Gujarat no itihas | ગુજરાતનો સંપૂર્ણ ઐતિહાસિક પરિચય

પ્રાગ ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતો હતો તેની કોઈ માહિતી મળતી નથી તે સમયના લેખનકાળ નું અસ્તિત્વ ન હતું તેથી gujarat no itihas ના કોઈ પુરાવા મળતા નથી.

Gujarat no itihas | ગુજરાતનો ઐતિહાસિક પરિચય 

આનર્ત

આદ્ય ઐતિહાસિક કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને “આનર્ત” તરીકે ઓળખવામાં આવતો હતો તેની રાજધાની કૂશસ્થળી કે કુસાવતી હતી જે સમય જતા દ્વારાવતી કે દ્વારકાના નામથી જાણીતી થઈ.

પૌરાણિક અનુસૃતિઓ તથા કેટલાક પુરાતત્વિક અન્વેષણો પરથી કંઈક અંશે ઘણી ઓછી માહિતી ગુજરાતના આધ્ય ઐતિહાસિક કાળની મળે છે , પુરાણોમાં વર્ણિત ભારતના પુરાતન રાજવંશો અને વંશાનું ચરિતો મુજબ સાતમા મનુ વૈવસ્વત મનુના સમયમાં ગુજરાતમાં આ વૈવસ્વત મનુના પુત્ર શર્યાતીના રાજવંશની સત્તા હતી તે એક સૂર્યવંશી રાજા હતો. આ શર્યાતીના પુત્રનું નામ આનર્ત હતું તેમના નામ પરથી આ પ્રદેશનું નામ આર્નત પડ્યું તેમણે કુશસ્થળીમાં પોતાની રાજધાની બનાવી તે વર્તમાનમાં દ્વારકા તરીકે ઓળખાય છે આર્નતના કાળમાં રેવ કે રેવત વગેરે રાજા થઈ ગયા. તેમાં છેલ્લા રાજા રેવત કુકુધમી હતો તેમના સમયમાં કુશસ્થળી પર પુણ્યજન રાક્ષસોનું આક્રમણ થયું અને તેમાં શાર્યાતીના વંશની સત્તા અસ્ત પામી પછીથી શર્યાતીના પુત્ર રેવતે વર્તમાન વડનગર પાસે આનર્તપુર વસાવ્યું અને ત્યાં તેમની રાજધાની ખસેડી. હરિવંશમાંના વર્ણન મુજબ આર્નત સૌરાષ્ટ્ર બે ભાગમાં વહેંચાયેલું હતું .એક સૌરાષ્ટ્ર અને બીજું અનુપ તેનું મુખ્ય શહેર ગીરીનગર હતું જે વર્તમાનમાં જુનાગઢ તરીકે ઓળખાય છે મનુપુત્ર શાર્યાતી ની એક પુત્રી પણ હતી જેનું નામ સુકન્યા હતું. આ સુકન્યાના લગ્ન ભૃગુકરછ યાની કી વર્તમાનમાં ભરૂચ પ્રદેશના રહેવાસી ભૃગુકુલના ચ્યવન નામના ઋષિ સાથે થયા હતા તેમના વંશજો જે ભાર્ગવ તરીકે ઓળખાયા

ભૃગુકુલના ચ્યવન નામના ઋષિ તથા સુકન્યા નો એક પુત્ર દધીસી ઋષિ હતા તેઓ સાબરમતીના કિનારે જયા ચંદ્રભાગા નદી સાબરમતી નદીને મળે છે ત્યાં આશ્રમ બનાવીને વસવાટ કર્યો દધીચીએ સૃષ્ટિને બચાવવા માટે પોતાના મજબૂત અસ્થિનું ઈન્દ્રને વજ્ર બનાવવા માટે દાનમાં આપી દીધા આમ તેઓ દાનવીરતા માટે જાણીતા છે ભાર્ગવ કુળમાં ભૃગુના પુત્ર ઔર્વ અને ઔર્વના પુત્ર રુચિક અને રુચિકના પુત્ર જમદગ્નિ હતા તથા જમદગ્નિના પુત્ર પરશુરામ થઈ ગયા યાદવ કુળના મહિષ્મતી ના અર્જુન કાર્તવીર્યને પરશુરામે હરાવ્યા પરશુરામએ ભૃગુક્ષેત્ર છોડીને અપ્રાંત કોંકણ માં સુરપારક એટલે કે અત્યારનું હાલનું મહારાષ્ટ્રનું નાલાસોપારા વસાવ્યું અને ત્યાં આશ્રમ સ્થાપિત વસવાટ કર્યો

આ અરસામાં મથુરાના યાદવ કુળના કંસના પિતા ઉગ્રસેન અને મગધના રાજા જરાસંઘ દ્વારા વારંવાર થતાં આક્રમણથી કંટાળીને મથુરાથી ગુજરાતમાં આવીને વસ્યા અને કુશસ્થળીનું નિર્માણ કર્યું અને તેનું નામ દ્વારા દ્વારાવતી રાખ્યું.

ઉગ્રસેનની પુત્રી દેવકી થકી શ્રીકૃષ્ણનો જન્મ થયો શ્રીકૃષ્ણએ નવી દ્વારકાનગરી વસાવી જે વર્તમાનમાં દરિયામાં ડૂબી ગઈ છે જેના અવશેષો દરિયામાં વર્તમાનમાં પણ મળે છે કેટલાક અવશેષો બેટ દ્વારકામાં પણ મળે છે.

કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય પામી યુધિષ્ઠિરે રાજસુય યજ્ઞ કરાવ્યો. તેમાં યાદવ વીરો મદિરાપાન કરી અને મદો મસ્ત થઈ ગયા અને પ્રભાસમાં આસપાસમાં લડી મૃત્યુ પામ્યા જેને યાદવસ્થળી તરીકે આજે ઓળખવામાં આવે છે.

શ્રીકૃષ્ણએ દુઃખી થઈને અર્જુનને સંદેશો મોકલ્યો પારધીના બાણ થી પ્રભાસમાં દેહત્યાગ કર્યો આમ ગુજરાતમાંથી યાદવો નામશેષ થઈ ગયા ઇતિહાસકાર સ્વ ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી પાંડવો તથા યાદવો ઈસ. 14 મી થી 15 મી સદીમાં થયા હોવાનો મત વ્યક્ત કરે છે.

આનર્ત અને રેવતના સમયમાં સૌરાષ્ટ્રમાં કચ્છ તથા સમગ્ર ગુજરાતને આર્નતના નામથી ઓળખાવામાં આવતો હતો. રુદ્રદામાના લેખમાં આર્નતને સૌરાષ્ટ્ર તથા સંયુક્ત નામે બોલાવવામાં આવતું હતું પરંતુ બીજી સદીના શિલાલેખોમાં આનર્તને સૌરાષ્ટ્રથી અલગ દર્શાવ્યું છે.

પુરાણોમાં આર્નતને માત્ર ઉત્તર ગુજરાત માટે વસાવ્યું હતું તેની રાજધાની આનર્તપુર એ ઉત્તર ગુજરાતમાં આનંદપુર કે વડનગર તરીકે ઓળખાય છે પહેલા આનર્તપુર નામ સમગ્ર ગુજરાત માટે વપરાતું હતું પરંતુ આગળ જતાં માત્ર ઉત્તર ગુજરાત માટે વપરાવા લાગ્યું હતું.

gujarat no itihas

સુરાષ્ટ્ર

મૌર્ય કાળથી ગુપ્તકાળ સુધીના સમયમાં સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતું હતું તેનું પાટનગર ગીરીનગર હતું જેની નજીકમાં વર્તમાન જૂનાગઢ વસેલું છે

ક્ષત્રપાળ: (ઇસ.23-400) દરમિયાન આર્નત ક્ષેત્રના જુદા જુદા ખંડો જુદા જુદા નામથી ઓળખાતા હતા આર્નત નામથી માત્ર ઉત્તર ગુજરાત ઓળખાતું હતું જ્યારે અન્ય ક્ષેત્રો સૌરાષ્ટ્ર કચ્છ તથા સ્વભ્ર (સાબરકાંઠા તથા અરવલ્લીનું ક્ષેત્ર) નામથી ઓળખાતા હતા.

મહાભારત અને પાણીની ના વ્યાકરણ ગ્રંથો મુજબ અષ્ટાધ્યાહીમાં ‘સૌરાષ્ટ્રનો’ ઉલ્લેખ મળે છે ઋગ્વેદના પ્રથમ મંડળના 133 માં સૂક્તમાં ‘સ્વરાટ’ શબ્દ મળે છે તે સૌરાષ્ટ્ર માટે વપરાયેલ હશે એમ વિદ્વાનો માને છે.

2000 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ નહીં પણ એક ટાપુ હતો. કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો તેમ ભૂસ્તર શાસ્ત્રીઓ માને છે તે સમયે સિંધુ નદીનું મુખ ખંભાતને મળતું હતું જેનું સંશોધન આધુનિક વૈજ્ઞાનિકોએ પણ કર્યું છે.

ગ્રીક મુસાફર સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને ‘સેરોસ્ટસ’ કહ્યું તથા ઇજિપ્તના પ્રાચીન ભૂગોળ શાસ્ત્રી ટોલેમી અને ગ્રીક પેરીપ્લસે ‘સુરાસ્ત્રીયન’ કે ‘સૌરાષ્ટ્રણ’ તથા પ્લિનીએ ઓરેતુર નામથી ઉલ્લેખિત કર્યો છે.

ચીની મુસાફર હ્યુ-એન-સાંગે સોરઠને ‘સુલકા’ તરીકે ઓળખાવ્યૂ. સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રાકૃતમાં સુરઠઠ અથવા સોરઠ તરીકે ઓળખાતો હતો તેનું સંસ્કૃત રૂપાંતર સુરાષ્ટ્ર અથવા સૌરાષ્ટ્ર થાય છે સુરઠઠ સૌરાષ્ટ્ર તથા મહારઠ મહારાષ્ટ્ર બે પ્રદેશોના નામોના મૂળમાં રક્ત શબ્દ રટ કે લટ જાતિ પરથી ઉતરી આવેલ છે જે લાટ પ્રદેશમાં વસવાટ કરતી હતી.

મરાઠા શાસનમાં સૌરાષ્ટ્ર કાઠીયાવાડ તરીકે ઓળખાતું હતું જેના ચાર ભાગ હતા (1) સોરઠ (2) હાલાર (3) ગોહિલવાડ અને (4) ઝાલાવાડ તરીકે ઓળખાતા પરંતુ આઝાદી પછી તે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે.

રુદ્રદામન તથા સ્કંદગુપ્ત ના જુનાગઢ શિલાલેખ તથા વલભીના તામ્રપત્રોમાં સૌરાષ્ટ્ર નામ મળે છે. સૌરાષ્ટ્રનો અર્થ સુ એટલે સારો અને રાષ્ટ્ર એટકે દેશ અર્થાત સુંદર દેશ થાય છે.

સૌરાષ્ટ્ર આર્યવર્તનો એક પ્રદેશ હતો વૈદિક કાળમાં સૌરાષ્ટ્રની આજુબાજુનો પ્રદેશ સિંધુ મુક પ્રદેશ તરીકે પણ ઓળખાતો હતો જેમાં અનર્યો વસતા હતા, ત્યારે ખંભાત કે કચ્છના અખાતનું અસ્તિત્વ ન હતું ત્યાં સાગર હતો અને આ સૌરાષ્ટ્ર બેટમાં શ્રીકૃષ્ણનું રાજ્ય આવેલું હતું તેમની રાજધાની દ્વારિકા નગરી હતી તેમ માનવામાં આવે છે તેના પુરાવાઓ પુરાતત્વ તથા વૈજ્ઞાનિકોએ પણ આપ્યા છે.

લાટ પ્રદેશ

મૈત્રક કાળ

ઈસ. 470 થી 788 દરમિયાન વર્તમાન ગુજરાત ક્ષેત્રના અલગ અલગ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હતું એક સૌરાષ્ટ્ર બીજું કચ્છ ત્રીજું લાટ .

સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રને મૈત્રક કાળમાં લાટ નામથી ઓળખવામાં આવતો હતો. જેનું પ્રમાણ ચીની મુસાફરોની નોંધ તથા પાંચમી સદીના અભિલેખોમાં પણ જોવા મળે છે.

અનુ મૈત્રક કાળ

ઈસ. 788 થી 942 દરમિયાન લાટ નામ વર્તમાન દક્ષિણ ગુજરાત અર્થાત નર્મદા થી તાપી નદી વચ્ચેના પ્રદેશ માટે પ્રયોજાયું હતું આ શબ્દ રટ્ટ – લટ્ટ નામની જાતિના નામ પરથી ઉતરી આવ્યો હોવાનું મત મોટાભાગના વિદ્વાનો માને છે.

ટોલેમીના ગ્રંથ ‘જીયોગ્રાફી’ માં સૌ પ્રથમ વાર ‘લાટીકા’ નામથી લાટ પ્રદેશ નો ઉલ્લેખ મળે છે.

તળ ગુજરાતના પ્રદેશો

વર્તમાન તળ ગુજરાતના કેટલાક ભાગો પ્રાચીન કાળમાં નદીઓ તીર્થ ક્ષેત્ર કે ભૌગોલિક વિસ્તાર ના નામ પરથી ઓળખાતા હતા.

નદીઓના નામ પરથી ઓળખાતા ભાગો

સારસ્વત – સરસ્વતી કાંઠાનો વિસ્તાર
સ્વભ્ર – સાબરકાંઠા નું ક્ષેત્ર
માંહેય – મહી કાઠાનું ક્ષેત્ર
તાપી ક્ષેત્ર- તાપી કાંઠા નો વિસ્તાર
રેવા ખંડ- નર્મદા નદી નો આસપાસ નો વિસ્તાર

તીર્થક્ષેત્રના નામ પરથી ઓળખાતા પ્રદેશો

ધર્મારણ્ય ક્ષેત્ર – મોઢેરાની આસપાસ નુ ક્ષેત્ર
હાટકેશ્વર ક્ષેત્ર – વડનગર ની આસપાસ નુ ક્ષેત્ર
ભૃગુ ક્ષેત્ર- ભરૂચની આસપાસ નો નર્મદા કાંઠાનો વિસ્તાર જેને રહેવા ખંડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

ભૌગોલિક ક્ષેત્ર

અપરાંત – ગુજરાતનો પશ્ચિમનો વિસ્તાર જેનું પાટનગર શૂર્પારક(સોંપરા) આજનું નાલાસોપારા હતું જે વર્તમાનમાં મહારાષ્ટ્રમાં આવેલું છે .
સત્યપુર મંડળ – રાજસ્થાનના સાંચોરની આસપાસનો પ્રદેશ
દારૂકાવન – દ્વારિકાની આજુબાજુ નું ક્ષેત્ર
દંડક આરણ્ય – દક્ષિણ ગુજરાતનો ડાંગ તથા વલસાડ જિલ્લાનો પ્રદેશ

ગુર્જર દેશ

ગુજરાત નામ ગુર્જર પ્રદેશ પરથી ઉતરી આવેલ છે આ ગુર્જર શબ્દની ઉત્પતિ માટે અનેક મતો સુચવાયા છે. એમાં ‘ગુજ્ર’ પરથી ‘ગુર્જર’ થયું તેની સાથે ‘આત’ પ્રત્યય ઉમેરાયો ત્યારે તે ‘ગુજરાત’ શબ્દમાં રૂપાંતર થયું.

રાષ્ટ્રકૂટોના દાનપત્રોમાં ગુર્જરેશ્વરપતિ અને ગુર્જરેશ્વર શબ્દો મળે છે જે ગુર્જર રાજાઓને ઉદેશીને લખાયા હતા.

હર્ષચરિતમાં બાણે પ્રભાકર વર્ધનને ગુર્જરપ્રગાર કહ્યા છે. આ શબ્દમાં ગુર્જર દેશ કે પ્રદેશ તથા ત્યાં વસવાટ કરનાર પ્રજા માટે વપરાયેલ શબ્દ છે.

નાંદોદ જે (વર્તમાનમાં રાજપીપળાના) ગુર્જર રાજા દદ્ પ્રથમ ગુર્જર બ્રાહ્મણ હરીચંદ્રના ક્ષત્રયાણીથી ઉત્પન્ન થયેલો પુત્ર હતો તેના બીજા પુત્રએ દક્ષિણ રાજસ્થાનના આબુની ઉત્તરમાં આવેલ મરુ પ્રદેશના ભિન્નમાલ શ્રીમાલમાં ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કરી હતી તેથી આ પ્રદેશ ગુર્જર દેશ તરીકે જાણીતો થયો પરંતુ પ્રતિહારો માટે અને આગળ જતાં ચાલુક્ય માટે પ્રયોજાયેલો ગુર્જર શબ્દ તેઓની જાતિનો નથી પણ તેમના પ્રદેશ માટે વપરાવા લાગ્યો હતો.

ભિન્નમાલ અને શ્રીમાળમાં ચાંપોત્કટ જે ચાવડા વંશની રાજધાની હતી. જ્યાં પંચાસરના રાજા જયશિખરીનું શાસન હતું જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ તેની સત્તા દક્ષિણમાં વિસ્તારી તેમને સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવીને ત્યાં તેમની રાજધાની ખસેડી. ત્યાંની શ્રીમાળી પોરવડ તથા ખેડૂતો પશુપાલકો અને કારીગરો પણ સ્થળાંતરિત થયા અને તેઓ મૂળ વતન કે પ્રદેશ પરથી ગુર્જર નામે ઓળખાવા લાગ્યા.

આબુની ઉત્તરે આવેલા પ્રદેશ માટે વપરાતો ‘ગુર્જરદેશ’ નામ ચાલુક્યકાળ સુધી વપરાતું હતું તેથી જ ચાલુક્ય ને ગુર્જર કે ગુર્જર રાજ કહેવામાં આવતા હતા.

અણહિલવાડના ચાલુક્ય (સોલંકી) વંશના સ્થાપક મુળરાજ સોલંકી હતા. તેઓ આબુની પાસે આવેલા સત્યપુર મંડળ જે ભિન્નમાલ પ્રદેશના સ્વામી હતા આથી તેને ગુર્જરેશ્વર કહેવામાં આવતા હતા.

મુળરાજે પોતાની સત્તા પ્રાચીન ગુર્જર દેશની દક્ષિણે આવેલા પ્રદેશમાં વિસ્તાર અને તે પ્રદેશને તેણે ગુર્જર દેશ નામ આપ્યું.

સોલંકી વંશના રાજાઓની સત્તા જેમ જેમ દક્ષિણમાં પ્રસરતી ગઈ તેમ તેમ ગુર્જર નામનો પ્રયોગ વિસ્તરતો ગયો અને ગુર્જરદેશ, ગુર્જર ભૂમિ, ગુર્જર ધરા, ગુર્જર મંડલ, ગુર્જરત્રા,ગુર્જરતા વગેરે નામેથી ઓળખાવા લાગ્યો.

તો મિત્રો આશા કરીએ છીએ કે ગુજરાતના ઐતિહાસિક પરિચયમાં આનર્તની સત્તા અને તેના સમયગાળાથી લઈ ને વર્તમાન ગુજરાત સુધીનો ટૂંકમાં પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે.જે તમને ખૂબ પસંદ આવ્યો હશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top