Surapura Dham Bholad bhal | ભોળાદનો ઇતિહાસ | ભોળાદ ભાલ, ગુજરાત

ભોળાદ ભાલ ક્યાં આવેલું છે

Surapura Dham Bholad bhal no itihaas : શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા ની પવિત્ર ભોળાદની ભુમી એટલે સુરાપુરાધામ ભોળાદ ભાલ. સુરાપુરાધામ ભોળાદ ભાલ. ધોળકા તલુકા મા અમદાવાદ જિલ્લા મા આવેલ છે. તો મિત્રો આજે આપણે સુરાપુરાધામ ભોળાદ ભાલ. શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા ના પ્રાગટ્ય વિશે જાણીશુ.

Surapura Dham Bholad bhal no itihaas | ભોળાદ ભાલ નો ઇતિહાસ

મિત્રો તમને સવાલ થશે કે સુરાપુરાધામ ભોળાદ ભાલ. શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા નો  પુરે પુરો  ઇતિહાસ કોઇ ની પાસે ઉપ્લબ્ધ નથી તો તે સાચી વાત છે મિત્રો મને પણ તે વિચાર આવ્યો હતો કે સુરાપુરાધામ ભોળાદ ભાલ શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા નો  ઇતિહાસ કેવો હશે. મિત્રો પછી મે અલગ અલગ જ્ગ્યાએ થી માહિતી મેળવી છે.તે માહિતી હુ તમને અહિયા આ લેખ મા જણાવી રહ્યો છુ. તો ચાલો મિત્રો જે માહીતિ મે એકત્રિત કરી છે તે હુ તમને આ લેખ માં જાણાવું.

Surapura Dham Bholad bhal no itihaas

મિત્રો વાત ૯૦૦ વર્ષ પહેલાની છે તો શુરવીર શ્રી રાજાજી દાદા નો પરીચય જણાવીએ તો તેમના પિતા શ્રી નુ નામ વિક્રમજી શિવસંગજી અને માતા શ્રી નુ નામ ગંગાબા હતુ. ક્ષત્રિય રાજપુત કુળ નાં ચૌહાણ પરિવાર મા શ્રી વીર રાજાજી દાદા અને શ્રી વીર તેજાજી દાદા હતા. આ સમય ગાળા દરમ્યાન બધી જગ્યાયે લુટારાઓ નો બહુ આતંક હતો. કોઇ પણ જગ્યા હોય કોઈના ઘર કોઇ ના ખેતર કોઈના લગ્ન લુટારાઓ ત્યા પહોચિ જતા હતા અને અનાજ ઘરેણા બધુજ લુટી લઈજતા હતા. લુટારાઓ નો આતંક ત્યા સુધી નહોતો  બહેન દિકરી ને પણ ઉપાડી જતા હતા આ લૂંટારા. તેવિજ એક ઘટના ત્યા બને છે એ સમય દરમિયાન જ્યારે ચારણ ની દિકરી નુ વેલડૂ લુંટાઇ રહ્યુ હતુ ત્યારે ત્યા તે ચારણ ની દિકરી નુ વેલડૂ અને આબરુ બચાવવા શુરવીર શ્રી રાજાજી દાદા અને શુરવીર શ્રી તેજાજી દાદા વ્હારે ચડ્યા અને લૂંટારાઓ સાથે યુદ્ધ કર્યું હતુ.

યુદ્ધ દરમિયાન ક્ષત્રિય રાજપુત કુળ નાં ચૌહાણ પરિવાર ના શુરવીરે સત્તર નરાધમ લૂંટારાઓ ને મોતને ઘાટ ઉતાર્યા હતા. પછી રાજાજી દાદા અને તેજાજી દાદા ને કોઇ નરાધમે પીઠ પાછળ થી વાર કર્યા પરંતુ  મિત્રો તમે પણ જાણતા હશો ક્ષત્રિય જ્યારે ધર્મ કાજે યુદ્ધ ના મોર્ચે ધિંગાણૂ કર્તા હોય ત્યારે મા ભવાની સાક્ષાત્  તેમની તલવાર અને તેમના શરીર મા ઉતરે છે. પણ શૂરવીર અગણીત વાર થી ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ નરાધમો એ કોઇ વિધર્મી દ્વારા મદિરા ના  છાંટણા નાંખવા મા આવ્યા અને અપવિત્ર વસ્તુ તેમના યુદ્ધ કરતા હતા ત્યા આડે મૂકવામા આવ્યા તે થી તે અપવીત્ર વસ્તુ પાર ના કરી શકે. અને બન્ને યુદ્ધ દરમિયાન ક્ષત્રિય રાજપુત કુળ નાં ચૌહાણ પરિવાર ના શુરવીરે પોતાની માત્ર  ૨૭ વર્ષ ની નાની ઉમર મા પોતાના સંતાનો ને ઘોડીયા મા મૂકી પોતના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થ માટે શહાદત વ્હોરિ લીધી હતી..

તે સુરાપુરાધામ ભોળાદ ભાલ શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા ની આ વાત છે. ત્યાર પછી વર્ષો વિતવા લાગ્યા પછી ચૌહાણ રાજપુતો સુરાપુરા દાદા ની ખામ્ભી ના દર્શન કરવા બહાર ગામ થી ઘણા આવતા હતા. ત્યારે શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા ની ખામ્ભી ભોળાદ-લોથલ રોડ પર હતી.પણ જ્યારે ભોળાદ ના  ચૌહાણ રાજપુત ને સુરાપુરા દાદા એ પ્રમાણ પુર્યા ત્યારે સુરાપુરા દાદા બીજી વ્યવસ્થિત સારી ખુલ્લી જગ્યા એ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. અને વિક્રમ  સંવત ૨૦૭૨ ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જન્મજયંતી) ના દિવસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી જયા અત્યારે સુરાપુરા દાદા ધામ છે તે ભોળાદ-નાની બોરુ રોડ પર સ્થાપના કરવા મા આવી.. અત્યારે હાલ ના આ ઘોર કળયુગ મા અને આ આધુનિક વિજ્ઞાનનાં  સમય મા અગણીત પર્ચા પ્રમાણ આપી દાદા એ પોતાની હાજરી આજે પણ મોજુદ છે તે સબીત કરી બતાવ્યું છે.

આજે દાદા ના ધામ મા ગુજરાતના લોકોતો આવે જ છે પરંતુ ભારત ના ખુણે ખૂણા મા થી અને  દેશ-વિદેશ ના ખૂણે ખૂણેથી દાદા ના ભક્તો અઢારેય વર્ણ ના લોકો  શુરવીર શ્રી તેજાજી દાદા અને શુરવીર શ્રી રાજાજી દાદા દર્શન કરવા આવે છે. સુરાપુરા ધામ ના ભુવાજી દાનભા બાપુ સુરાપુરા દાદા ના નિમ્મિત બની એક પણ રુપીયો લિધા વગર નીસ્વર્થ લોકો નુ કલ્યાણ કરી રહ્યા છે. જાણે એઉ લાગે કે દાદા ને જીવતા સેવા કરવા ની અધૂરી ઇચ્છા રહી હોય તેમ પાળીયા થઈ ને પણ સમાજ અને સમાજ ને સચો માર્ગ અને મુસ્કેલી મા થી મુક્ત કરાવે છે અત્યારે જ્યા દાદા બિરાજમાન છે. તે જગ્યા મોટું ધામ બની ગયુ છે. સુરાપુરા ધામ મા  અન્નક્ષેત્ર  પણ ચાલુ છે કોઇ પણ દાન ધરમાદા લિધા વગર જાણે દાદા પોતે સંચલન કર્તા હોય તેમ ચાલ્યા કરે છે. અને ત્યા સમાજ ના દિકરા દિકરી સેવા મા તત્પર ખડે પગે હાજર હોય છે.

read more : અજમલ ગઢનો ઇતિહાસ અને જાણવા જેવી બાબતો

દરેક ગામ ના પાદરે ઉભેલા પાળીયા ના બલીદાન ની વાતો કરો તો દિવસો ના દિવસો ઓછા પડે એટલા માટે છેલ્લે એટ્લુજ કહિશ કે ગામ ના પાદરે ઉભેલા પળિયા ને સમ્માન આપી પ્રણામ કરજો એ સાવ એમનામ નથી ઉભા ગામ ના પાદર મા એમનું બલિદાન બહુ મોટું હોય છે બસ આપણે તેમનો ઇતિહાસ નથી જાણતા.

દાદાના ભુવાજી એવા દાનભા બાપુ વિશે.

મિત્રો, સુરાપુરા ધામ ના ભુવાજી અને મંદિર મા સેવા કરતા એવા દાનભા બળવંતસિહ ચૌહાણ ૩૭ વર્ષ ની ઉમર તેમને સુરા પુરા દાદા એ પોતાની શક્તિ અર્પણ કરી છે અને દાનભા બાપુ પોતે સાચા મન અને લાગણી થી પોતાની નિસ્વાર્થ સેવા આપે છે દાનભા બાપુ પોતે સાદુ જીવન જીવે છે પોતે અમદાવાદ ની એક કંપનીમાં  નોકરી કરે છે અને એમાથી સમય કાઢી દાદા ની સેવા કરે છે.

જે પણ દર્શનાર્થિ આવે છે તેના દુખ દર્દ સાંભળી તેને તે સાચો રશ્તો બતાવે છે. નાતજાત ના ભેદભાવ વગર સર્વે સાથે વાત કરે છે અને દાદા ના દરબાર મા આવેલા દાદાના  ભક્તો ની મનોકામના પૂરી થાય છે. દાદા ના સાનિધ્યમાં કોઇ નુ કઈ લિધા વગર  નિ:સ્વાર્થ   ભાવે દાનભા બાપુ નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

દાદાના પાવન સાનિધ્યમાં અઠવાડિયામાં દર સોમવારે રાત્રે અને દર મંગળવારે દિવસે સભા યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પોતાના દુખ દર્દ લઈને આવે છે અને પોતાના દુખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ અહિયાંથી આસ્થા રૂપે મેળવતા હોય છે દેશ-વિદેશમાંથી પણ લોકો માનતા ઓ લઈને આવે છે અને તેમની તમામની મનોકામના દાદા પૂર્ણ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top