું આગમન એ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે. યુરેશિયાથી આવનાર આ પશુપાલકો (ઈ.સ.પૂર્વે 1500ની આસપાસ) ભારતમાં પ્રવેશ્યા અને સપ્તસિંધુના પ્રદેશમાં ફેલાયા. ત્યારબાદ તેઓ આ પછીના કાળમાં ગંગા અને યમુના નદીના પ્રદેશો તરફ આગળ વધ્યા અને ત્યાંજ વસવાટ કર્યો. મૂળ ભારતીયો સાથે તેમનો સંપર્ક થયો અને તેમાંથી એક નવી જ સંસ્કૃતિનો ઉદય થયો. તેને આપણે આર્યસંસ્કૃતિ કહીએ છીએ. આર્યસંસ્કૃતિ ભારતની સૌથી મહાન અને વિશાળ સંસ્કૃતિમાં આજ સુધી વિકસતી રહી છે.

અનુવૈદિક ભારત

ઈ.સ. પૂર્વે 1000 થી ઈ.સ. પૂર્વે 600 સુધીના સમયગાળાને અનુવૈદિક તરીકે અથવા તો ઉત્તર વૈદિક તરીકે ઓળખવામાં આવે છે. આ સમયનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે ઋગ્વેદ સિવાયના અન્ય દેશો એટલે કે,

સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ ઉપલબ્ધ છે. આ સિવાય બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો અને રામાયલુ તથા મહાભારત પણ ઉપયોગી સામગ્રી છે.

ઉત્તર વેદકાલીન ભારતમાં ખાસ કરીને કૃષિમાં એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ જોવા મળે છે, જેની અસર ભારતીય સમાજ જીવનમાં પણ જોઈ શકાય છે. અનુવૈદિક સમાજ વૈદિક સમાજ કરતાં અલગ પ્રકારનો હતો. અનુવૈદિક સમાજ સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણ આ સમયમાં જોવા મળે છે. પ્રથમ બે વર્ષો બ્રાહ્મણ અને ક્ષત્રિય સામાજિક રીતે વિશિષ્ટ અધિકારો ધરાવતા હતા અને અન્ય બે વર્ગો ઉપર તેમનું નિયંત્રણ રહેલું હતું. વૈશ્ય અને શૂદ્ર ઉત્પાદનકાર્ય સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો આધુનિક ઇતિહાસકારો ભારતમાં લોખંડની શોધથી ઉત્પન્ન થયેલ અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા (ઈ.સ. પૂર્વે 1000ની

આસપાસ) સાથે આ ઘટનાને જોડે છે.બ્રાહ્મણવર્ણ સાથે ધર્મ, શિક્ષણ અને કર્મકાંડ જેવી ક્રિયાઓ જોડાયેલી હતી. જ્યારે ક્ષત્રિયવર્ણ રાજ્યવ્યવસ્થા અને વહીવટીતંત્ર અને  સાથે સંકળાયેલો હતો. વૈશ્યવર્ણ કૃષિ, વેપાર-વાબ્રિજ્ય અને પશુપાલન સાથે જોડાયેલો હતો, જ્યારે શૂદ્રવર્ણ કારીગરોની શ્રેણીમાં આવતો હતો.

અનુવૈદિક કાળમાં સામાજિક રીતે કુળનું મહત્ત્વ વધ્યું, જે પરિવારનું પ્રાથમિક ઘટક હતું. સમાજ પિતૃસત્તાક હતો. પછીના વૈદોમાં પુત્રપ્રાપ્તિ માટેની અનેક પ્રાર્થનાઓ દર્શાવે છે કે, પુરુષનું મહત્ત્વ સમાજમાં વધ્યું હતું. બહુપત્નીત્વપ્રથ અમલમાં આવી હતી. વૈદિક કાળ કરતા વધારે અનુવૈદિક કાળમાં સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં પરિવર્તન જોવા મળ્યું હતું. પરિવાર સંયુક્ત હતો અને કુટુંબનો વડો તમામ નિર્ણય લેતો હતો. વિદ્યાર્થી ગુરુ પાસે જઈને શિક્ષણ મેળવતો હતો. શારીરિક શિક્ષણ વેદ, પુરાણ, અને ઇતિહાસ નું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું.

અનુવૈદિક કાળ દરમિયાન જમીનનું મહત્ત્વ ઘણું બધુ વધ્યું, જે આપણને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં જોવા મળે છે. લોખંડની શોધ થવાને કારણે કૃષિનું મહત્ત્વ વધ્યું. ધીમે ધીમે આર્યો પશ્ચિમથી આગળ વધીને પૂર્વ તરફ ખસવા લાગ્યા. જે મહાભારતમાં આર્યોના પૂર્વ તરફના સ્થળાંતરણમાં આપણે જોઈ શકીએ છીએ. તો રામાયણમાં આર્યો દક્ષિણ તરફ ખસ્યા હોય તેમ જણાય છે. સભા અને સમિતિનું મહત્ત્વ પણ ઘટવા લાગ્યું. રાજાની ચૂંટણી બંધ થઈ અને રાજા વંશપરંપરાગત થવા લાગ્યા અથર્વવેદ એ આર્ય અને અનાર્ય સંસ્કૃતિઓનો સમન્વય દર્શાવે છે. શરૂઆતમાં અનાર્યો સાથે આર્યોને સંઘર્ષ થયા, પરંતુ કેટલાક આર્યોની વિધિઓ અનાર્યોએ અપનાવી તો અનાર્યોનાં અનેક સાંસ્કૃતિક મૂલ્યો આર્યોએ પણ સ્વીકાર્યાં. અથર્વવેદમાં અંધવિશ્વાસ, જાદુ, વૈદકશાસ્ત્ર, દવાઓ વગેરેના ઉલ્લેખો સ્પષ્ટ જણાવે છે કે, આર્યોએ અનાર્યોના રીત-રિવાજો કેટલેક અંશે સ્વીકાર્યા હતા.

અનુવૈદિક કાળમાં ઇન્દ્ર, વરુણ જેવા વૈદિક દેવતાઓને સ્થાને ધીમે ધીમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું મહત્ત્વ વધવા લાગ્યું. યજ્ઞોની પરંપરા અત્યંત વિકસી. શરૂઆતમાં જોવા મળતા નાના ગૃહસ્થ યજ્ઞોને સ્થાને વિશાળ પાયે કર્મકાંડયુક્ત પક્ષો થવા લાગ્યા.અશ્વમેધ યજ્ઞોની પરંપરા વિકસી, અને તેની સાથે-સાથે પશુબલિ પ્રથા પણ વધી. કૃષિના વિકાસે બીજા શહેરીકરણને જન્મ આપ્યો અને વેપાર વાણિજ્યનો વિકાસ થયો. ઈ.સ.પૂર્વેની છઠ્ઠી સદીમાં ભારતમાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં. બૌદ્ધસાહિત્યમાં આ શહેરીકરણનો વિશિષ્ટ ચિતાર આપવામાં આવ્યો છે. 16 મહાજનપદો જેને આપણે આઘરાજ્યો કહીએ છીએ, તેનો ઉદય થયો. ધીમે ધીમે એકતંત્રી રાજ્યવ્યવસ્થાનો જન્મ થયો. જમીનના મહત્ત્વને કારણે રાજાની જમીન લાલસા વધતી ગઈ. જેણે ભવિષ્યમાં રાજ્યનો ઉદ્દભવ અને વિકાસ કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

વૈદિક ભારત કરતાં અનુવૈદિક ભારત અનેક દૃષ્ટિએ ભિન્ન છે. આર્યોના ભટકતા જીવનનો અંત આવ્યો અને તેમનું સ્થાયીકરણ થયું. અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યાં. વેપાર અને વાણિજ્યનો વિકાસ થયો, લોખંડની શોધને કારણે કૃષિનો અમાપ વિકાસ થતા હસ્ત અને કલાકારીગરીનો પણ વિકાસ થયો. ઉત્તરના કાળા ચળકતાં વાસણોની સંસ્કૃતિ અમલમાં આવી. ઉત્તર ભારતમાં આવાં વાસણો અનેક સ્થળેથી મળી આવ્યાં છે. લોખંડના પુરાવાઓ મળ્યા અને આ સાથે આ વાસણોની સંસ્કૃતિ અમલમાં આવતાં અનેક નવાં શહેરોનો વિકાસ થયો. પરિણામે ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદી આવતાં સુધીમાં ભારતમાં બીજું શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top