Ajmalgadh History | અજમલ ગઢનો ઇતિહાસ અને જાણવા જેવી બાબતો

Ajmalgadh History: આપણો ભારત દેશ સૌન્દર્યથી ભરપૂર છે અને હમેશને માટે પર્યટકોનું આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યો છે , આજન આ લેખમાં આપણે ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલ એક પ્રકૃતિથી ભરપૂર અને મનમોહક સ્થળ અજમલગઢ વિશે વાત કરવાના છીએ. તો લેખને અંત સુધી વાંચજો.

Ajmalgadh History

Ajmalgadh કયા આવેલ છે? 

Ajmalgadh History:અજમલગઢ નવસારી જીલ્લાના વાંસદા તલુકામા ઘોડમાળ ગામની નજીક સહ્યાદ્રી પર્વતમાળામા 1200ફૂટ ની ઊંચાઇએ પ્રકૃતિના ખોળે વસેલ હેરીટેજ ટેકરી છે. આ જગ્યા એટલે કે અજમલગઢ મરાઠા શાસન ચાલતું  તે દરમિયાન, મહારાજ છત્રપતિ શિવાજી દ્વારા ગોરિલા શૈલી ની યુદ્ધનીતિ મા  દુશ્મનો પર આક્રમણ કરવા માટે આ ટેકરી નો ઉપયોગ છાવણી તરીકે કરવામા આવતોહતો. શિવાજી મહારાજ દ્વારા પુજનીય શિવ લિંગ .માણેક થી બનેલી લમ્બચોરસ દિવાલ  અને ચારે બાજુ નાના મોટા પાણીના ઝરના અને જળાશયો આ ટેકરી ને કુદરતી વાતાવરણ થી સુશોભિત કરે છે. અને પારસી સંસ્કૃતિ ના કેટ્લાક પુરાવા હજી પણ આ ટેકરી ઉપર અને આજુ બાજુ મા જોવા મળે છે.

Ajmalgadh History | અજમલ ગઢનો ઇતિહાસ

૧૬મી સદીમા પારસીઓ ઇરાન થી આવ્યા અને ગુજરાત ના  સંજાણ બંદર પર ઉતર્યા હતા અને ત્યા વસવાટ કર્તા સ્થાનિક લોકો સાથે રહેવા લાગ્યા હતા  જેમ કે આપ્ણે ગુજરાતી મા  કેહવત છે ને દુધ મા સાકર ભળી જાય તેમ તે આપણા લોકો સાથે ભળી ગયા હતા. પારસી લોકો મા તેમના ધર્મ નુ પ્રતીક ગણાતા પવિત્ર અગ્નિ, ઇરાનશાહ આતશ, ને  મુસ્લિમો પોર્ટુગીઝ અને ફ્રેન્ચ ના આક્રમણ થી બચાવવા આ ટેકરી ઉપર સ્થળાંતર  થયા હતા. તે સમય મા વાંસદા મા મહારાજા કીર્તિદેવ નુ શાસન હતુ  કીર્તિદેવ ના સામ્રાજ્ય ના સમય કાળ દરમ્યાન લગ ભગ અંદજિત ૧૪ વર્ષ જેટલો સમય પારસી ઓ અહીં રહેલા હતા. અત્યારે હાલમા ત્યા , ઇરાનશાહ આતશ, સ્થાપીત છે. અત્યારે આ વિસ્તાર એટલે કે અજમલગઢ નવસારી જિલ્લા રેંજમા આરક્ષિત જંગલ નો એક ભાગ છે. તે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આરક્ષિત છે. અત્યારે હાલ ની જો વાત કરિયે તો ઇકો-ટુરીઝમ ગુજરાત અને વલસાડ વન વિભાગ ના સંયુક્ત પ્રયત્નો થકી વિકાસ પામેલ છે.

પર્યટન ને પ્રોત્સાહન મળે તે હેતુ થી અહિયા આરામ કરવા માટે આરામ શેડ પણ બનાવેલ છે. ટેકરી ઉપર દેવાધિ દેવ મહાદેવ નુ શિવ મંદિર છે અને રામ લલ્લા નુ રામજી મંદિર છે. અને પારસીઓ ના ધર્મ નુ પ્રતિક  તેમના પવિત્ર અગ્નિ “ઈરાનશાહ આતશ” ત્યા છે. અજમલગઢ પહોચવા માટે વાંસદા થી ૧૨ કિલોમીટર ધરમપુર થી ૨૫ કિલોમીટર નુ અંતર છે. અજમલગઢ પહોચ વા માટે ઘોડમાળ ગામ છે ત્યા થી ફક્ત 4 કિલોમીટર છે.

read more : ગુજરાતની નાટ્યકળા : સાંસ્કૃતિક વારસો

Ajmalgadh કઇ રીતે જઈ પહોંચી શકાય

અજમલગઢ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એક પર્યટન સ્થળ છે. જ્યાં પહોંચવામાં માટે વાહનની કોઈ ખાસ સુવિધા ઉપલબદ્ધ નથી. ખુદના વાહન થી ત્યાં પોહચી સગકે છે. નવસારીથી 81 kmના અંતરે જંગલ વિસ્તારમાં વસેલું અજમલ ગઢ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.  ત્યાંથી વલસાડ પણ 60km દૂર રહેલું હોવાથી ત્યાં યાત્રિકોને રોકવા માટેની કોઈ સુવિધા મળતી નથી.

અજમલગઢ પહોચવા મા સિંગલ પટ્ટી રોડ રસ્તા સારા છે.પણ ટેકરી ની ચડાઈ બહુજ ખતરનાક છે. પોતાનુ વાહન હોય તો સરળ રીતે પહોંચી શકાય. ત્યા પહોંચીએ એટલે ટેકરી ઉપરથી કેલિયા ડેમ  એક સિંચાઈ યોજના છે, જે  અજમલગઢ થી ૭ કિલોમીટર ના અંતરે છે. હકિકત મા જો જણાવૂ તો ટેકરી ઉપર થી જે સુંદરતા જોવા મળે છે. તે મનમોહક દ્રશ્ય કેલિયા ડેમ ના કારણે જ અતિ સુંદર નયનરમ્ય નજારો જોવા મળેછે. તમારે જો ડેમ ની મુલાકાત લેવિ હોય તો અવસ્ય જાજો બહુજ સુંદર છે.

ટેકરી ઉપર જતા પહેલા નાસ્તો પાણી સાથે લઈને જજો , નહિતર વાંસદા ધરમપુર રોડ ઉપર  હોટલ મળી જશે જે મહિલા ગ્રૂપ દ્વરા સંચલિત છે રેસ્ટૉરેન્ટ નું નામ છે નાહરી તે ગંગપુર ગામ મા  વાંસદા ધરમપુર રોડ  પર છે. ટેકરી ઉપર તમારું વાહન પણ જઈ શકે છે પણ એંજીન પાવર ફુલ હોય તોજ લઈજજો.

બિજો રસ્તો પણ છે પગથિયા થી ચડી શકાય છે પણ શરૂઆત ના ૧૦૦ જ પગથિયા બનાવેલ છે.

Ajmalgadh location

 

valsad to ajmalgadh નું અંતર કેટલું છે?

valsad to ajmalgadh નું અંતર 60 km છે.

surat to ajmalgadh નું અંતર કેટલું છે?

surat to ajmalgadh નું અંતર જો નવસારી થી રાણકુવા થઈને જાવ તો 90 KMનું અંતર થાઈ છે.

ajmalgadh ટેકરીની hight કેટલી છે?

ajmalgadh ટેકરીની hight 1200ફૂટ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top