Shaikshanik loan yojana 2023 | શૈક્ષણિક લોન યોજના 2023

shaikshanik loan yojana 2023 : ગુજરાત સરકારના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ) દ્વારા ચલાવવામાં આવી રહેલીશૈક્ષણિક લોન યોજના 2023 વિશે આજના  આ લેખમાં આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ તો લેખને અંત સુધી વાંચજો.

shaikshanik loan yojana 2023

Shaikshanik loan yojana 2023 | શૈક્ષણિક લોન યોજના 2023

યોજના નું નામ શૈક્ષણિક લોન યોજના 2023
લાભાર્થી સમાજિક અને શક્ષણિક રીતે પછાત વર્ગના સ્નાતક અને અનુસ્નાતક વિધાર્થીઓ
યોજના માં મળી રહેલ લોન ની રકમ વધુમાં વધુ 15 લાખ
રાજ્ય ગુજરાત
સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in/

યૉજના નો હેતુ

 • સમાજિક અને શક્ષણિક રીતે પછાત વર્ગના સ્નાતક અને અનુસ્નાતક વિધાર્થીઓ માટે  વ્યવસાયીક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના પૂરી પાડવામાં આવે છે.

શૈક્ષણિક યૉજના નો લાભ કોણ કોણ મેળવી શકે ?

 • સામાજીક અને શૈક્ષણિક રીતે  પછાત વર્ગના વિધાર્થી હોવા  જોઇએ.
 • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩ લાખ થી વઘુ ન હોવી જોઇએ.
 • રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
 • વિધાર્થીનું એડમીશન કેન્દ્ર અથવા રાજય સરકાર દ્વારા માન્ય કમીટી મારફતે ગવર્નમેન્ટ કવોટામાં મેળવેલ હોવું જરૂરી તથા ઘોરણ-૧૨માં અથવા કવોલીફાઇડ એકઝામમાં ૫૦% માર્કસ હોવા જોઈએ .
 • મેનેજમેન્ટ ક્વોટામાં એડમીશન મેળવેલ હોય તેવા અભ્યાસક્રમોમાં આ લોન આ૫વામાં આવતી નથી.
 • એ.ટી.કે.ટી. કે ફેઇલ થયેલ વિદ્યાર્થીને બીજા સત્રની ફી ચુકવવામાં આવશે નહી.
 • માન.મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ રકમ બાદ કર્યા ૫છી લોનની રકમ મંજૂર કરવામાં આવશે.

શૈક્ષણિક લોન યોજના | shaikshanik loan yojana આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ

  1. એમ.બીએ. અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યામસ ક્રમ)
  2. એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
  3. આઇ.આઇ.ટી/અન્ય‍ સંસ્થા.ઓ દ્રારા યોજવામાં આવેલ સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
  4. મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્રારા યોજવામાં આવેલા તબીબી શિક્ષણ સંબંધી (આર્યુવૈદિક, હોમીયોપેથીક, યુનાની સહિત) અભ્યાસક્રમ
  5. નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્રારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પિટાલીટી મેનેજમેન્ટના ડિપ્લોમા અભ્યાસક્રમ.

લોનની રકમમાં નીચેના તબક્કાનો સમાવેશ થશે.

પ્રવેશ ફી અને ટયુશન ફી તથા રહેવા જમવાનો ખર્ચ

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

 • આ યોજનામા લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૫.૦૦લાખ સુધીની છે.
 • આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી (છોકરા) માટે વાર્ષિક ૪ ટકા અને વિદ્યાર્થીની (છોકરી) માટે વાર્ષિક ૩.૫ ટકા રહેશે.
 • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જેમાં રાષ્ટ્રીય નિગમના ૯૦ ટકા, રાજય સરકારના ૫ ટકા અને લાભાર્થી ફાળાની ૫ ટકા રકમ રહેશે.
 • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે. લોનની વસુલાત અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી ૧ માસ બાદ બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી ભરપાઇ કરવાની રહેશે.

read more : ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023

સામાજીક ન્યાય અને અઘિકરીતા વિભાગ હેઠળના વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકના નિગમોની સીઘા ઘિરાણની યોજના હેઠળ લાભાર્થીઓની ૫સંદગી કરવા માટેની સમિતિની પુન:રચનાના ઠરાવ ક્રમાંક:સશ૫/૧૦૨૦૦૭/૫૦/અ.૧થી નીચે મુજબની સમિતિની પુન:રચના કરવામાં આવેલ છે.

આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી (છોકરા) માટે વાર્ષિક ૪ ટકા અને વિદ્યાર્થીની (છોકરી) માટે વાર્ષિક ૩.૫ ટકા રહેશે

વિધાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે શૈક્ષણિક લોન યોજના 2023 વિશેની સંપૂર્ણ માહિતી મકી ગઈ હશે. આઅ યોજના ની વધારે માહિતી માટે સત્તાવાર વેબસિતેની મુલાકાત લેવાણી ખાતરી કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top