Vhali dikari yojna | વ્હાલી દીકરી યોજના

Vhali dikari yojna: મિત્રો આજના આર્ટીકલ મા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વ્હાલી દીકરી યોજના તો ચાલો જાણીએ વ્હાલી દીકરી યોજના વિશે, વ્હાલી દીકરી યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, વહાલી દીકરી યોજનામાં અરજી માટેના ડોક્યુમેન્ટ અને વ્હાલી દીકરી યોજના માટેની અરજી પ્રક્રિયા . આ બધીજ  માહિતી ગુજરાતી ભાષાંમાં છે  તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

Vhali dikari yojna

Table of Contents

Vhali dikari yojna | વ્હાલી દીકરી યોજના વીશેની તમામ માહીતી

વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દીકરીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને રૂપિયા 1,10,000/- રૂપિયા સહાય પેઠે આપવામાં આવશે. જે અલગ અલગ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે

વ્હાલી દીકરી યોજનાનો લાભ કઈ દીકરીઓને મળશે? 

જે પણ દીકરીઓના માતા પિતા આ યોજનાનો લાભ મેળવવા માંગે છે  તેમના માટે નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકો જ આ યોજનાનો લાભ મેળવી શકશે ? જે પાત્રતા નીચે મુજબ છે

  • દીકરી ગુજરાત રાજ્યની નાગરિક હોવી જોઇએ
  • જે દીકરીઓનો જન્મ તારીખ 02-08-2019 પછી થયેલ હોવો જોઇએ
  • એક કુટુંબમાં બે દીકરીઓ હોય તો બન્ને દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જો કોઈ કુટુંબમાં પ્રથમ ત્રણ સંતાનો દીકરીઓ હોય તેવી તમામ દીકરીઓને યોજનાનો લાભ મળ શે
  • જો દીકરી પોતાનું શિક્ષણ પૂર્ણ નહીં કરે તેને આ યોજના નો લાભ નહી મળે.
  • જે દીકરીના લગ્ન  18 વર્ષ પહેલા લગ્ન કરશે તો તેનો આ યોજનાનો છેલ્લો હપ્તો નહી મળે
  •  જે દીકરીના જન્મના એક વર્ષ ની અંદર અરજી કરશે તે દીકરીઓને લાભ આપવામાં આવશે નહીં.
  • જો દીકરીના જન્મ થયા પછીના એક વર્ષ બાદ અરજી કરેલી જણાશે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. 

આ પણ વાંચો : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023

વ્હાલી દીકરી યોજના માટેની આવક મર્યાદા

રાજ્યના જે દીકરીના માતા પિતા આ યોજના નો  લાભ મેળવવા માંગે છે તેમના કુટુંબની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ત્યારે જ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

વ્હાલી દીકરી યોજના માં મળવાપાત્ર સહાય?

આ યોજના મા  દીકરીને કુલ રૂપિયા 1,10,000/- ની સહાય આપવામાં આવે છે. જે ત્રણ અલગ-અલગ હપ્તાઓમાં ચૂકવામાં આવે છે. જેની માહિતી નીચે  મુજબ છે.

પહેલો હપ્તો  દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે  રૂપિયા 4000/- આપવામાં આવે છે. 
બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ 9 માં પ્રવેશ મેળવે છે તે વખતે રૂપિયા 6000/-
ત્રીજો હપ્તો દીકરીની જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેને રૂપિયા 100000/-

 

ખાસ નોંધ:- જો કોઈ કારણોસર દીકરીનું આકસ્મિક ૧૮ વર્ષ અગાઉ મ્રુત્યુ થાય તો સહાય આપવામાં આવશે નહીં.

વ્હાલી દીકરી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટની જરૂર પડશે. 

આ યોજ્નાનો લાભ લેવા માટે તમારે રૂબરૂ અરજી કરવાની રહેશે. જેના માટેના તમામ દસ્તાવેજોની યાદી નીચે પ્રમાણે આપવામાં આવેલ છે, 

  1. દીકરીનું જન્મ પ્રમાણપત્ર.
  2. દીકરીનું આધારકાર્ડ (જો હોય તો જ).
  3. માતા-પિતાના આધારકાર્ડ.
  4. આવકનો દાખલો (2 લાખ કે તેથી ઓછી આવક ધરાવતો હોવો જોઇએ )
  5. દીકરીના કુટુંબની રેશનકાર્ડની નકલ.
  6. કુટુંબના બધા જ બાળકોના જન્મના પ્રમાણપત્રો.
  7. અરજી કરનાર દીકરીના માતા/પિતાની બેંક ખાતાની પાસબુક .

વ્હાલી દીકરી યોજનામાં અરજી કરવાની પદ્ધત્તિ ?

આ યોજનામા તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહીતી નીચે પ્રમાણે આપવામાં આવેલ છે.

  • નજીકની  કચેરીમાંથી આ યોજનાનું અરજી ફોર્મ મેળવી લો .
  • અરજી  ફોર્મમાં માગ્યા મુજબની તમારી તમામ માહિતી ભરો.
  • માહિતી ભર્યા બાદ ફોર્મમાં માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ જોડી દો .
  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહોછો તો તમારે ફોર્મ લઈને ગામના જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય તેના પાસે જવાનું રહેશે
  • હવે જો શહેર  રહો છો તો તમારે તાલુકા ના મામલતદાર કચેરી મા કોમ્પ્યુટર ઓપરેટર પાસે ફોર્મ સાથે જવાનું રહેશે.
  • હવે તે ઓનલાઇન અરજી કરવામાં આવશે. જેની  પ્રક્રિયા તેમના દ્રારા કરવામાં આવશે.
  • હવે ઓનલાઇન અરજી કર્યા પછી  તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે જે તમારે તમારી પાસે રાખવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના માટે સોગંદનામું 

આ યોજ્ના  માં પહેલા અરજી કરવા માટે પહેલા સોગંદનામું કરાવવું પડતું પરંતુ ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. જેમાં ગુજરાત રાજ્યમાં સોગંદનામાની  પ્રકિયા રદ કરવામાં આવી છે. જેથી હવે આ યોજનામાં સોગંદનામા પ્રક્રિયા હટાવીને સ્વ-ઘોષણા પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના હેલ્પલાઈન નંબર 

પ્રિય મિત્રો અહીં અમે તમને આ યોજ્ના  વિશે પુરી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર થી માહિતી મેળવી શકો છો.

  • વ્હાલી દીકરી યોજના માટેનો હેલ્પલાઇન નંબર:-  079-232-5794

FAQ

વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને મળે છે?

જે દીકરીઓનો જન્મ તારીખ 02-08-2019 પછી થયેલ છે તે તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળેછે?

આ યોજ્ના માં દીકરીને રૂપિયા 4000/- થી રૂપિયા 1,10,000 ની સહાય આપવામાં આવશે.

વ્હાલી દીકરી યોજનામાં કેટલા સમયમાં અરજી કરવાની હોય છે?

આ યોજના મા દીકરીના જન્મથી એક વર્ષના સમય ગાળામાં અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનામાં પરિવારની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

કટુબમાં પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ લાભ મળશે.

વ્હાલી દીકરી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજ્નામાં ડીજીટલ ગુજરાત પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનામાં ઉમર કેટ્લી હોવી જોઇયે ?

તારીખ 02-08-2019 પછી જન્મ થયેલ છે તે તમામ દીકરીઓના જન્મના સમયથી એક વર્ષનો હોવો જોઇયે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top